Suratમાં પોલીસ રેડ કરવા ગઈ અને બુટલેગરે પોલીસનો ફોડ તોડી નાખ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ફરી એકવાર સુરત પોલીસ પર બુટલેગરો હાવી થયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે,જેમાં સુરત જીઆઈડીસી પોલીસ બુટલેગરના ઘરે રેડ કરવા ગઈ તે દરમિયાન બુટલેગર પરિવારે પોલીસ પર હુમલો કરી દીધો છે,બુટલેગર નયનાએ પોલીસ સાથે માથાકૂટ કરીને ફોન તોડી નાખ્યો હોવાની વાત સામે આવી છે.બુટલેગર નયના અને તેનો જમાઈએ કરી બબાલ.
સચીન GIDC પોલીસે કરી હતી બુટલેગરના ઘરે રેડ
સચીન જીઆઈડીસી પોલીસ બુટલેગરના ઘરે રેડ કરવા ગઈ અને વીલા મોઢે પરત ફરી હતી પોલીસનો ફોન તોડી નાખતા મામલો બિચકયો હતો પોલીસે વીડિયો ઉતરવાનું શરૂ કર્યુ અને બુટલેગરે આવીને ફોન તોડી નાખ્યો અગાઉ પણ સુરતમાં એક બુટલેગરે પોલીસનો ફોન તોડી નાખ્યો હતો.સચિન GIDC વિસ્તારમાં આવેલા ગભેણી ગામમાં મહિલા બૂટલેગરના ઘરમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા સચિન GIDC પોલીસ બૂટલેગરના ઘરે પહોંચી હતી. પોલીસ ઘરમાં ઘૂસતાની સાથે જ મહિલા બૂટલેગર અને તેના મળતિયાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.પોલીસની સામે હોબાળો થતા પોલીસ ઘરમાંથી નીકળી ગઈ હતી.
પોલીસે નોંધ્યો ગુનો
આ મામલે મળતી માહિતી પ્રમાણે આ વીડિયો 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી રેડના છે. મહિલા બૂટલેગર એના તેના પતિ દ્વારા પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસે 118 લીટર દેશી દારૂ પણ કબજે કર્યો હતો અને મહિલા બૂટલેગર નયના અને તેના પતિ વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો.એક પોલીસકર્મી દ્વારા કોઇને ફોન કરવામાં આવતો હોવાની જાણ થતાં જ મહિલા બૂટલેગર દ્વારા તેની પાસેથી ફોન લઈ લેવામાં આવ્યો હતો અને નીચે ફેંકીને તોડી નાખવામાં આવ્યો હતો. વીડિયો બનતો હોવાને લઈને પોલીસ અને મહિલા બૂટલેગર અને તેના મળતીયાઓ વચ્ચે ઘર્ષણ પર સર્જાયું હતું અને ઝપાઝપી થઈ હતી.
What's Your Reaction?






