Surendranagar: સુ.નગરમાં ટ્રાફિક પોલીસ અને RTOની તવાઈ: 45 વાહનચાલકો દંડ ફટકાર્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં શાળાઓમાં બીજા સત્રની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સુરેન્દ્રનગર ટ્રાફીક શાખાએ આરટીઓ સાથે સંયુકત ઓપરેશન હાથ ધરી શાળાઓની બહાર ખાસ ડ્રાઈવ યોજી હતી. જેમાં 18 વર્ષથી નીચેના બાળકોએ ટુ વ્હીલર લઈ શાળાએ આવતા હોઈ તેઓને તથા નીયમોનો ભંગ કરી ચાલતા સ્કુલ વાહનો સહિત 45 વાહનોને રૂપિયા 1,30,400નો દંડ ફટકારાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી વેકેશન બાદ શાળાઓમાં શૈક્ષણીક કાર્યનો ધમધમાટ થયો છે. ત્યારે 18 વર્ષથી નીચેના બાળકો કે જેઓ ટુ વ્હીલર લઈને શાળાએ જતા-આવતા હોઈ તેઓનું ખાસ ચેકીંગ કરવા સુરેન્દ્રનગર ટ્રાફીક શાખા અને આરટીઓએ સંયુકત ઓપરેશન હાથ ધર્યુ હતુ. વહેલી સવારના સમયે શાળાઓ શરૂ થાય ત્યારે ટ્રાફીક પીએસઆઈ એલ.બી.બગડા સહિતની ટીમે શાળાઓ બહાર વોચ રાખી હતી. જેમાં ટુ વ્હીલર લઈને શાળાએ આવતા બાળકોની ખાસ તપાસ કરાઈ હતી. જયારે નીયમોનો ભંગ કરી ચાલતા સ્કુલ વાહનો પર પણ તવાઈ બોલાવાઈ હતી. સમગ્ર કાર્યવાહીમાં 45 વાહન ચાલકોને રૂપિયા 1,30,400નો હાજર દંડ કરાયો હતો. સરકાર દ્વારા તાજેતરમાં જ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં બાઈક ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયુ છે. વર્ષ 2003માં માર્ગ અકસ્માતોના બનાવોમાં 35 ટકા અકસ્માતોમાં મોત હેલ્મેટ ન પહેરવાથી થયા હોવાનું તારણ સામે આવતા રાજયની ડીજી કચેરીએથી આ અંગે તા. 18-11ના રોજ પરીપત્ર થયો છે. ત્યારે આગામી દિવસોમાં કોલેજોમાં પણ ટુ વ્હીલરમાં હેલ્મેટની અમલવારી માટે ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવનાર હોવાનું ટ્રાફીક પીએસઆઈ એલ.બી. બગડાએ જણાવ્યુ હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં શાળાઓમાં બીજા સત્રની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સુરેન્દ્રનગર ટ્રાફીક શાખાએ આરટીઓ સાથે સંયુકત ઓપરેશન હાથ ધરી શાળાઓની બહાર ખાસ ડ્રાઈવ યોજી હતી. જેમાં 18 વર્ષથી નીચેના બાળકોએ ટુ વ્હીલર લઈ શાળાએ આવતા હોઈ તેઓને તથા નીયમોનો ભંગ કરી ચાલતા સ્કુલ વાહનો સહિત 45 વાહનોને રૂપિયા 1,30,400નો દંડ ફટકારાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી વેકેશન બાદ શાળાઓમાં શૈક્ષણીક કાર્યનો ધમધમાટ થયો છે. ત્યારે 18 વર્ષથી નીચેના બાળકો કે જેઓ ટુ વ્હીલર લઈને શાળાએ જતા-આવતા હોઈ તેઓનું ખાસ ચેકીંગ કરવા સુરેન્દ્રનગર ટ્રાફીક શાખા અને આરટીઓએ સંયુકત ઓપરેશન હાથ ધર્યુ હતુ. વહેલી સવારના સમયે શાળાઓ શરૂ થાય ત્યારે ટ્રાફીક પીએસઆઈ એલ.બી.બગડા સહિતની ટીમે શાળાઓ બહાર વોચ રાખી હતી.
જેમાં ટુ વ્હીલર લઈને શાળાએ આવતા બાળકોની ખાસ તપાસ કરાઈ હતી. જયારે નીયમોનો ભંગ કરી ચાલતા સ્કુલ વાહનો પર પણ તવાઈ બોલાવાઈ હતી. સમગ્ર કાર્યવાહીમાં 45 વાહન ચાલકોને રૂપિયા 1,30,400નો હાજર દંડ કરાયો હતો. સરકાર દ્વારા તાજેતરમાં જ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં બાઈક ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયુ છે. વર્ષ 2003માં માર્ગ અકસ્માતોના બનાવોમાં 35 ટકા અકસ્માતોમાં મોત હેલ્મેટ ન પહેરવાથી થયા હોવાનું તારણ સામે આવતા રાજયની ડીજી કચેરીએથી આ અંગે તા. 18-11ના રોજ પરીપત્ર થયો છે. ત્યારે આગામી દિવસોમાં કોલેજોમાં પણ ટુ વ્હીલરમાં હેલ્મેટની અમલવારી માટે ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવનાર હોવાનું ટ્રાફીક પીએસઆઈ એલ.બી. બગડાએ જણાવ્યુ હતુ.