Amreliમાં ધમધમતા સ્પા સેન્ટરો ઉપર સ્થાનિકોની રેડ, સંચાલકો ઉભી પૂંછડીએ ભાગ્યા
અમરેલી શહેરમાં બિન કાયદેસર ધમધમતા સ્પા સેન્ટરો ઉપર સ્થાનિકોએ અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં નહીં લેવામાં આવતા સ્થાનિક મહિલાઓએ સ્પા સેન્ટરો પર રેડ પાડી હતી અને સ્પા સેન્ટરોના બોર્ડ ઉખેડી કાઢ્યા હતા અને મોટો હલ્લાબોલ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે શું છે સમગ્ર વિગત વાંચો આ રિપોર્ટમાં.સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તંત્રએ ના લીધા કોઈ પગલા અમરેલી શહેરમાં ઠેક ઠેકાણે સ્પાના હાટડાઓ શરૂ થઈ ગયા હતા અને છેલ્લા 2-3 વર્ષથી ગેરકાયદેસર રીતે એપાર્ટમેન્ટ સહિતની જગ્યાઓમાં સ્પા ચાલી રહ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, કારણ કે સ્પાની આડમાં ગોરખધંધા પણ ચાલતા હતા અને સ્થાનિકોને ત્યાંથી નીકળવું પણ ભારે પડી જતું હતું. ત્યારે આ અંગે અવારવનાર અમરેલી નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં નહીં લેવામાં આવતા આજે મહિલાઓએ રણચંડી બની સ્પા સેન્ટરોમાં ત્રાટકી હતી. અમરેલી સહિત જિલ્લાભરના તમામ સ્પા સેન્ટરો બંધ કરાવાશે: SP સંજય ખરાટ સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ કરતા ગેરકાયદેસર ચાલતા સ્પાના સંચાલકોને ભાગવાનો વારો આવ્યો હતો અને સાથે સાથે અયોધ્યા એપાર્ટમેન્ટની સામે આવેલી હોટલમાં પણ જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં ચારેક જેટલા કપલ જે કોલેજીયન હોવાનું માલુમ પડતા હતા, એવા છોકરા છોકરીઓને પણ રૂમ ભાડે આપી ગોરખધંધા કરાવતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે સ્થાનિકો અમરેલી એસપી કચેરી પહોંચ્યા હતા અને અમરેલી નવનિયુક્ત એસપી સંજય ખરાટે અમરેલી સહિત જિલ્લાભરના તમામ સ્પા સેન્ટરો બંધ કરાવવાની ખાતરી આપી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી શહેરમાં બિન કાયદેસર ધમધમતા સ્પા સેન્ટરો ઉપર સ્થાનિકોએ અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં નહીં લેવામાં આવતા સ્થાનિક મહિલાઓએ સ્પા સેન્ટરો પર રેડ પાડી હતી અને સ્પા સેન્ટરોના બોર્ડ ઉખેડી કાઢ્યા હતા અને મોટો હલ્લાબોલ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે શું છે સમગ્ર વિગત વાંચો આ રિપોર્ટમાં.
સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તંત્રએ ના લીધા કોઈ પગલા
અમરેલી શહેરમાં ઠેક ઠેકાણે સ્પાના હાટડાઓ શરૂ થઈ ગયા હતા અને છેલ્લા 2-3 વર્ષથી ગેરકાયદેસર રીતે એપાર્ટમેન્ટ સહિતની જગ્યાઓમાં સ્પા ચાલી રહ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, કારણ કે સ્પાની આડમાં ગોરખધંધા પણ ચાલતા હતા અને સ્થાનિકોને ત્યાંથી નીકળવું પણ ભારે પડી જતું હતું. ત્યારે આ અંગે અવારવનાર અમરેલી નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં નહીં લેવામાં આવતા આજે મહિલાઓએ રણચંડી બની સ્પા સેન્ટરોમાં ત્રાટકી હતી.
અમરેલી સહિત જિલ્લાભરના તમામ સ્પા સેન્ટરો બંધ કરાવાશે: SP સંજય ખરાટ
સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ કરતા ગેરકાયદેસર ચાલતા સ્પાના સંચાલકોને ભાગવાનો વારો આવ્યો હતો અને સાથે સાથે અયોધ્યા એપાર્ટમેન્ટની સામે આવેલી હોટલમાં પણ જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં ચારેક જેટલા કપલ જે કોલેજીયન હોવાનું માલુમ પડતા હતા, એવા છોકરા છોકરીઓને પણ રૂમ ભાડે આપી ગોરખધંધા કરાવતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે સ્થાનિકો અમરેલી એસપી કચેરી પહોંચ્યા હતા અને અમરેલી નવનિયુક્ત એસપી સંજય ખરાટે અમરેલી સહિત જિલ્લાભરના તમામ સ્પા સેન્ટરો બંધ કરાવવાની ખાતરી આપી હતી.