Patan: વહીવટીતંત્રની ઘોર બેદરકારી, કચેરીમાં રઝળતા મળ્યા ચૂંટણી કાર્ડ
પાટણ જિલ્લા વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી. સરકારી કચેરીમાં જ મહત્વના દસ્તાવેજો રઝળતા જોવા મળ્યા. પાટણની કલેકટર કચેરીમાં કચરામાંથી ચૂંટણીકાર્ડ મળી આવ્યા. કચેરીના કચરામાંથી મહત્વના દસ્તાવેજો મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે.આજે પાટણ જિલ્લાની કલેકટરની કચેરીની ઘોર બેદરકારી સામે આવી. જિલ્લા કલેકટરની કચેરીના કચરામાંથી મહત્વના દસ્તાવેજ એવા ચૂંટણી કાર્ડ મળી આવ્યા. કચરામાંથી મોટી સંખ્યામાં નાગરિકોના ચૂંટણીકાર્ડ મળી આવતા તંત્રની બેદરકારી સામે આવી. ચૂંટણી કાર્ડ જેવા કાર્ડ બેંક લોન તેમજ પ્રોપર્ટી માટેના દસ્તાવેજ તરીકે મહત્વના માનવામાં આવે છે. ત્યારે કચરામાંથી રઝળતા મળી આવતા ચૂંટણી કાર્ડનો ગુનેગારો દ્વારા દુરુપયોગ થઈ શકે.સરકાર પોતે જ ઓટીપી નંબર શેર ના કરવા તેમજ પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજ કારણ વગર કોઈને ના શેર કરવાને લઈને ચેતવણી આપતી હોય છે. ચૂંટણીકાર્ડ જેવા મહત્વના દસ્તાવેજનો દુરુપયોગ થઈ શકે છે.સરકાર એક તરફ જન જાગૃતિ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે ત્યાં વહીવટી તંત્રની બેદરકારી ના કારણે મહત્વના દસ્તાવેજો કચરામાં જોવા મળ્યા. મોટા ફ્રોડથી બચવા એક બાજુ લોકોને તેમના મહત્વના દસ્તાવેજ સલામત અને સુરક્ષિત રાખવા ટકોર કરતી રહે છે.ત્યારે સરકારી કચેરીના કચરમાંથી જ ચૂંટણી કાર્ડ મળી આવતા તંત્રની કામગીરી ખાડે ગઈ હોવાનું જણાય છે. નાગરિકોને સલામતી અને સુરક્ષાના મામલે ટકોર કરતું વહીવટીતંત્ર પોતાના નાગરિકોના ચૂંટણી કાર્ડ સાચવવામાં ઘોર બેદરકારી દાખવી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ જિલ્લા વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી. સરકારી કચેરીમાં જ મહત્વના દસ્તાવેજો રઝળતા જોવા મળ્યા. પાટણની કલેકટર કચેરીમાં કચરામાંથી ચૂંટણીકાર્ડ મળી આવ્યા. કચેરીના કચરામાંથી મહત્વના દસ્તાવેજો મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે.
આજે પાટણ જિલ્લાની કલેકટરની કચેરીની ઘોર બેદરકારી સામે આવી. જિલ્લા કલેકટરની કચેરીના કચરામાંથી મહત્વના દસ્તાવેજ એવા ચૂંટણી કાર્ડ મળી આવ્યા. કચરામાંથી મોટી સંખ્યામાં નાગરિકોના ચૂંટણીકાર્ડ મળી આવતા તંત્રની બેદરકારી સામે આવી. ચૂંટણી કાર્ડ જેવા કાર્ડ બેંક લોન તેમજ પ્રોપર્ટી માટેના દસ્તાવેજ તરીકે મહત્વના માનવામાં આવે છે. ત્યારે કચરામાંથી રઝળતા મળી આવતા ચૂંટણી કાર્ડનો ગુનેગારો દ્વારા દુરુપયોગ થઈ શકે.સરકાર પોતે જ ઓટીપી નંબર શેર ના કરવા તેમજ પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજ કારણ વગર કોઈને ના શેર કરવાને લઈને ચેતવણી આપતી હોય છે.
ચૂંટણીકાર્ડ જેવા મહત્વના દસ્તાવેજનો દુરુપયોગ થઈ શકે છે.સરકાર એક તરફ જન જાગૃતિ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે ત્યાં વહીવટી તંત્રની બેદરકારી ના કારણે મહત્વના દસ્તાવેજો કચરામાં જોવા મળ્યા. મોટા ફ્રોડથી બચવા એક બાજુ લોકોને તેમના મહત્વના દસ્તાવેજ સલામત અને સુરક્ષિત રાખવા ટકોર કરતી રહે છે.ત્યારે સરકારી કચેરીના કચરમાંથી જ ચૂંટણી કાર્ડ મળી આવતા તંત્રની કામગીરી ખાડે ગઈ હોવાનું જણાય છે. નાગરિકોને સલામતી અને સુરક્ષાના મામલે ટકોર કરતું વહીવટીતંત્ર પોતાના નાગરિકોના ચૂંટણી કાર્ડ સાચવવામાં ઘોર બેદરકારી દાખવી.