Dhangdhraમાં સાળાએ કરેલ મૈત્રી કરારનું મનદુઃખ રાખી બેશખ્સોએ બનેવીના ઘરેતોડફોડ કરીને ધમકીઆપી

ધ્રાંગધ્રામાં રહેતા અને કડીયા કામ કરતા વ્યક્તિનો સાળો અને એક યુવતી પોતાની મરજીથી ચાલ્યા ગયા હતા. અને બન્ને મૈત્રી કરાર કરીને રહે છે.ત્યારે યુવતીના પરિવારજન અને એક અજાણ્યા શખ્સે તેમના ઘરે ધસી આવી તોડફોડ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંગધ્રાના જોગાસર રોડ પર આવેલી ગણેશ સોસાયટીમાં 34 વર્ષીય અમીત દિલીપભાઈ લાલાણી રહે છે. તેઓ કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના લગ્ન ધ્રાંગધ્રાના પુનીતનગરમાં રહેતા દિલીપભાઈ નાથાલાલ મકવાણાની દિકરી દેવાંગી સાથે થયા છે. અમીતભાઈના સાળા કિશનભાઈને ધ્રાંગધ્રાની રીધ્ધી-સીધ્ધી સોસાયટીમાં રહેતા ફારૂકભાઈ અહેમદભાઈ જરગેલાની પુત્રી સાથે પ્રેમસંબંધ હોઈ બન્ને તા. 28-7-24ના રોજ કયાંક ચાલ્યા ગયા હતા અને બન્ને મૈત્રી કરાર કરી રહેતા હતા. ત્યારે આ વાતનુ મનદુઃખ રાખી ગત તા. 18મીના રોજ સવારે સાહીલભાઈ યુનુસભાઈ અને એક અજાણ્યા શખ્સે અમીતભાઈના ઘરે ધસી આવી બેફામ છુટ્ટી સોડા બોટલના ઘા કરી, બાઈકને રૂ. 4 હજારનું નુકશાન કર્યુ હતુ. અને આ તો ટ્રેઈલર હતુ, પીકચર હજુ બાકી છે. તેમ કહી મારી બહેનને પરત લાવી આપજો નહીંતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવની ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી વી. એન. કાઠીયા ચલાવી રહ્યા છે.

Dhangdhraમાં સાળાએ કરેલ મૈત્રી કરારનું મનદુઃખ રાખી બેશખ્સોએ બનેવીના ઘરેતોડફોડ કરીને ધમકીઆપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રામાં રહેતા અને કડીયા કામ કરતા વ્યક્તિનો સાળો અને એક યુવતી પોતાની મરજીથી ચાલ્યા ગયા હતા. અને બન્ને મૈત્રી કરાર કરીને રહે છે.

ત્યારે યુવતીના પરિવારજન અને એક અજાણ્યા શખ્સે તેમના ઘરે ધસી આવી તોડફોડ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંગધ્રાના જોગાસર રોડ પર આવેલી ગણેશ સોસાયટીમાં 34 વર્ષીય અમીત દિલીપભાઈ લાલાણી રહે છે. તેઓ કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના લગ્ન ધ્રાંગધ્રાના પુનીતનગરમાં રહેતા દિલીપભાઈ નાથાલાલ મકવાણાની દિકરી દેવાંગી સાથે થયા છે. અમીતભાઈના સાળા કિશનભાઈને ધ્રાંગધ્રાની રીધ્ધી-સીધ્ધી સોસાયટીમાં રહેતા ફારૂકભાઈ અહેમદભાઈ જરગેલાની પુત્રી સાથે પ્રેમસંબંધ હોઈ બન્ને તા. 28-7-24ના રોજ કયાંક ચાલ્યા ગયા હતા અને બન્ને મૈત્રી કરાર કરી રહેતા હતા. ત્યારે આ વાતનુ મનદુઃખ રાખી ગત તા. 18મીના રોજ સવારે સાહીલભાઈ યુનુસભાઈ અને એક અજાણ્યા શખ્સે અમીતભાઈના ઘરે ધસી આવી બેફામ છુટ્ટી સોડા બોટલના ઘા કરી, બાઈકને રૂ. 4 હજારનું નુકશાન કર્યુ હતુ. અને આ તો ટ્રેઈલર હતુ, પીકચર હજુ બાકી છે. તેમ કહી મારી બહેનને પરત લાવી આપજો નહીંતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવની ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી વી. એન. કાઠીયા ચલાવી રહ્યા છે.