Ahmedabadના નરોડા પોલીસ સ્ટેશનની PCR કારમાંથી ઝડપાયો દારૂ, નોંધાઈ પોલીસ ફરિયાદ

અમદાવાદમાં પોલીસની સરકારી ગાડીમાંથી દારૂ મળી આવ્યો છે જેમાં નરોડા પોલીસની PCR ગાડીમાંથી દારૂ મળતા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે,ઈન્ચાર્જ સતીશ ઠાકોર અને વિક્રમ રાજપૂત સામે ફરિયાદ નોંધાઈ હોવાની વાત સામે આવી છે જેમાં દારુ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની વાત સામે આવી છે,પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈને આ બાબતે માહિતી મળતા નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. નરોડા પોલીસ સ્ટેશનની સરકારી ગાડીમાંથી મળ્યો દારૂ પોલીસની ખાનગી કારમાંથી દારૂ મળે છે એ વાત તો સાંભળી છે પરંતુ સરકારી કારમાંથી દારૂ મળવો એ કોઈ સામાન્ય વાત નથી,આવી જ ઘટના નરોડા પોલીસ સ્ટેશનમાં બની છે જેમાં પોલીસે ચાલુ ફરજ દરમિયાન રીક્ષા ચાલક પાસેથી દારૂ લીધો હોવાની વાત સામે આવી છે અમદાવાદ શહેરમાં નરોડા પોલીસ સ્ટેશનની PCR કારમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવી છે,PCR ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ અને 30,000 રોકડ મળી આવતા ગુનો નોંધાયો છે.નરોડા પીઆઈ પણ દારૂના કેસમાં સસ્પેન્ડ છે નરોડા જીઆઈડીસીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂનું ગોડાઉન પકડી પાડ્યું હતું, જેમાં નરોડા પોલીસની ગંભીર બેદરકારી હોવાનું સામે આવતા પોલીસ કમિશનરે નરોડા પીઆઈ એમ. વી. પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. બુટલેગરોએ આ ગોડાઉન દોઢ મહિનાથી ભાડે રાખ્યું હતું અને ત્યાંથી નમકીનની આડમાં દારૂ સપ્લાય થતો હતો. 25 ડિસેમ્બર 2024ના રોજ પોલીસના ઘરેથી દારૂ મળી આવ્યો હતો આણંદના પેટલાદમાં પોલીસકર્મીના ઘરમાંથી દારુ ઝડપાયો હતો,જેમાં શહેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલના ઘરેથી દારુ ઝડપાયો હતો અને હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી,સુણાવ રોડના પંચવટી પાર્કમાં રહેતો હતો કોન્સ્ટેબલ અને આણંદ LCBની રેડમાં વિદેશી દારુની પેટીઓ ઝડપાઇ હતી.પોલીસે 3.63 લાખનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથધરી હતી.  

Ahmedabadના નરોડા પોલીસ સ્ટેશનની PCR કારમાંથી ઝડપાયો દારૂ, નોંધાઈ પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં પોલીસની સરકારી ગાડીમાંથી દારૂ મળી આવ્યો છે જેમાં નરોડા પોલીસની PCR ગાડીમાંથી દારૂ મળતા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે,ઈન્ચાર્જ સતીશ ઠાકોર અને વિક્રમ રાજપૂત સામે ફરિયાદ નોંધાઈ હોવાની વાત સામે આવી છે જેમાં દારુ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની વાત સામે આવી છે,પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈને આ બાબતે માહિતી મળતા નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.

નરોડા પોલીસ સ્ટેશનની સરકારી ગાડીમાંથી મળ્યો દારૂ

પોલીસની ખાનગી કારમાંથી દારૂ મળે છે એ વાત તો સાંભળી છે પરંતુ સરકારી કારમાંથી દારૂ મળવો એ કોઈ સામાન્ય વાત નથી,આવી જ ઘટના નરોડા પોલીસ સ્ટેશનમાં બની છે જેમાં પોલીસે ચાલુ ફરજ દરમિયાન રીક્ષા ચાલક પાસેથી દારૂ લીધો હોવાની વાત સામે આવી છે અમદાવાદ શહેરમાં નરોડા પોલીસ સ્ટેશનની PCR કારમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવી છે,PCR ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ અને 30,000 રોકડ મળી આવતા ગુનો નોંધાયો છે.


નરોડા પીઆઈ પણ દારૂના કેસમાં સસ્પેન્ડ છે

નરોડા જીઆઈડીસીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂનું ગોડાઉન પકડી પાડ્યું હતું, જેમાં નરોડા પોલીસની ગંભીર બેદરકારી હોવાનું સામે આવતા પોલીસ કમિશનરે નરોડા પીઆઈ એમ. વી. પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. બુટલેગરોએ આ ગોડાઉન દોઢ મહિનાથી ભાડે રાખ્યું હતું અને ત્યાંથી નમકીનની આડમાં દારૂ સપ્લાય થતો હતો.

25 ડિસેમ્બર 2024ના રોજ પોલીસના ઘરેથી દારૂ મળી આવ્યો હતો

આણંદના પેટલાદમાં પોલીસકર્મીના ઘરમાંથી દારુ ઝડપાયો હતો,જેમાં શહેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલના ઘરેથી દારુ ઝડપાયો હતો અને હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી,સુણાવ રોડના પંચવટી પાર્કમાં રહેતો હતો કોન્સ્ટેબલ અને આણંદ LCBની રેડમાં વિદેશી દારુની પેટીઓ ઝડપાઇ હતી.પોલીસે 3.63 લાખનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથધરી હતી.