Ahmedabadમાં પોષણ ઉત્સવ-2024ની કરાઈ ઉજવણી, મુખ્ય સેવિકા દ્વારા સંચાલન કરાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇસીડીએસ ઘટક 2 ના પાલડી, નવરંગપુરા 1 સેજામાં પોષણ ઉત્સવ ૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ટી.એચ.આર. તથા મિલેટ માંથી બનતી વાનગીની સ્પર્ધા યોજાઇ હતી જેમાં લોકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી,જેમાં નવરંગપુરા વોર્ડના કાઉન્સિલર, નવરંગપુરા વોર્ડ પ્રમુખ,મેડિકલ ઓફિસર, આર બી એસ કે ડોકટર,અવાજ સંસ્થાના પ્રતિનિધિઓ, બાળ વિકાસ યોજના અધિકારી અને NNM BCO ઘટક-2 હાજર રહ્યા હતા. મુખ્ય સેવિકા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યુંપ્રોગ્રામ વધુમાં વધુ લોકો ટીએચઆર અને મિલેટ્સનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.વાનગી સ્પર્ધામાં કાર્યકર અને લાભાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ વાનગી બનાવેલ પ્રતિયોગીને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઈનામ આપવામા આવ્યા હતા.કાર્યક્રમ બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ નિહાળ્યો હતો અને આ સમગ્ર પ્રોગ્રામ બાળ વિકાસ યોજના અધિકારી ડિમ્પલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ સફળતા પુર્વક થયો. પોષણ ઉત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશને વિકસીત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે. દરેક ઉંમર અને વ્યક્તિના વિકાસમાં શિયાળાની ઋતુની મહત્વતાને ધ્યાનમાં રાખી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ, દેશ રોશન” ના સુત્રને સાર્થક કરવા રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૪” નો શુભારંભ કરવામાં આવ્યો છે.મંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇસીડીએસ ઘટક 2 ના પાલડી, નવરંગપુરા 1 સેજામાં પોષણ ઉત્સવ ૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ટી.એચ.આર. તથા મિલેટ માંથી બનતી વાનગીની સ્પર્ધા યોજાઇ હતી જેમાં લોકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી,જેમાં નવરંગપુરા વોર્ડના કાઉન્સિલર, નવરંગપુરા વોર્ડ પ્રમુખ,મેડિકલ ઓફિસર, આર બી એસ કે ડોકટર,અવાજ સંસ્થાના પ્રતિનિધિઓ, બાળ વિકાસ યોજના અધિકારી અને NNM BCO ઘટક-2 હાજર રહ્યા હતા.
મુખ્ય સેવિકા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું
પ્રોગ્રામ વધુમાં વધુ લોકો ટીએચઆર અને મિલેટ્સનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.વાનગી સ્પર્ધામાં કાર્યકર અને લાભાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ વાનગી બનાવેલ પ્રતિયોગીને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઈનામ આપવામા આવ્યા હતા.કાર્યક્રમ બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ નિહાળ્યો હતો અને આ સમગ્ર પ્રોગ્રામ બાળ વિકાસ યોજના અધિકારી ડિમ્પલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ સફળતા પુર્વક થયો.
પોષણ ઉત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ
પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશને વિકસીત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે. દરેક ઉંમર અને વ્યક્તિના વિકાસમાં શિયાળાની ઋતુની મહત્વતાને ધ્યાનમાં રાખી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ, દેશ રોશન” ના સુત્રને સાર્થક કરવા રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૪” નો શુભારંભ કરવામાં આવ્યો છે.મંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે.