Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરે રૂ.4.09 કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયા સામે 4.09 કરોડની ઉચાપતની ફરિયાદ નોધાઈ છે જેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પ્રોફેસર કમલજીત લખતરિયાની ધરપકડ કરીને 4 દિવસના રીમાન્ડ પર લેવાયો છે.ગુજરાતી યુનિવર્સિટીના અધિકારીએ ક્રાઈમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવી છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર કમલજીત લખતરિયા વર્ષ 2015થી એનીમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડીનેટર તરીકેનો ચાર્જ સંભાળતા હતા. બાદમાં એનીમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે MOU થયા હતા જેમાં ખાનગી કંપનીઓને નોલેજ પાર્ટનર તરીકે રોકવામાં આવી હતી. એમઓયુ મુજબ એનિમેશન વિભાગમાં આવનારી ફીની આવકના 30 ટકા ગુજરાત યુનિવર્સિટીને આપવાના હતા જયારે 70% એનિમેશન વિભાગને લેવાના હતા. ગુજરાત યુનિવર્સિટીના નાણા સમયસર આપવાની જવાબદારી કમલજીત લખતરિયા કો-ઓર્ડીનેટરની હતી. 2023માં કાર્યકારી ચીફ્ એકાઉન્ટન્ટ દ્રારા તપાસ કરાતા અનેક ગેરરીતિઓ બહાર આવી હતી જેમાં એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતિમાં તપાસ માટે CAની નિમણૂક કરવામાં આવી હતી આ કેસમાં કમલજીત લખતરિયાને નાણાકીય ગેરરીતિ બદલ ફરજ મોકુફ્ કરી દઈને નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની અધ્યક્ષતામાં ઇન્કવાયરી કરાઈ હતી. આ તપાસમાં પણ કમલજીતે પોતાના અંગત વપરાશ માટે ખાતામાં, સંબંધીઓના ખાતામાં તથા વેપારીઓના ખાતામાં જેના આધાર પુરાવા નથી તથા નોલેજ પાર્ટનરના ખાતામાં જરૂર કરતાં વધુ એમ કુલ 4.09 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ ઉપરાંત 16.64 કરોડ રૂપિયાની રકમના ખર્ચ કર્યા છે. જે બાબતે કોઈ પરવાનગી કે આધાર પુરાવા આપ્યા નહોતા . જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કમલજીત લખતરિયાની ધરપકડકરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયા સામે 4.09 કરોડની ઉચાપતની ફરિયાદ નોધાઈ છે જેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પ્રોફેસર કમલજીત લખતરિયાની ધરપકડ કરીને 4 દિવસના રીમાન્ડ પર લેવાયો છે.
ગુજરાતી યુનિવર્સિટીના અધિકારીએ ક્રાઈમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવી છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર કમલજીત લખતરિયા વર્ષ 2015થી એનીમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડીનેટર તરીકેનો ચાર્જ સંભાળતા હતા. બાદમાં એનીમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે MOU થયા હતા જેમાં ખાનગી કંપનીઓને નોલેજ પાર્ટનર તરીકે રોકવામાં આવી હતી. એમઓયુ મુજબ એનિમેશન વિભાગમાં આવનારી ફીની આવકના 30 ટકા ગુજરાત યુનિવર્સિટીને આપવાના હતા જયારે 70% એનિમેશન વિભાગને લેવાના હતા. ગુજરાત યુનિવર્સિટીના નાણા સમયસર આપવાની જવાબદારી કમલજીત લખતરિયા કો-ઓર્ડીનેટરની હતી. 2023માં કાર્યકારી ચીફ્ એકાઉન્ટન્ટ દ્રારા તપાસ કરાતા અનેક ગેરરીતિઓ બહાર આવી હતી જેમાં એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતિમાં તપાસ માટે CAની નિમણૂક કરવામાં આવી હતી આ કેસમાં કમલજીત લખતરિયાને નાણાકીય ગેરરીતિ બદલ ફરજ મોકુફ્ કરી દઈને નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની અધ્યક્ષતામાં ઇન્કવાયરી કરાઈ હતી. આ તપાસમાં પણ કમલજીતે પોતાના અંગત વપરાશ માટે ખાતામાં, સંબંધીઓના ખાતામાં તથા વેપારીઓના ખાતામાં જેના આધાર પુરાવા નથી તથા નોલેજ પાર્ટનરના ખાતામાં જરૂર કરતાં વધુ એમ કુલ 4.09 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ ઉપરાંત 16.64 કરોડ રૂપિયાની રકમના ખર્ચ કર્યા છે. જે બાબતે કોઈ પરવાનગી કે આધાર પુરાવા આપ્યા નહોતા . જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કમલજીત લખતરિયાની ધરપકડકરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.