Suratમાં કોલકાતાની ઘટનાને લઈ તબીબોમાં રોષ, એક દિવસની ભૂખ હડતાળ પર બેઠા

કોલકાતાની ઘટનાને લઈ સુરતના તબીબોમાં હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરની નવી સિવિલના તબીબો તેને લઈને એક દિવસની ભૂખ હડતાળ પર ઉતર્યા છે. MBBS અને 10 રેસિડન્ટ ડોક્ટર ભૂખ હડતાળ પર બેઠા છે.માગણી પુરી ન થાય તો આક્રમક આંદોલનની ચીમકી ત્યારે તબીબોની આ ભૂખ હડતાળના સમર્થનમાં બીજા 200 ડોકટરોએ પણ સમર્થન આપ્યું છે. ડોક્ટરની એક જ માગ છે કે કલકત્તા કેસમાં ન્યાય થાય અને ગુજરાતના ડોકટરોના રક્ષણ માટે પણ કાયદો બનાવવામાં આવે. ત્યારે બીજી તરફ ડોક્ટરોએ આક્ષેપ કર્યો કે સરકારે વચન પાળ્યું નથી. IMAના નેજા હેઠળ હાલમાં એક દિવસની ભૂખ હડતાળ કરવામાં આવી છે પણ જો માગણી પુરી નહીં થાય તો આક્રમક આંદોલનની ચીમકી આપવામાં આવી છે. 19 સપ્ટેમ્બરે કોલકાતામાં જુનિયર ડોક્ટરની હડતાલ સમાપ્ત થઈ હતી તમને જણાવી દઈએ કે કોલકત્તામાં મહિલા તબીબ પર આચરવામાં આવેલા દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને તમામ લોકો દુષ્કર્મ આચરનારા નરાધમોને ફાંસીની સજા થાય તેવી માગ કરી રહ્યા હતા. જેને લઈને કોલકત્તામાં જુનિયર ડોક્ટરો હડતાલ પર પણ બેઠા હતા પણ 19 સપ્ટેમ્બરે કોલકાતામાં જુનિયર ડોક્ટરની હડતાલ સમાપ્ત થઈ હતી અને RG કરના જુનિયર ડોક્ટરો 41 દિવસ પછી કામ પર પરત ફર્યા હતા અને ત્યારબાદ જુનિયર ડોક્ટરોએ સ્વાસ્થ્ય ભવનથી લઈને સીબીઆઈ ઓફિસ સુધી રેલી કાઢી હતી.સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને આપ્યો હતો ઝટકો 17 સપ્ટેમ્બરે કોલકાતા બળાત્કાર-હત્યા કેસ મુદ્દે SCમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે મહિલા ડૉક્ટરોને નાઈટ શિફ્ટ કરતા ન રોકી શકાય, નાઈટ ડ્યુટી નાબૂદના નિર્ણય બદલ બંગાળ સરકારને કોર્ટે ઝટકો આપ્યો હતો અને કહ્યું હતું કે તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ કરી શકતી નથી? સરકારનું કામ તેમને સુરક્ષા આપવાનું છે. આ સાથે જ વિકિપીડિયાને મૃતક ડોક્ટરનું નામ અને ફોટો હટાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે CBI ઊંડાણપૂર્વક કેસની તપાસ કરી રહી છે સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ, સુપ્રીમ કોર્ટે CBI તપાસ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે CBI ઊંડાણપૂર્વક કેસની તપાસ કરી રહી છે. રિપોર્ટમાં લખેલી ઘણી બાબતો પરેશાન કરનારી છે. CBIએ પીડિતાના પરિવાર સાથે પણ વાત કરવી જોઈએ.

Suratમાં કોલકાતાની ઘટનાને લઈ તબીબોમાં રોષ, એક દિવસની ભૂખ હડતાળ પર બેઠા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોલકાતાની ઘટનાને લઈ સુરતના તબીબોમાં હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરની નવી સિવિલના તબીબો તેને લઈને એક દિવસની ભૂખ હડતાળ પર ઉતર્યા છે. MBBS અને 10 રેસિડન્ટ ડોક્ટર ભૂખ હડતાળ પર બેઠા છે.

માગણી પુરી ન થાય તો આક્રમક આંદોલનની ચીમકી

ત્યારે તબીબોની આ ભૂખ હડતાળના સમર્થનમાં બીજા 200 ડોકટરોએ પણ સમર્થન આપ્યું છે. ડોક્ટરની એક જ માગ છે કે કલકત્તા કેસમાં ન્યાય થાય અને ગુજરાતના ડોકટરોના રક્ષણ માટે પણ કાયદો બનાવવામાં આવે. ત્યારે બીજી તરફ ડોક્ટરોએ આક્ષેપ કર્યો કે સરકારે વચન પાળ્યું નથી. IMAના નેજા હેઠળ હાલમાં એક દિવસની ભૂખ હડતાળ કરવામાં આવી છે પણ જો માગણી પુરી નહીં થાય તો આક્રમક આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

19 સપ્ટેમ્બરે કોલકાતામાં જુનિયર ડોક્ટરની હડતાલ સમાપ્ત થઈ હતી

તમને જણાવી દઈએ કે કોલકત્તામાં મહિલા તબીબ પર આચરવામાં આવેલા દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને તમામ લોકો દુષ્કર્મ આચરનારા નરાધમોને ફાંસીની સજા થાય તેવી માગ કરી રહ્યા હતા. જેને લઈને કોલકત્તામાં જુનિયર ડોક્ટરો હડતાલ પર પણ બેઠા હતા પણ 19 સપ્ટેમ્બરે કોલકાતામાં જુનિયર ડોક્ટરની હડતાલ સમાપ્ત થઈ હતી અને RG કરના જુનિયર ડોક્ટરો 41 દિવસ પછી કામ પર પરત ફર્યા હતા અને ત્યારબાદ જુનિયર ડોક્ટરોએ સ્વાસ્થ્ય ભવનથી લઈને સીબીઆઈ ઓફિસ સુધી રેલી કાઢી હતી.

સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને આપ્યો હતો ઝટકો

17 સપ્ટેમ્બરે કોલકાતા બળાત્કાર-હત્યા કેસ મુદ્દે SCમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે મહિલા ડૉક્ટરોને નાઈટ શિફ્ટ કરતા ન રોકી શકાય, નાઈટ ડ્યુટી નાબૂદના નિર્ણય બદલ બંગાળ સરકારને કોર્ટે ઝટકો આપ્યો હતો અને કહ્યું હતું કે તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ કરી શકતી નથી? સરકારનું કામ તેમને સુરક્ષા આપવાનું છે. આ સાથે જ વિકિપીડિયાને મૃતક ડોક્ટરનું નામ અને ફોટો હટાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે CBI ઊંડાણપૂર્વક કેસની તપાસ કરી રહી છે

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ, સુપ્રીમ કોર્ટે CBI તપાસ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે CBI ઊંડાણપૂર્વક કેસની તપાસ કરી રહી છે. રિપોર્ટમાં લખેલી ઘણી બાબતો પરેશાન કરનારી છે. CBIએ પીડિતાના પરિવાર સાથે પણ વાત કરવી જોઈએ.