કોન્સ્ટેબલથી માંડી ASIના પ્રમોશન મેળવનાર માટે રેન્ક સેરેમની યોજાશે

અમદાવાદ,શનિવારગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલથી માંડીને એએસઆઇનું પ્રમોશન મળે ત્યારે તેમને મળતા બેઝ અગાઉ તે જાતે જ લગાવતા હતા. જ્યારે પીએસઆઇ ઉપરના રેન્કમાં મળતા પ્રમોશનના બેઝ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લગાવવામાં આવતા હતા. પરંતુ, હવે કોન્સ્ટેબલથી માંડીને હેડ કોન્સ્ટેબલને પ્રમોશન સાથે ઉત્સાહ વધે તે માટે  રેન્ક સેરેમની યોજવામાં આવશે. આ પ્રકારની કામગીરી ગુજરાતમાં પ્રથમવાર કરવામાં આવશે. પોલીસ વિભાગમાં હજારોની સંખ્યામાં કોન્સ્ટેબલથી માંડીને હેડ કોન્સ્ટેબલ સુધીનો સ્ટાફ ફરજ બજાવે છે. જેમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને પ્રમોશન મળે ત્યારે તેમને આપવામાં આવતા બેઝ લગાવવા માટે કોઇ પ્રકારના સેરેમની યોજવામાં આવતી નહોતી. જેના કારણે પ્રમોશન મળતા જે તે વિભાગ પાસેથી બેઝ મેળવીને પોલીસ કર્મચારી ઘરે જ બેઝ બદલતા હતા. જ્યારે એએસઆઇથી પીએસઆઇ અને તે ઉપરની રેન્કમાં પ્રમોશન મળે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેઝ પહેરવાની સાથે રેન્ક સેરેમની યોજાતી હતી. તાજેતરમાં બે હજાર કરતા વધારે પોલીસ કર્મચારીઓને પ્રમોશન અપાયા હતા. જે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલથી એએસઆઇનું પ્રમોશન મેળવનારા કર્મચારીઓ માટે રેન્ક સેરેમની યોજાશે. આ માટે તેમના  જે તે ઝોનના એસ પી કે ડીસીપી કક્ષાના અધિકારીને કામગીરી કરવાની રહેશે. એટલું જ રેન્ક સેરેમનીમાં તે કર્મચારીના પરિવારજનોને પણ હાજર રહી શકશે. આ અંગે પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું કે કોન્સ્ટેબલથી માંડીને એએસઆઇના હોદા ધરાવતા કર્મચારીઓ પોલીસ વિભાગના મહત્વના પાયા સમાન છે.  ત્યારે તેમને આ સન્માન મળે તે જરૂરી હતું. બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ  તમામ માટે રેન્ક સેરેમની યોજવામાં આવે છે. હવે ગુજરાત પોલીસમાં અમલીકરણ થતુ તે ગર્વ સમાન છે.

કોન્સ્ટેબલથી માંડી ASIના પ્રમોશન મેળવનાર માટે રેન્ક સેરેમની યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલથી માંડીને એએસઆઇનું પ્રમોશન મળે ત્યારે તેમને મળતા બેઝ અગાઉ તે જાતે જ લગાવતા હતા. જ્યારે પીએસઆઇ ઉપરના રેન્કમાં મળતા પ્રમોશનના બેઝ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લગાવવામાં આવતા હતા. પરંતુ, હવે કોન્સ્ટેબલથી માંડીને હેડ કોન્સ્ટેબલને પ્રમોશન સાથે ઉત્સાહ વધે તે માટે  રેન્ક સેરેમની યોજવામાં આવશે. આ પ્રકારની કામગીરી ગુજરાતમાં પ્રથમવાર કરવામાં આવશે. પોલીસ વિભાગમાં હજારોની સંખ્યામાં કોન્સ્ટેબલથી માંડીને હેડ કોન્સ્ટેબલ સુધીનો સ્ટાફ ફરજ બજાવે છે. જેમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને પ્રમોશન મળે ત્યારે તેમને આપવામાં આવતા બેઝ લગાવવા માટે કોઇ પ્રકારના સેરેમની યોજવામાં આવતી નહોતી. જેના કારણે પ્રમોશન મળતા જે તે વિભાગ પાસેથી બેઝ મેળવીને પોલીસ કર્મચારી ઘરે જ બેઝ બદલતા હતા.

જ્યારે એએસઆઇથી પીએસઆઇ અને તે ઉપરની રેન્કમાં પ્રમોશન મળે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેઝ પહેરવાની સાથે રેન્ક સેરેમની યોજાતી હતી. તાજેતરમાં બે હજાર કરતા વધારે પોલીસ કર્મચારીઓને પ્રમોશન અપાયા હતા. જે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલથી એએસઆઇનું પ્રમોશન મેળવનારા કર્મચારીઓ માટે રેન્ક સેરેમની યોજાશે. આ માટે તેમના  જે તે ઝોનના એસ પી કે ડીસીપી કક્ષાના અધિકારીને કામગીરી કરવાની રહેશે. એટલું જ રેન્ક સેરેમનીમાં તે કર્મચારીના પરિવારજનોને પણ હાજર રહી શકશે. આ અંગે પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું કે કોન્સ્ટેબલથી માંડીને એએસઆઇના હોદા ધરાવતા કર્મચારીઓ પોલીસ વિભાગના મહત્વના પાયા સમાન છે.  ત્યારે તેમને આ સન્માન મળે તે જરૂરી હતું. બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ  તમામ માટે રેન્ક સેરેમની યોજવામાં આવે છે. હવે ગુજરાત પોલીસમાં અમલીકરણ થતુ તે ગર્વ સમાન છે.