Ambaji: પદયાત્રીઓની સેવા કરવા માટે 7 દરિયા પાર કરીને આવ્યા NRI ભક્તો

વિશ્વ વિખ્યાતમાં માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહા કુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સાત દિવસીય આ મહા કુંભમાં લાખો ભક્તો સમગ્ર ગુજરાત તેમજ અનેક વિસ્તારોમાંથી પગપાળા અંબાજી ખાતે પહોંચી રહ્યા છે, ત્યારે પગપાળા આવતા માઈભક્તોની સેવા અર્થે અનેક સેવાકીય ગ્રુપો દ્વારા અલગ અલગ સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવેલા છે.અમેરિકામાં વસેલા અમદાવાદ, મહેસાણા અને કલોલના સેવાભાવી મિત્રો દ્વારા સેવા ત્યારે દાંતા નજીક અમેરિકામાં સ્થાયી થયેલા અમદાવાદ, કલોલ અને મહેસાણાના લોકો દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સેવા કેમ્પમાં યુએસએથી ભારત આવીને અમદાવાદ, મહેસાણા અને કલોલના સેવાભાવી મિત્રો પદયાત્રીઓને સાત્વિક ભોજન, આરામ અને મેડિકલ સુવિધાની સેવા કરી ભારતીય સંસ્કૃતિનું સેવા પરમો ધર્મનું વાક્ય સાર્થક કરી રહ્યા છે. ખમણિયા કેમ્પ ખુબ જ જાણીતો, ભક્તોને મળે છે અનેક સુવિધાઓ અંબાજી ચાલતા જતા ભક્તો માટે રસ્તામાં અનેક સેવા કેમ્પો દ્વારા ભક્તોની સેવા કરવામાં આવતી હોય છે, ત્યારે તેની વચ્ચે ખમણિયા કેમ્પ ખુબ જ જાણીતો છે. જે છેલ્લા 35 વર્ષથી અવિરત રૂપે પોતાની સેવા માઈભકતો માટે પૂરી પાડે છે. ખમણિયા કેમ્પની વાત કરવામાં આવે તો આ કેમ્પ એટલો પ્રખ્યાત છે કે જેનો લાભ લાખોની સંખ્યામાં ભક્તો તો લેતા હોય છે પણ અંબાજીના સ્થાનિકો પણ આ કેમ્પની મુલાકાત લે છે. ખમણિયા કેમ્પમાં ખમણ, કઠી, ચા, નાસ્તો, મેડિકલ દવાઓ જેવી અનેક સુવિધાઓ ભક્તો માટે કરવામાં આવે છે. જય અંબે મંડળના 200 જેટલા સ્વયંમ સેવકો આ ખમણિયા કેમ્પમાં 24X7 માઈભકતોની સેવા કરે છે. અનેકો સુવિધાઓથી સજ્જ આ ખમણિયા કેમ્પનો લાભ લઈ ભક્તો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 9 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા તમને જણાવી દઈએ કે અત્યાર સુધી અંબાજી મંદિરમાં 9 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે અને મોટા પ્રમાણમાં લોકોએ મોહનથાળ અને ચીકીના પ્રસાદનો લાભ લીધો છે. ત્યારે મોટાપ્રમાણમાં લોકોએ સોનાનું પણ દાન કર્યુ છે. માત્ર 3 દિવસમાં જ 11 ગ્રામ જેટલુ સોનું માતાને દાન કરવામાં આવ્યું છે. ત્યારે કોઈ પણ યાત્રીને તકલીફ ના પડે તેના માટે યોગ્ય વ્યવસ્થા પણ મંદિર તંત્ર તરફથી કરવામાં આવી છે અને સુરક્ષાને લઈને પોલીસ વિભાગ પણ સતત ખડેપગે સેવા આપી રહ્યું છે તો પદયાત્રીઓને પરત ઘરે જવા માટે એસટી વિભાગ દ્વારા પણ વધારાની બસો દોડાવવા માટેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 5500થી વધુ બસો મુસાફરો માટે દોડાવવામાં આવશે.

