જે ગામની તમામ વિદ્યાર્થિનીઓ ધો.12 સુધી ભણે તે પંચાયતને 'સહાય' મળશે
CM ભૂપેન્દ્ર પટેલે નારી ગૌરવ નીતિ- 2024ને જાહેર કરીચૂંટાયેલી મહિલાઓને વહીવટી કુશળતા માટે ખાસ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ બનાવાશે શૈક્ષણિક સંસ્થાઓમાં કન્યાઓ માટે સ્વ- રક્ષણ અર્થાત સેલ્ફ ડિફેન્સ અંગેના પ્રશિક્ષણ પ્રોગ્રામ શરૂ કરાશે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તૈયાર નવી નારી ગૌરવ નીતિ- 2024ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી હતી. જેમાં સામાજીક જવાબદારી પૂર્વક જે ગ્રામ પંચાયત ગામની તમામ દિકરીઓનું ધોરણ-12 સુધીનુ શિક્ષણ પૂર્ણ કરાવે, તે ગ્રામ પંચાયતને સરકાર દ્વારા પ્રોત્સાહક સહાય આપવાની કાર્યસૂચિ રજૂ થઈ છે. શનિવારે અહીંના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રીએ કેન્દ્રીય મહિલા- બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી, રાજ્યના મંત્રી ભાનુબહેન બાબરિયાની ઉપસ્થિતિમાં 7મો રાષ્ટ્રીય પોષણ માહનો રાષ્ટ્રવ્યાપી આરંભ કરાવ્યો હતો. નવી નારી ગૌરવ નીતિ- 2024માં શૈક્ષણિક સંસ્થાઓમાં કન્યાઓ માટે સ્વ- રક્ષણ અર્થાત સેલ્ફ ડિફેન્સ અંગેના પ્રશિક્ષણ પ્રોગ્રામ શરૂ કરાશે. નીતિના આરંભના એક જ વર્ષમાં ત્રિસ્તરીય પંચાયતમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓમાં વહીવટી કુશળતા વિકસાવવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે સહાયતા કેન્દ્રો એક પ્રકારના ટ્રેનિંગ ઈન્સિટયુટ બનાવવાનો પણ લક્ષ્યાંક અપાયો છે. આ નારી ગૌરવ નીતિ એ ગુજરાતમાં ત્રીજા તબક્કાની શૃખંલા પૈકી એક છે. સાતમા તબક્કાના રાષ્ટ્રીય પોષણ સપ્તાહના આરંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની થીમ સાથે થશે તેમ જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- CM ભૂપેન્દ્ર પટેલે નારી ગૌરવ નીતિ- 2024ને જાહેર કરી
- ચૂંટાયેલી મહિલાઓને વહીવટી કુશળતા માટે ખાસ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ બનાવાશે
- શૈક્ષણિક સંસ્થાઓમાં કન્યાઓ માટે સ્વ- રક્ષણ અર્થાત સેલ્ફ ડિફેન્સ અંગેના પ્રશિક્ષણ પ્રોગ્રામ શરૂ કરાશે
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તૈયાર નવી નારી ગૌરવ નીતિ- 2024ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી હતી. જેમાં સામાજીક જવાબદારી પૂર્વક જે ગ્રામ પંચાયત ગામની તમામ દિકરીઓનું ધોરણ-12 સુધીનુ શિક્ષણ પૂર્ણ કરાવે, તે ગ્રામ પંચાયતને સરકાર દ્વારા પ્રોત્સાહક સહાય આપવાની કાર્યસૂચિ રજૂ થઈ છે.
શનિવારે અહીંના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રીએ કેન્દ્રીય મહિલા- બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી, રાજ્યના મંત્રી ભાનુબહેન બાબરિયાની ઉપસ્થિતિમાં 7મો રાષ્ટ્રીય પોષણ માહનો રાષ્ટ્રવ્યાપી આરંભ કરાવ્યો હતો.
નવી નારી ગૌરવ નીતિ- 2024માં શૈક્ષણિક સંસ્થાઓમાં કન્યાઓ માટે સ્વ- રક્ષણ અર્થાત સેલ્ફ ડિફેન્સ અંગેના પ્રશિક્ષણ પ્રોગ્રામ શરૂ કરાશે. નીતિના આરંભના એક જ વર્ષમાં ત્રિસ્તરીય પંચાયતમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓમાં વહીવટી કુશળતા વિકસાવવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે સહાયતા કેન્દ્રો એક પ્રકારના ટ્રેનિંગ ઈન્સિટયુટ બનાવવાનો પણ લક્ષ્યાંક અપાયો છે. આ નારી ગૌરવ નીતિ એ ગુજરાતમાં ત્રીજા તબક્કાની શૃખંલા પૈકી એક છે. સાતમા તબક્કાના રાષ્ટ્રીય પોષણ સપ્તાહના આરંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની થીમ સાથે થશે તેમ જણાવ્યું હતું.