નકલી કોર્ટ કેસ: આરોપીના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા પોલીસ સામે ફરિયાદ
ગાંધીનગરમાં નકલી લવાદ તરીકે કામ કરતા મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે અમદાવાદ સિટી સિવિલ કોર્ટનાં આદેશથી કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ગઈકાલે તેની રાત્રે 8 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આજે મોરિસને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મોરિસના વકીલ તરીકે આનંદ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. મોરિસને જોવા માટે મેટ્રો કોર્ટમાં વકીલો ઉમટી પડ્યા હતા. મેટ્રો કોર્ટમાં પોલીસ દ્વારા મોરિસના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. આ દરમિયાન મોરિસે કોર્ટમાં જાતે રજૂઆત કરી હતી. જેમાં કાયદાની ડિગ્રીમાં PhD કરાયાનો દાવો કર્યો હતો. તેના નામની આગળ ડોક્ટરની પદવી લગાડવામાં આવી હતી. આ ઉપરાંત મોરિસે ધરપકડ બાદ ગાંધીનગર લઈ જઈ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લાત અને પટ્ટો માર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરિસ સામે ગુજરાત હાઇકોર્ટમાં પણ કોર્ટના તિરસ્કારની અરજી પણ થઈ હતી. હવે વધુ માહિતી મળી છે કે, DCB ખાતે વર્ષ 2007માં IPC 406 અને 420 મુજબ ફરિયાદ નોંધાઈ હતી તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને તેનું સભ્યપદ અને ડિગ્રીની ખરાઈ કરવા DCBએ પત્ર પણ લખ્યો હતો. ગુન્હો કબૂલ કરવા માટે પોલીસે બળજબરી કરી મોરિસે મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ઉંમર- 46 વર્ષ, ધર્મ- ખ્રિસ્તી, વ્યવસાય- લાવદ જજ. કારંજ પોલીસે અટક કરી રિમાન્ડ માટે રજૂ કર્યો છે, ત્યારે નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ છે કે, ગઈકાલે રાતે 8 વાગ્યે ધરપકડ કરાતાં અમને પોલીસની બે ગાડીઓમાં બેસાડી ગાંધીનગર લઇ જવામાં આવ્યો હતો. કારંજ પોલીસ સ્ટાફ સાથે ગાંધીનગર સેક્ટર 24, જીગર અમી કોમ્પલેક્સ કોલવડા રોડ ખાતે તપાસ બાબતે મને PI ચૌધરી જે તપાસ અધિકારી છે તેમણે મને લાફો મારી તથા મને આ ગુનામાં કબૂલ કરવા માટે બળજબરી કરી હતી. તથા તેમાં મારા નંબરના ચશ્માં પણ તૂટી ગયા. ત્યાર બાદ કારંજ પોલીસ મથકના PIએ પાંસળીના ભાગે લાતો મારી, જાંઘ ઉપર પટ્ટા વડે મારી ગુનો કબુલ કરવા કહ્યું હતું. સાથેના સ્ટાફમાં ચાર પોલીસવાળાને જોઈ ઓળખી શકાય, તેમણે આ બાબતે ગુનો કબુલ કરવા દબાણ કર્યું હતું. ઇજાઓ જોઈને યોગ્ય હુકમ કરવા મહેરબાની કરી હતી આજે સવારે એમણે વીએસ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લઇ જતા ઉપરોક્ત હિંસક ઘટનાની વાતો ડોક્ટરને કહી, તેઓએ મને આ બાબતે નામદાર કોર્ટ સમક્ષ હાજર થઈ હુકમ લાવવા કહ્યું હતું. જેથી યોગ્ય સારવાર માટે હાલ પણ સારવાર કરી નહીં. જેથી નમ્ર અરજ એવી છે કે ફરિયાદમાં આ ગંભીરતા પૂર્વક ધ્યાને લઇ યોગ્ય સારવાર કરવામાં આવે, અમે તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ. ડાબા હાથના પંજા ઉપર નખના ક્ટનો નિશાન છે કે, જેમાંથી લોહી નીકળ્યું હતું. જેથી કોર્ટે આ બાબતને ધ્યાને લઇને, ઇજાઓ જોઈને યોગ્ય હુકમ કરવા મહેરબાની કરી હતી. આવતીકાલે રિપોર્ટ સાથે મોરિસને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું જોકે, ઇજાઓ જોવા જજ આરોપીને ચેમ્બરમાં લઈ ગયા હતા. જે બાદ ચેમ્બરમાંથી બહાર નીકળ્યા હતા અને આરોપીને જેલના ડોકટર પાસે સારવાર કરાવી આવતીકાલે બપોરે 3.30 કલાકે રિપોર્ટ સાથે કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું. 