Ambaji: પદયાત્રીઓની સેવા કરવા માટે 7 દરિયા પાર કરીને આવ્યા NRI ભક્તો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિશ્વ વિખ્યાતમાં માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહા કુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સાત દિવસીય આ મહા કુંભમાં લાખો ભક્તો સમગ્ર ગુજરાત તેમજ અનેક વિસ્તારોમાંથી પગપાળા અંબાજી ખાતે પહોંચી રહ્યા છે, ત્યારે પગપાળા આવતા માઈભક્તોની સેવા અર્થે અનેક સેવાકીય ગ્રુપો દ્વારા અલગ અલગ સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવેલા છે.


અમેરિકામાં વસેલા અમદાવાદ, મહેસાણા અને કલોલના સેવાભાવી મિત્રો દ્વારા સેવા

ત્યારે દાંતા નજીક અમેરિકામાં સ્થાયી થયેલા અમદાવાદ, કલોલ અને મહેસાણાના લોકો દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સેવા કેમ્પમાં યુએસએથી ભારત આવીને અમદાવાદ, મહેસાણા અને કલોલના સેવાભાવી મિત્રો પદયાત્રીઓને સાત્વિક ભોજન, આરામ અને મેડિકલ સુવિધાની સેવા કરી ભારતીય સંસ્કૃતિનું સેવા પરમો ધર્મનું વાક્ય સાર્થક કરી રહ્યા છે.

ખમણિયા કેમ્પ ખુબ જ જાણીતો, ભક્તોને મળે છે અનેક સુવિધાઓ

અંબાજી ચાલતા જતા ભક્તો માટે રસ્તામાં અનેક સેવા કેમ્પો દ્વારા ભક્તોની સેવા કરવામાં આવતી હોય છે, ત્યારે તેની વચ્ચે ખમણિયા કેમ્પ ખુબ જ જાણીતો છે. જે છેલ્લા 35 વર્ષથી અવિરત રૂપે પોતાની સેવા માઈભકતો માટે પૂરી પાડે છે. ખમણિયા કેમ્પની વાત કરવામાં આવે તો આ કેમ્પ એટલો પ્રખ્યાત છે કે જેનો લાભ લાખોની સંખ્યામાં ભક્તો તો લેતા હોય છે પણ અંબાજીના સ્થાનિકો પણ આ કેમ્પની મુલાકાત લે છે. ખમણિયા કેમ્પમાં ખમણ, કઠી, ચા, નાસ્તો, મેડિકલ દવાઓ જેવી અનેક સુવિધાઓ ભક્તો માટે કરવામાં આવે છે. જય અંબે મંડળના 200 જેટલા સ્વયંમ સેવકો આ ખમણિયા કેમ્પમાં 24X7 માઈભકતોની સેવા કરે છે. અનેકો સુવિધાઓથી સજ્જ આ ખમણિયા કેમ્પનો લાભ લઈ ભક્તો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.


અત્યાર સુધીમાં 9 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી અંબાજી મંદિરમાં 9 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે અને મોટા પ્રમાણમાં લોકોએ મોહનથાળ અને ચીકીના પ્રસાદનો લાભ લીધો છે. ત્યારે મોટાપ્રમાણમાં લોકોએ સોનાનું પણ દાન કર્યુ છે. માત્ર 3 દિવસમાં જ 11 ગ્રામ જેટલુ સોનું માતાને દાન કરવામાં આવ્યું છે. ત્યારે કોઈ પણ યાત્રીને તકલીફ ના પડે તેના માટે યોગ્ય વ્યવસ્થા પણ મંદિર તંત્ર તરફથી કરવામાં આવી છે અને સુરક્ષાને લઈને પોલીસ વિભાગ પણ સતત ખડેપગે સેવા આપી રહ્યું છે તો પદયાત્રીઓને પરત ઘરે જવા માટે એસટી વિભાગ દ્વારા પણ વધારાની બસો દોડાવવા માટેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 5500થી વધુ બસો મુસાફરો માટે દોડાવવામાં આવશે.