Surendranagar: ઝાલાવાડમાં લઘુતમ તાપમાન ઘટતાં રાત્રિના સુમારે હવે ઠંડકનો ચમકારો
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બપોરના સમયે ઉનાળા જેવી આકરી ગરમી પડી રહી છે. જયારે મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે. ઝાલાવાડના લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે.ત્યારે આવી ઋતુમાં તાવ, શરદી, ઉધરસ જેવા રોગો પણ વધી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 10 દિવસના તાપમાન પર નજર કરીએ તો 10 દિવસમાં લઘુત્તમ તાપમાન 0.7 ડીગ્રી નીચે ગયુ છે. જયારે મહત્તમ તાપમાન 3 ડીગ્રી વધ્યુ છે. ભાદરવો તપે તેવી જુની કહેવત મુજબ હાલ બપોરે ચામડી દઝાડતી ગરમી પડી રહી છે. જેના લીધે લોકોને પોતાના એસી તથા પંખા શરૂ રાખવા પડે છે. બીજી તરફ મોડી રાતે વાતાવરણમાં ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગે પણ કરેલી આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી જિલ્લામાં વરસાદની શકયતા નહીવત છે. જિલ્લામાં છેલ્લે ગત તા. 11મી સપ્ટેમ્બરે વરસાદ નોંધાયો હતો. જેમાં લખતર તાલુકામાં 1 મિમી અને દસાડા તાલુકામાં 7 મિમી વરસાદ ઝાપટારૂપે પડયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બપોરના સમયે ઉનાળા જેવી આકરી ગરમી પડી રહી છે. જયારે મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે. ઝાલાવાડના લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
ત્યારે આવી ઋતુમાં તાવ, શરદી, ઉધરસ જેવા રોગો પણ વધી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 10 દિવસના તાપમાન પર નજર કરીએ તો 10 દિવસમાં લઘુત્તમ તાપમાન 0.7 ડીગ્રી નીચે ગયુ છે. જયારે મહત્તમ તાપમાન 3 ડીગ્રી વધ્યુ છે. ભાદરવો તપે તેવી જુની કહેવત મુજબ હાલ બપોરે ચામડી દઝાડતી ગરમી પડી રહી છે. જેના લીધે લોકોને પોતાના એસી તથા પંખા શરૂ રાખવા પડે છે. બીજી તરફ મોડી રાતે વાતાવરણમાં ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગે પણ કરેલી આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી જિલ્લામાં વરસાદની શકયતા નહીવત છે. જિલ્લામાં છેલ્લે ગત તા. 11મી સપ્ટેમ્બરે વરસાદ નોંધાયો હતો. જેમાં લખતર તાલુકામાં 1 મિમી અને દસાડા તાલુકામાં 7 મિમી વરસાદ ઝાપટારૂપે પડયો હતો.