100 એકરથી વધુની સરકારી જમીનો નામે કરવાના નકલી હુકમો ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની જમીન નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેશન જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના કૌભાંડનો ઘટસ્ફોટ થતાં તેની ધરપકડ કરાઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અત્યારસુધીમાં 100 એકરથી વધુની સરકારી જમીનો દાવો કરનારના નામે કરવાના નકલી હુકમો કરીને અબજો રૂપિયાની જમીન હડપ લીધી છે. મોરિસની મોડસ ઓપરેન્ડી એવી રહી છે કે તેણે પોતાની જાતને આર્બિટ્રેટર જજ બનીને નકલી સ્ટાફ અને વકીલો રાખીને કોર્ટનો માહોલ ઊભો કર્યો હતો. નકલી વિઝા કૌભાંડમાં મુંબઈમાં પકડાયો હતો મોરિસ પાસે 9 અલગ-અલગ નામના ભારતીય પાસપોર્ટ મળ્યા હતા તેમજ મોરિસ નકલી વિઝા કૌભાંડમાં મુંબઈમાં પકડાયો હતો અને જામીન પર છૂટ્યો પણ હતો. તેની પાસે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું સભ્યપદ નહીં હોવા છતાં તે વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. ઉપરાંત DCB પોલીસ મથકે વર્ષ 2006માં મોરિસ સામે IPC 465, 468, 471 અને 114 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. મોરિસ પોતે ઇન્ટરનેશનલ બાર કાઉન્સિલ લંડનનો સભ્ય હોવાનો દાવો કરતો હતો. તે દિલ્હીની લો કોલેજમાંથી અભ્યાસ કર્યો હોવાનું પણ દાવો કરતો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના એક આરોપીના જામીન અપાવેલા મોરિસને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સનદ આપી શકાય કે કેમ? એ અંગે ગુજરાત બાર કાઉન્સિલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો હતો, જેનો નકારાત્મક જવાબ મળ્યો હતો. આશ્ચર્યજનક રીતે મોરિસે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં હાજર રહીને એક આરોપીના જામીન પણ મેળવ્યા હતા. સનદ વિના હાજર થનારી આવી વ્યક્તિને એ સમયે 6 મહિના સુધીની કેદની જોગવાઈ પણ હતી. 2007માં મોરિસ સામે બાર કાઉન્સિલે કોર્ટમાં અરજી કરી હતી મોરિસ સામે તપાસ માટે વર્ષ 2007માં બાર કાઉન્સિલ વતી એડવોકેટ અનિલ કેલ્લાએ કોર્ટમાં અરજી પણ આપી હતી, જેના આધારે કોર્ટે DCBને તપાસ સોંપી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં કોર્ટમાં અરજી થઈ હતી કે મોરિસ ક્રિશ્ચિયન ગેરકાયદે રીતે લવાદની કોર્ટ ચલાવે છે અને તેને અરજદાર પાસેથી 1 લાખ રૂપિયા પણ પડાવી લીધા છે. તે છેલ્લાં 20 વર્ષથી આવું કામ કરી રહ્યો છે. વિદેશમાં એલએલબીનો અભ્યાસ કર્યો હોવાનો દાવો ગાંધીનગરના આદરજમાં રહેતા મોરિસ વિદેશમાં એલએલબીનો અભ્યાસ કર્યો હોવાનું કહેતો હતો. કોર્ટ જેવો માહોલ ઊભો કરીને પોતાને આર્બિટ્રેશન જજ હોવાનું કહેતો હતો. મોરિસ સામે અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ધરપકડ અમદાવાદ શહેરમાં આર્બિટ્રેટર તરીકે પાસ કરેલા ઓર્ડરની દરખાસ્તમાં કોર્ટના ધ્યાનમાં ગોટાળા થયા હોવાની બાબત સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એ મામલે