Ahmedabad: પાકિસ્તાની જેલોમાં વર્ષોથી સબડી રહેલાં ગુજરાત કાંઠાના 218 જેટલા માછીમારો

ગુજરાતના માછીમાર પરિવારોનો સળગતો પ્રશ્ન હોય તો તે છે એમના કુટુંબના મોભીનું વર્ષોના વર્ષો સુધી પાકિસ્તાની જેલમાં સબડવું અને ના છૂટવું. અત્યારે 218 જેટલા રાજ્યના મછવારાઓ પાકિસ્તાનની જેલોમાં જિંદગી ટૂંકી કરી રહ્યા છે.રાજ્યના મત્સ્યવિભાગના સૂત્રો કહે છે કે, અગાઉ કેટલાક વર્ષો પહેલાં પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા પાકિસ્તાની દરિયાઈ સીમામાં પ્રવેશતાં રાજ્યના માછીમારો પકડાય એ પછી સમયાન્તરે નિયમિત છૂટતાં, વર્ષમાં કમસેકમ બે-ત્રણ વખત પાકિસ્તાન દ્વારા રાજ્યના માછીમારો છોડવામાં આવતાં, પરંતુ હવે મહિનાઓ અને વર્ષો સુધી એમને ત્યાંની જેલોમાં સબડવું પડે છે. આ સંદર્ભે રાજ્ય સરકાર રાજ્યના માછીમારોને છોડાવવા માટે વારંવાર કેન્દ્ર સરકારને લખાપટ્ટી કર્યા કરે છે, પણ પ્રશ્ન ઉકલતો જ નથી. છેલ્લે પહેલી જાન્યુઆરી, 2025ના રોજ રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ તથા વિદેશ મંત્રાલયોને પત્રો લખ્યાં છે અને એ અગાઉ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને નવેમ્બર, 2024માં રિમાઇન્ડર મોકલ્યું હતું, છેલ્લે તા.11-9-23ના રોજ રાજ્યના 56 જેટલા માછીમારો પાકિસ્તાની જેલોમાંથી છોડાયા હતા. એ પછી સવા વર્ષથી એક પણ માછીમાર છૂટયો નથી. રાજ્યના માછીમારોની બોટ્સ તો 21 વર્ષથી છૂટતી જ નથી. 2003થી અત્યાર સુધી રાજ્યના માછીઓની 1,173 જેટલી બોટ્સ પાકિસ્તાની સત્તાવાળાઓએ છોડી નથી. આ બોટ્સ પૈકી 432 બોટ્સ તો 2014-15થી પકડાયેલી છે. પકડાયેલી બોટ્સ પાછી નહીં મળતાં માછીમાર પરિવારોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. રાજ્યનો મત્સ્ય વિભાગ પકડાયેલો માછીમાર છૂટીને તેના ઘેર પહોંચે ત્યાં સુધીના સમયગાળા પેટે પ્રતિદિવસ રૂ.300નું ભરણપોષણ વળતર ચૂકવી સંતોષ માને છે. ઊનાનો એક માછીમાર 16 વર્ષથી પાકિસ્તાનમાં લાપત્તા રાજ્યનો એક માછીમાર 2008થી પાકિસ્તાનની જેલમાંથી ગુમ થયેલો છે. કાળુ નવઘણ ગોહિલ નામક આ માછીમાર ઊના તાલુકાના જામવાડા ગામનો રહીશ છે. પાકિસ્તાન સત્તાતંત્ર આ માછીમાર અંગે કોઈ ખબર આપતાં નથી અને અહીં એનો પરિવાર સતત પૃચ્છા કર્યા કરે છે.

Ahmedabad: પાકિસ્તાની જેલોમાં વર્ષોથી સબડી રહેલાં ગુજરાત કાંઠાના 218 જેટલા માછીમારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના માછીમાર પરિવારોનો સળગતો પ્રશ્ન હોય તો તે છે એમના કુટુંબના મોભીનું વર્ષોના વર્ષો સુધી પાકિસ્તાની જેલમાં સબડવું અને ના છૂટવું. અત્યારે 218 જેટલા રાજ્યના મછવારાઓ પાકિસ્તાનની જેલોમાં જિંદગી ટૂંકી કરી રહ્યા છે.

રાજ્યના મત્સ્યવિભાગના સૂત્રો કહે છે કે, અગાઉ કેટલાક વર્ષો પહેલાં પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા પાકિસ્તાની દરિયાઈ સીમામાં પ્રવેશતાં રાજ્યના માછીમારો પકડાય એ પછી સમયાન્તરે નિયમિત છૂટતાં, વર્ષમાં કમસેકમ બે-ત્રણ વખત પાકિસ્તાન દ્વારા રાજ્યના માછીમારો છોડવામાં આવતાં, પરંતુ હવે મહિનાઓ અને વર્ષો સુધી એમને ત્યાંની જેલોમાં સબડવું પડે છે. આ સંદર્ભે રાજ્ય સરકાર રાજ્યના માછીમારોને છોડાવવા માટે વારંવાર કેન્દ્ર સરકારને લખાપટ્ટી કર્યા કરે છે, પણ પ્રશ્ન ઉકલતો જ નથી. છેલ્લે પહેલી જાન્યુઆરી, 2025ના રોજ રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ તથા વિદેશ મંત્રાલયોને પત્રો લખ્યાં છે અને એ અગાઉ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને નવેમ્બર, 2024માં રિમાઇન્ડર મોકલ્યું હતું, છેલ્લે તા.11-9-23ના રોજ રાજ્યના 56 જેટલા માછીમારો પાકિસ્તાની જેલોમાંથી છોડાયા હતા. એ પછી સવા વર્ષથી એક પણ માછીમાર છૂટયો નથી.

રાજ્યના માછીમારોની બોટ્સ તો 21 વર્ષથી છૂટતી જ નથી. 2003થી અત્યાર સુધી રાજ્યના માછીઓની 1,173 જેટલી બોટ્સ પાકિસ્તાની સત્તાવાળાઓએ છોડી નથી. આ બોટ્સ પૈકી 432 બોટ્સ તો 2014-15થી પકડાયેલી છે. પકડાયેલી બોટ્સ પાછી નહીં મળતાં માછીમાર પરિવારોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. રાજ્યનો મત્સ્ય વિભાગ પકડાયેલો માછીમાર છૂટીને તેના ઘેર પહોંચે ત્યાં સુધીના સમયગાળા પેટે પ્રતિદિવસ રૂ.300નું ભરણપોષણ વળતર ચૂકવી સંતોષ માને છે.

ઊનાનો એક માછીમાર 16 વર્ષથી પાકિસ્તાનમાં લાપત્તા

રાજ્યનો એક માછીમાર 2008થી પાકિસ્તાનની જેલમાંથી ગુમ થયેલો છે. કાળુ નવઘણ ગોહિલ નામક આ માછીમાર ઊના તાલુકાના જામવાડા ગામનો રહીશ છે. પાકિસ્તાન સત્તાતંત્ર આ માછીમાર અંગે કોઈ ખબર આપતાં નથી અને અહીં એનો પરિવાર સતત પૃચ્છા કર્યા કરે છે.