Ahmedabad: GHB બોર્ડની સૂર્યા-2 સોસાયટીમાં રિડેવલપમેન્ટ માટે સંમત સભ્યોએ બુલડોઝર ફેરવતાં વિવાદ

ગુજરાત હાઉસીંગ બોર્ડની સુર્યા-2 સોસાયટીમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ ઓથોરિટી તરફથી બહુમત સભ્યોના હિતમાં નિર્ણય આવી ગયો હોવા છતાં 9 અંસમત લોકો ડેવલપરને મકાનનો કબજો સોંપતા નહતાં.દરમિયાન બહુમત સભ્યો દ્વારા રવિવારે મકાનનું બાંધકામ તોડવા ડેવલપરને બોલાવાયા હતાં અને બુલડોઝર ફેરવતા વિવાદ વકર્યો હતો. જેના પગલે સોસાયટીમાં સવારથી જ બહુમત અને અસંમત સભ્યો ભેગા થઇ જતાં તનાવભર્યો મહાલો સર્જાયો હતો. સભ્યોએ કહ્યું કે, બોર્ડ, ડેવલપર અને સોસાયટી વચ્ચે ત્રિપક્ષીય કરાર બાદ 96 સભ્યો સંમત છે અને 9 સભ્યો અસંમત છે. સોસાયટીના મોટાભાગના મકાનો જર્જરીત છે. ઉલ્લેખનીય છે કે, બહુમત સભ્યોએ અસંમત સભ્યો વિરુદ્ધ બેનર્સ સાથે દેખાવો કર્યા હતા. હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્યોએ કહ્યું કે, નારણપુરામાં રિડેવલપમેન્ટમાં જોડાયેલા સુર્યા એપાર્ટમેન્ટમાં 75 ટકાથી વધુ સભ્યો સંમત થયા બાદ બોર્ડ, ડેવલપર અને સોસાયટીના એસોસીએશન વચ્ચે કરાર થયો હતો.

Ahmedabad: GHB બોર્ડની સૂર્યા-2 સોસાયટીમાં રિડેવલપમેન્ટ માટે સંમત સભ્યોએ બુલડોઝર ફેરવતાં વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત હાઉસીંગ બોર્ડની સુર્યા-2 સોસાયટીમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ ઓથોરિટી તરફથી બહુમત સભ્યોના હિતમાં નિર્ણય આવી ગયો હોવા છતાં 9 અંસમત લોકો ડેવલપરને મકાનનો કબજો સોંપતા નહતાં.

દરમિયાન બહુમત સભ્યો દ્વારા રવિવારે મકાનનું બાંધકામ તોડવા ડેવલપરને બોલાવાયા હતાં અને બુલડોઝર ફેરવતા વિવાદ વકર્યો હતો. જેના પગલે સોસાયટીમાં સવારથી જ બહુમત અને અસંમત સભ્યો ભેગા થઇ જતાં તનાવભર્યો મહાલો સર્જાયો હતો. સભ્યોએ કહ્યું કે, બોર્ડ, ડેવલપર અને સોસાયટી વચ્ચે ત્રિપક્ષીય કરાર બાદ 96 સભ્યો સંમત છે અને 9 સભ્યો અસંમત છે. સોસાયટીના મોટાભાગના મકાનો જર્જરીત છે. ઉલ્લેખનીય છે કે, બહુમત સભ્યોએ અસંમત સભ્યો વિરુદ્ધ બેનર્સ સાથે દેખાવો કર્યા હતા. હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્યોએ કહ્યું કે, નારણપુરામાં રિડેવલપમેન્ટમાં જોડાયેલા સુર્યા એપાર્ટમેન્ટમાં 75 ટકાથી વધુ સભ્યો સંમત થયા બાદ બોર્ડ, ડેવલપર અને સોસાયટીના એસોસીએશન વચ્ચે કરાર થયો હતો.