પોલીસે આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ધરપકડ કરી છે. આ કિસ્સામાં આરોપી મોરિસ ક્રિશ્ચિયન પોતે આર્બિટ્રેટર હોવાની ઓળખ આપત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં નકલી લવાદ તરીકે કામ કરતા મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે અમદાવાદ સિટી સિવિલ કોર્ટનાં આદેશથી કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ગઈકાલે તેની રાત્રે 8 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આજે મોરિસને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મોરિસના વકીલ તરીકે આનંદ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. મોરિસને જોવા માટે મેટ્રો કોર્ટમાં વકીલો ઉમટી પડ્યા હતા. મેટ્રો કોર્ટમાં પોલીસ દ્વારા મોરિસના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. આ દરમિયાન મોરિસે કોર્ટમાં જાતે રજૂઆત કરી હતી. જેમાં કાયદાની ડિગ્રીમાં PhD કરાયાનો દાવો કર્યો હતો. તેના નામની આગળ ડોક્ટરની પદવી લગાડવામાં આવી હતી. આ ઉપરાંત મોરિસે ધરપકડ બાદ ગાંધીનગર લઈ જઈ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લાત અને પટ્ટો માર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મોરિસ સામે ગુજરાત હાઇકોર્ટમાં પણ કોર્ટના તિરસ્કારની અરજી પણ થઈ હતી. હવે વધુ માહિતી મળી છે કે, DCB ખાતે વર્ષ 2007માં IPC 406 અને 420 મુજબ ફરિયાદ નોંધાઈ હતી તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને તેનું સભ્યપદ અને ડિગ્રીની ખરાઈ કરવા DCBએ પત્ર પણ લખ્યો હતો.
ગુન્હો કબૂલ કરવા માટે પોલીસે બળજબરી કરી
મોરિસે મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ઉંમર- 46 વર્ષ, ધર્મ- ખ્રિસ્તી, વ્યવસાય- લાવદ જજ. કારંજ પોલીસે અટક કરી રિમાન્ડ માટે રજૂ કર્યો છે, ત્યારે નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ છે કે, ગઈકાલે રાતે 8 વાગ્યે ધરપકડ કરાતાં અમને પોલીસની બે ગાડીઓમાં બેસાડી ગાંધીનગર લઇ જવામાં આવ્યો હતો. કારંજ પોલીસ સ્ટાફ સાથે ગાંધીનગર સેક્ટર 24, જીગર અમી કોમ્પલેક્સ કોલવડા રોડ ખાતે તપાસ બાબતે મને PI ચૌધરી જે તપાસ અધિકારી છે તેમણે મને લાફો મારી તથા મને આ ગુનામાં કબૂલ કરવા માટે બળજબરી કરી હતી. તથા તેમાં મારા નંબરના ચશ્માં પણ તૂટી ગયા. ત્યાર બાદ કારંજ પોલીસ મથકના PIએ પાંસળીના ભાગે લાતો મારી, જાંઘ ઉપર પટ્ટા વડે મારી ગુનો કબુલ કરવા કહ્યું હતું. સાથેના સ્ટાફમાં ચાર પોલીસવાળાને જોઈ ઓળખી શકાય, તેમણે આ બાબતે ગુનો કબુલ કરવા દબાણ કર્યું હતું.
ઇજાઓ જોઈને યોગ્ય હુકમ કરવા મહેરબાની કરી હતી
આજે સવારે એમણે વીએસ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લઇ જતા ઉપરોક્ત હિંસક ઘટનાની વાતો ડોક્ટરને કહી, તેઓએ મને આ બાબતે નામદાર કોર્ટ સમક્ષ હાજર થઈ હુકમ લાવવા કહ્યું હતું. જેથી યોગ્ય સારવાર માટે હાલ પણ સારવાર કરી નહીં. જેથી નમ્ર અરજ એવી છે કે ફરિયાદમાં આ ગંભીરતા પૂર્વક ધ્યાને લઇ યોગ્ય સારવાર કરવામાં આવે, અમે તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ. ડાબા હાથના પંજા ઉપર નખના ક્ટનો નિશાન છે કે, જેમાંથી લોહી નીકળ્યું હતું. જેથી કોર્ટે આ બાબતને ધ્યાને લઇને, ઇજાઓ જોઈને યોગ્ય હુકમ કરવા મહેરબાની કરી હતી.
