Ahmedabad પોલીસકંટ્રોલ રૂમમા 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાનો ફોન આવ્યો,અધિકારીઓ દોડતા થયા

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો ધમકીભર્યો કોલ નનામા ફોન કોલને લઈ પોલીસે તપાસ હાથધરી જે નંબર પરથી ફોન આવ્યો તે નંબરની તપાસ હાથ ધરાઈ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને બપોરના સમયે અજાણ્યા નંબર પરથી કોલ આવે છે,જેમાં ધમકી આપવામાં આવે છે કે,આવતીકાલે 15 ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે જેને લઈ પોલીસે પોલીસ દોડતી થઈ છે,જે નંબર પરથી ફોન આવ્યો તે નંબરને લઈ તપાસ હાથધરવામાં આવી છે,પોલીસે નંબર પરથી ફોન કરનારનું એડ્રેસ મેળવી વધુ તપાસ હાથધરી છે. આવતીકાલે છે 15 ઓગસ્ટ આવતીકાલે 15 ઓગસ્ટ હોવાથી દેશના તમામ લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વ્યવસ્ત હશે તો પોલીસ પણ સવારથી ધ્વજવંદન તેમજ અલગ-અલગ કાર્યક્રમોમાં વ્યસ્ત હશે,પોલીસને આવો મેસેજ મળતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસ ચિંતામાં મૂકાઈ હતી,ત્યારે પોલીસ આવા બોગસ ફોન કરનાર વ્યકિત સામે કોઈ કાર્યવાહી કરે છે કે નહી તે જોવાનું રહ્યું,અગામી સમયમાં પોલીસ આ વ્યકિતને ઝડપી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસાડે તે જરૂરી બન્યું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ અધિકારીઓએ મેળવ્યો તાગ ધમકી ભર્યા કોલને લઈ પોલીસ તો દોડતી થઈ સાથે સાથે ઉચ્ચકક્ષાના અધિકારીઓએ પોતાનુ કામ પડતુ મૂકીને આ કામમા લાગી ગયા હતા,ત્યારે આવો ફોન 15 ઓગસ્ટના આગળના દિવસે આવે એટલે સ્વાભાવિક છે કે,પોલીસ પણ ચિંતામાં મૂકાઈ જાય,પોલીસ દ્રારા સ્વતંત્રતા દિવસના એક મહિના પહેલા જ શહેરમાં અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથધરીને કોમ્બિંગ નાઈટો પણ યોજી હતી. આરોપીને ટૂંક સમયમાં ઝડપી લેવાશે : સૂત્રો પોલીસના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે,ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે અને તેને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવશે.પોલીસની અલગ-અલગ ટીમો આ બાબતે હાલમાં તપાસ કરી રહી છે,અને આરોપી સુધી પહોંચવામાં સફળતા પણ મેળવી લેશે. માનસિક અસ્થિર યુવકે કર્યો હતો કોલસમગ્ર ઘટનામાં સામે આવ્યું છે કે,સરદારનગરના એક અસ્થિર મગજના યુવકે આ કોલ કર્યો હતો.મજાક કરતા કરતા યુવકે કોલ કર્યો હોવાનુ સામે આવ્યુ છે,ક્રાઇમ બ્રાંચ સરદારનગર પોલીસ મથકે નોંધાવશે ફરિયાદ.  

Ahmedabad પોલીસકંટ્રોલ રૂમમા 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાનો ફોન આવ્યો,અધિકારીઓ દોડતા થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો ધમકીભર્યો કોલ
  • નનામા ફોન કોલને લઈ પોલીસે તપાસ હાથધરી
  • જે નંબર પરથી ફોન આવ્યો તે નંબરની તપાસ હાથ ધરાઈ

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને બપોરના સમયે અજાણ્યા નંબર પરથી કોલ આવે છે,જેમાં ધમકી આપવામાં આવે છે કે,આવતીકાલે 15 ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે જેને લઈ પોલીસે પોલીસ દોડતી થઈ છે,જે નંબર પરથી ફોન આવ્યો તે નંબરને લઈ તપાસ હાથધરવામાં આવી છે,પોલીસે નંબર પરથી ફોન કરનારનું એડ્રેસ મેળવી વધુ તપાસ હાથધરી છે.

આવતીકાલે છે 15 ઓગસ્ટ

આવતીકાલે 15 ઓગસ્ટ હોવાથી દેશના તમામ લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વ્યવસ્ત હશે તો પોલીસ પણ સવારથી ધ્વજવંદન તેમજ અલગ-અલગ કાર્યક્રમોમાં વ્યસ્ત હશે,પોલીસને આવો મેસેજ મળતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસ ચિંતામાં મૂકાઈ હતી,ત્યારે પોલીસ આવા બોગસ ફોન કરનાર વ્યકિત સામે કોઈ કાર્યવાહી કરે છે કે નહી તે જોવાનું રહ્યું,અગામી સમયમાં પોલીસ આ વ્યકિતને ઝડપી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસાડે તે જરૂરી બન્યું છે.

સમગ્ર ઘટનાને લઈ પોલીસ અધિકારીઓએ મેળવ્યો તાગ

ધમકી ભર્યા કોલને લઈ પોલીસ તો દોડતી થઈ સાથે સાથે ઉચ્ચકક્ષાના અધિકારીઓએ પોતાનુ કામ પડતુ મૂકીને આ કામમા લાગી ગયા હતા,ત્યારે આવો ફોન 15 ઓગસ્ટના આગળના દિવસે આવે એટલે સ્વાભાવિક છે કે,પોલીસ પણ ચિંતામાં મૂકાઈ જાય,પોલીસ દ્રારા સ્વતંત્રતા દિવસના એક મહિના પહેલા જ શહેરમાં અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથધરીને કોમ્બિંગ નાઈટો પણ યોજી હતી.

આરોપીને ટૂંક સમયમાં ઝડપી લેવાશે : સૂત્રો

પોલીસના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે,ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે અને તેને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવશે.પોલીસની અલગ-અલગ ટીમો આ બાબતે હાલમાં તપાસ કરી રહી છે,અને આરોપી સુધી પહોંચવામાં સફળતા પણ મેળવી લેશે.

માનસિક અસ્થિર યુવકે કર્યો હતો કોલ

સમગ્ર ઘટનામાં સામે આવ્યું છે કે,સરદારનગરના એક અસ્થિર મગજના યુવકે આ કોલ કર્યો હતો.મજાક કરતા કરતા યુવકે કોલ કર્યો હોવાનુ સામે આવ્યુ છે,ક્રાઇમ બ્રાંચ સરદારનગર પોલીસ મથકે નોંધાવશે ફરિયાદ.