Patan જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ, ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ

પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. શંખેશ્વર તાલુકામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો છે. શંખેશ્વર, પાડલા, મોટી ચદૂર સહિત ચાસર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે.પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી જો કે આ પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે અને કપાસ, એરંડા સહિત અન્ય પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે વલસાડના કપરાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કપરાડામા 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોના ઉભા પાકને પણ વરસાદથી નુકસાન થયું છે તો બીજી તરફ કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ભચાઉ અને રાપર પંથકમાં વરસાદ વરસ્યો છે. અબડાસાના કેટલાક ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો છે, વરસાદ બાદ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જામનગરના કાલાવડમાં નદી-નાળા છલકાયા જામનગરના કાલાવડમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાયા છે. ટોડા, ભંગડા, માછરડાં, સનાળામાં વરસાદ વરસ્યો છે. ફગાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જો કે 3 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસતા માછરડા ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ટોડા ગામના ચેકડેમ ઓવરફલો થયા છે. ત્યારે ખેડૂતોના મગફળીના પાથરા પણ પલળી ગયા છે.આજે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી ત્યારે આજે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.વરસાદની સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ થશે ત્યારે રાજ્યમાં વરસાદની સાથે થન્ડર સ્ટ્રોમની એક્ટિવિટી પણ થશે. આવતીકાલે પણ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, નર્મદા, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે વરસાદની સાથે તાપમાનમાં પણ વધારો થશે અને રાજ્યમાં તાપમાન 3 ડિગ્રી સુધી ઉંચું જઈ શકે છે. 

Patan જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ, ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. શંખેશ્વર તાલુકામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો છે. શંખેશ્વર, પાડલા, મોટી ચદૂર સહિત ચાસર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે.

પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

જો કે આ પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે અને કપાસ, એરંડા સહિત અન્ય પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે વલસાડના કપરાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કપરાડામા 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોના ઉભા પાકને પણ વરસાદથી નુકસાન થયું છે તો બીજી તરફ કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ભચાઉ અને રાપર પંથકમાં વરસાદ વરસ્યો છે. અબડાસાના કેટલાક ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો છે, વરસાદ બાદ રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

જામનગરના કાલાવડમાં નદી-નાળા છલકાયા

જામનગરના કાલાવડમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાયા છે. ટોડા, ભંગડા, માછરડાં, સનાળામાં વરસાદ વરસ્યો છે. ફગાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જો કે 3 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસતા માછરડા ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ટોડા ગામના ચેકડેમ ઓવરફલો થયા છે. ત્યારે ખેડૂતોના મગફળીના પાથરા પણ પલળી ગયા છે.

આજે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી

ત્યારે આજે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ થશે

ત્યારે રાજ્યમાં વરસાદની સાથે થન્ડર સ્ટ્રોમની એક્ટિવિટી પણ થશે. આવતીકાલે પણ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, નર્મદા, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે વરસાદની સાથે તાપમાનમાં પણ વધારો થશે અને રાજ્યમાં તાપમાન 3 ડિગ્રી સુધી ઉંચું જઈ શકે છે.