આવતીકાલે રિપોર્ટ સાથે મોરિસને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું
જોકે, ઇજાઓ જોવા જજ આરોપીને ચેમ્બરમાં લઈ ગયા હતા. જે બાદ ચેમ્બરમાંથી બહાર નીકળ્યા હતા અને આરોપીને જેલના ડોકટર પાસે સારવાર કરાવી આવતીકાલે બપોરે 3.30 કલાકે રિપોર્ટ સાથે કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું.
100 એકરથી વધુની સરકારી જમીનો નામે કરવાના નકલી હુકમો
ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની જમીન નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેશન જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના કૌભાંડનો ઘટસ્ફોટ થતાં તેની ધરપકડ કરાઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અત્યારસુધીમાં 100 એકરથી વધુની સરકારી જમીનો દાવો કરનારના નામે કરવાના નકલી હુકમો કરીને અબજો રૂપિયાની જમીન હડપ લીધી છે. મોરિસની મોડસ ઓપરેન્ડી એવી રહી છે કે તેણે પોતાની જાતને આર્બિટ્રેટર જજ બનીને નકલી સ્ટાફ અને વકીલો રાખીને કોર્ટનો માહોલ ઊભો કર્યો હતો.
નકલી વિઝા કૌભાંડમાં મુંબઈમાં પકડાયો હતો
મોરિસ પાસે 9 અલગ-અલગ નામના ભારતીય પાસપોર્ટ મળ્યા હતા તેમજ મોરિસ નકલી વિઝા કૌભાંડમાં મુંબઈમાં પકડાયો હતો અને જામીન પર છૂટ્યો પણ હતો. તેની પાસે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું સભ્યપદ નહીં હોવા છતાં તે વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. ઉપરાંત DCB પોલીસ મથકે વર્ષ 2006માં મોરિસ સામે IPC 465, 468, 471 અને 114 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. મોરિસ પોતે ઇન્ટરનેશનલ બાર કાઉન્સિલ લંડનનો સભ્ય હોવાનો દાવો કરતો હતો. તે દિલ્હીની લો કોલેજમાંથી અભ્યાસ કર્યો હોવાનું પણ દાવો કરતો હતો.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના એક આરોપીના જામીન અપાવેલા
મોરિસને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સનદ આપી શકાય કે કેમ? એ અંગે ગુજરાત બાર કાઉન્સિલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો હતો, જેનો નકારાત્મક જવાબ મળ્યો હતો. આશ્ચર્યજનક રીતે મોરિસે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં હાજર રહીને એક આરોપીના જામીન પણ મેળવ્યા હતા. સનદ વિના હાજર થનારી આવી વ્યક્તિને એ સમયે 6 મહિના સુધીની કેદની જોગવાઈ પણ હતી.
2007માં મોરિસ સામે બાર કાઉન્સિલે કોર્ટમાં અરજી કરી હતી
મોરિસ સામે તપાસ માટે વર્ષ 2007માં બાર કાઉન્સિલ વતી એડવોકેટ અનિલ કેલ્લાએ કોર્ટમાં અરજી પણ આપી હતી, જેના આધારે કોર્ટે DCBને તપાસ સોંપી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં કોર્ટમાં અરજી થઈ હતી કે મોરિસ ક્રિશ્ચિયન ગેરકાયદે રીતે લવાદની કોર્ટ ચલાવે છે અને તેને અરજદાર પાસેથી 1 લાખ રૂપિયા પણ પડાવી લીધા છે. તે છેલ્લાં 20 વર્ષથી આવું કામ કરી રહ્યો છે.
વિદેશમાં એલએલબીનો અભ્યાસ કર્યો હોવાનો દાવો
ગાંધીનગરના આદરજમાં રહેતા મોરિસ વિદેશમાં એલએલબીનો અભ્યાસ કર્યો હોવાનું કહેતો હતો. કોર્ટ જેવો માહોલ ઊભો કરીને પોતાને આર્બિટ્રેશન જજ હોવાનું કહેતો હતો. મોરિસ સામે અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ધરપકડ
અમદાવાદ શહેરમાં આર્બિટ્રેટર તરીકે પાસ કરેલા ઓર્ડરની દરખાસ્તમાં કોર્ટના ધ્યાનમાં ગોટાળા થયા હોવાની બાબત સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એ મામલે પોલીસે આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ધરપકડ કરી છે. આ કિસ્સામાં આરોપી મોરિસ ક્રિશ્ચિયન પોતે આર્બિટ્રેટર હોવાની ઓળખ આપતો હતો. આર્બિટ્રેટર એટલે કે કોઈ બે પક્ષના વાદવિવાદ મામલે સમાધાનના માધ્યમથી ઉકેલ લાવવાનું કામ કરે છે. આરોપી મોરિસ પર બાબુજી છનાજી ઠાકોર નામના અરજદારની તરફેણમાં હુકમ કર્યો હોવાનો આરોપ છે.
