Vadodara: શહેરમાં વધુ એક ભૂવો, કારના ટાયર નીચેથી અચાનક જમીન સરકી ગઈ

વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યોટ્રાફિકમાં ઉભા રહેલા એક કાર ચાલરના કારના ટાયર નીચે ભૂવો પડ્યો કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી સંસ્કારીનગરી વડોદરા હવે ખાડાનગરી બાદ ભૂવાનગરી બની હોય તેમ અવારનવાર જુદા-જુદા વિસ્તારોમાં ભુવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે, તેવામાં આજે મનીષા ચોકડી નજીક મનીષા સોસાયટીના ગેટ પાસે ટ્રાફિકમાં ઊભા રહેલા એક કાર ચાલકના કારના ટાયર નીચેથી અચાનક જમીન સરકી ગઈ હતી. કારના આગળના ટાયરની નીચે જ મસમોટો ભૂવો પડ્યો કારનું સંતુલન નહીં રહેતા કારચાલકે મહામુસીબતે બહાર નીકળી ચેક કરતા કારના આગળના ટાયરની નીચે જ મસમોટો ભૂવો પડ્યો હોવાનું બહાર આવ્યું હતું. બનાવને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટનાની જાણ થતા કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. 3 દિવસ પહેલા જ શહેરમાં ભૂવો પડ્યાની ઘટના સામે આવી હતી શહેરમાં સતત પડી રહેલા ભૂવાના કારણે હવે વડોદરાવાસીઓ શહેર ભૂવાનગરી બની ગયુ હોવાનો અહેસાસ કરી રહ્યા છે. કોર્પોરેશનની ભ્રષ્ટાચાર ભરેલી કામગીરીને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધી વડોદરા શહેરમાં અનેક મોટામોટા ભૂવા પડ્યા છે અને આ કારણથી જ ઘણા અકસ્માતો પણ થયા છે. તમને જણાવી દઈએ કે 3 દિવસ પહેલા જ શહેરમાં વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા નજીક વધુ એક ભુવા પડ્યો હતો. રસ્તાઓ ધોવાઈ જવાની અને ભૂવાઓ પડવાની અનેક ફરિયાદો કોર્પોરેશનમાં કરવામાં આવી ઉલ્લેખનીય છે કે રસ્તાની કામગીરી યોગ્ય રીતે ના કરવામાં આવી હોવાના કારણે શહેરમાં ઠેરઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. ચોમાસાની સિઝન દરમિયાન ઘણા વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જવાની અને ભૂવાઓ પડવાની અનેક ફરિયાદો કોર્પોરેશનમાં કરવામાં આવી છે તેમ છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. પાલનપુરમાં સામાન્ય વરસાદમાં શહેરમાં ખાડારાજ પાલનપુર શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ ઠેરઠેર ખાડા પડી ગયા છે તો શહેરના ગણેશપુરા વિસ્તારમાં તો ખાડાઓના કારણે લોકોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયુ છે. જોકે સરકાર દ્વારા ખાડાઓ પુરવા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં ખાડાઓનું સમારકામ ન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Vadodara: શહેરમાં વધુ એક ભૂવો, કારના ટાયર નીચેથી અચાનક જમીન સરકી ગઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો
  • ટ્રાફિકમાં ઉભા રહેલા એક કાર ચાલરના કારના ટાયર નીચે ભૂવો પડ્યો
  • કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી

સંસ્કારીનગરી વડોદરા હવે ખાડાનગરી બાદ ભૂવાનગરી બની હોય તેમ અવારનવાર જુદા-જુદા વિસ્તારોમાં ભુવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે, તેવામાં આજે મનીષા ચોકડી નજીક મનીષા સોસાયટીના ગેટ પાસે ટ્રાફિકમાં ઊભા રહેલા એક કાર ચાલકના કારના ટાયર નીચેથી અચાનક જમીન સરકી ગઈ હતી.

કારના આગળના ટાયરની નીચે જ મસમોટો ભૂવો પડ્યો

કારનું સંતુલન નહીં રહેતા કારચાલકે મહામુસીબતે બહાર નીકળી ચેક કરતા કારના આગળના ટાયરની નીચે જ મસમોટો ભૂવો પડ્યો હોવાનું બહાર આવ્યું હતું. બનાવને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટનાની જાણ થતા કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

3 દિવસ પહેલા જ શહેરમાં ભૂવો પડ્યાની ઘટના સામે આવી હતી

શહેરમાં સતત પડી રહેલા ભૂવાના કારણે હવે વડોદરાવાસીઓ શહેર ભૂવાનગરી બની ગયુ હોવાનો અહેસાસ કરી રહ્યા છે. કોર્પોરેશનની ભ્રષ્ટાચાર ભરેલી કામગીરીને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધી વડોદરા શહેરમાં અનેક મોટામોટા ભૂવા પડ્યા છે અને આ કારણથી જ ઘણા અકસ્માતો પણ થયા છે. તમને જણાવી દઈએ કે 3 દિવસ પહેલા જ શહેરમાં વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા નજીક વધુ એક ભુવા પડ્યો હતો.

રસ્તાઓ ધોવાઈ જવાની અને ભૂવાઓ પડવાની અનેક ફરિયાદો કોર્પોરેશનમાં કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે રસ્તાની કામગીરી યોગ્ય રીતે ના કરવામાં આવી હોવાના કારણે શહેરમાં ઠેરઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. ચોમાસાની સિઝન દરમિયાન ઘણા વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જવાની અને ભૂવાઓ પડવાની અનેક ફરિયાદો કોર્પોરેશનમાં કરવામાં આવી છે તેમ છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.

પાલનપુરમાં સામાન્ય વરસાદમાં શહેરમાં ખાડારાજ

પાલનપુર શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ ઠેરઠેર ખાડા પડી ગયા છે તો શહેરના ગણેશપુરા વિસ્તારમાં તો ખાડાઓના કારણે લોકોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયુ છે. જોકે સરકાર દ્વારા ખાડાઓ પુરવા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં ખાડાઓનું સમારકામ ન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.