આર્બિટ્રેટર તરીકે ઈરાદાપૂર્વકની ભૂલ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું
બાબુજી છનાજી ઠાકોર અને પાલડી વિસ્તારમાં સરકારી જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. એ બાબતે સમાધાન લાવવા માટે બાબુજી છનાજી ઠાકોરને મોરિસે વિશ્વાસમાં લઈને આર્બિટ્રેશનની કામગીરી શરૂ કરી, મતલબ કે સમાધાન માટે પ્રક્રિયા શરૂ કરી હતી. સમાધાન પ્રક્રિયાના અંતે આર્બિટ્રેટર તરીકે મોરિસે કથિત રીતે વિવાદિત 12 હજાર વારની જમીન અંગે હુકમ તૈયાર કરી તેની દરખાસ્ત સિવિલ કોર્ટમાં મોકલી હતી. આ દરખાસ્તમાં 12,000 વાર જમીનમાંથી 2,000 વાર જમીન બાબુજી છનાજી ઠાકોરને આપવા માટે ભલામણ કરી હતી. વિવાદિત જમીન બાબતે દરખાસ્ત સિવિલ કોર્ટમાં પહોંચતાં કોર્ટ દ્વારા આ દરખાસ્ત તૈયાર કરવા માટે થયેલી પ્રક્રિયા અને દસ્તાવેજોની તપાસ કરી હતી, જેમાં કોર્ટના ધ્યાને આવ્યું કે, સમાધાનની પ્રક્રિયામાં કંઈક ગડબડ થઈ છે, જેના આધારે કોર્ટે તપાસ કરી અને પ્રાથમિક દૃષ્ટિએ સમાધાનની પ્રક્રિયામાં આર્બિટ્રેટર તરીકે મોરિસ ક્રિશ્ચિયને ઈરાદાપૂર્વકની ભૂલ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું,
મોરિસની ઓફિસ અને અન્ય દસ્તાવેજોની તપાસ અમદાવાદ સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે મોરિસની ધરપકડ કરી છે. જોકે આરોપીનો ઇતિહાસ પણ ગુનાહિત હોવાનું સામે આવ્યું છે અને તેના ઓફિસ અને અન્ય દસ્તાવેજોની તપાસ પણ કરવામાં આવી રહી છે. તેની પાસે આવી 9 મેટર આવી હતી અને જેની પણ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
આરોપી સામે ભૂતકાળમાં નોંધાયેલા કેસ...
• ઇપીકો કલમ - 406- વિશ્વાસના ગુનાહિત ભંગ બદલ 3 વર્ષ સુધીની કેદની સજા
• 420- છેતરપિંડી અને બેઇમાનદારીથી કોઇની સંપત્તિ હડપવી 467, 468 - મૂલ્યવાન દસ્તાવેજો સાથે છેડછાડ કરીને નકલી દસ્તાવેજો ઊભા કરવા (10 વર્ષ સુધીની કેદની સજા)
• 471- ખોટા દસ્તાવેજોને સાચા તરીકે દર્શાવીને આર્થિક લાભ લેવો (આજીવન કારાવાસ)
• 177- સરકારી અધિકારીઓ કે સરકારને ખોટા આદેશ કે માહિતી આપનાર (6 મહિના સુધીની સજા)
• 452- અનુમતિ વગર ઘરમાં ઘૂસીને હુમલો કરવો, દબાણ કરવું (7 વર્ષ સુધીની સજા અને દંડ)
• 342- ખોટી રીતે કોઇને બંધક બનાવવા( બે વર્ષની સજા અને દંડ)
• 114- કોઇ વ્યક્તિને ગુનો કરવા માટે દુષ્પ્રેરણા આપવા બદલ
• 506(2)- ધમકી આપીને કામ કરવા દબાણ કરવું (બે વર્ષ)
• 294(ખ)- દુર્વ્યવહાર કરવો, માનહાનિ કરવી