Vadodara : વિશ્વામિત્રી નદીના મગરોની વસ્તીની ગણતરી માટે વન વિભાગ મદદમાં
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની ગણતરી કરવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી. વિશ્વામિત્રી નદીનો શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરાય તે પહેલા નદીમાં વસતા મગરોની સંખ્યા જાણવાના પ્રયાસ થઈ રહ્યા છે. ગીર ફાઉન્ડેશન દ્વારા નદીમાં વસતા મગરોની ગણતરી કરવામાં આવશે. નદીનો પટ વિશાળ છે તેથી મગરોની વસતીની ગણતરી માટે વન વિભાગ, જીવદયા સંસ્થાઓના કાર્યકરોની મદદ લેવામાં આવી રહી છે. નોંધનીય છે કે એશિયામાં સૌથી વધુ મગર વિશ્વામિત્રી નદીમાં છે.વિશ્વામિત્રી નદીના મગરોની વસતી ગણતરીશહેરમાં ચોમાસામાં જ્યારે પણ મુશળધાર વરસાદ આવે ત્યારે વિશ્વામિત્રી નદીના મગર રહેણાંક વિસ્તારોમાં ઘૂસતા હોવાનું જોવા મળ્યું છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત શહેરીજનો પાણીની સમસ્યાને લઈને પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે લોકોની પાણીની સમસ્યા દૂર કરવા સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીને શુદ્ધકરવા ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જો કે આ પ્રોજેક્ટ પહેલાં વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની નિશ્ચિત સંખ્યા જાણવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. નદીના 25 કિલોમીટરના વિસ્તારમાં મગરની વસ્તી ગણતરી હાથ ધરાશે. નદીના મગરોની ગણતરી કરવા વન વિભાગ અને જીવદયા સંસ્થાઓના કાર્યકરોની મદદ લેવામાં આવી છે. જો કે હાલમાં વિશ્વામિત્રી નદીમાં 450થી વધુ મગરોનો વસવાટનો અંદાજ છે.2024ના ઓગસ્ટ માસમાં વડોદરામાં 3 પૂર આવ્યા જેમાં વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળ્યાં જેનાથી લોકો પાલિકા અને સરકાર પર રોષે ભરાયા હતા. વિનાશક પૂર બાદ પાલિકા એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે સરકાર પાસે મદદ માંગવામાં આવી. બાદમાં કમિટીએ અંદાજિત 1200 કરોડનો પ્રોજેક્ટ પ્રાથમિક ધોરણે નક્કી કર્યો. આ કારણે થઈ રહી છે વસતી ગણતરીઆ પ્રોજેક્ટ અંતર્ગત હવે નદીને પહોળી અને ઊંડી કરવામાં આવશે. પરંતુ નદીમાં મશીનરી ઉતારવામાં આવે તો નદીમાં વસતા મગરો કર્મચારીઓ પર હુમલા કરી શકે અથવા મગરોને પણ નુકસાન થઇ શકે. જેથી હવે નદીમાં હાલ કેટલા મગરો છે અને આ મગરોને અન્ય સ્થળે ખસેડવા હોય તો તેની ગણતરી આવશ્યક છે. જેથી આજથી ગીર ફાઉન્ડેશન દ્વારા મગરોની ગણતરી હાથ ધરાઈ છે જેમાં વન વિભાગ, અને જીવદયા સંસ્થાઓ ના સ્વયં સેવકો મળી 25 ટિમો બની છે અને નદી ના 25 કિલોમીટર વિસ્તાર માં બે દિવસ મગરો ની ગણતરી કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની ગણતરી કરવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી. વિશ્વામિત્રી નદીનો શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરાય તે પહેલા નદીમાં વસતા મગરોની સંખ્યા જાણવાના પ્રયાસ થઈ રહ્યા છે. ગીર ફાઉન્ડેશન દ્વારા નદીમાં વસતા મગરોની ગણતરી કરવામાં આવશે. નદીનો પટ વિશાળ છે તેથી મગરોની વસતીની ગણતરી માટે વન વિભાગ, જીવદયા સંસ્થાઓના કાર્યકરોની મદદ લેવામાં આવી રહી છે. નોંધનીય છે કે એશિયામાં સૌથી વધુ મગર વિશ્વામિત્રી નદીમાં છે.
વિશ્વામિત્રી નદીના મગરોની વસતી ગણતરી
શહેરમાં ચોમાસામાં જ્યારે પણ મુશળધાર વરસાદ આવે ત્યારે વિશ્વામિત્રી નદીના મગર રહેણાંક વિસ્તારોમાં ઘૂસતા હોવાનું જોવા મળ્યું છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત શહેરીજનો પાણીની સમસ્યાને લઈને પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે લોકોની પાણીની સમસ્યા દૂર કરવા સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીને શુદ્ધકરવા ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જો કે આ પ્રોજેક્ટ પહેલાં વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની નિશ્ચિત સંખ્યા જાણવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.
નદીના 25 કિલોમીટરના વિસ્તારમાં મગરની વસ્તી ગણતરી હાથ ધરાશે. નદીના મગરોની ગણતરી કરવા વન વિભાગ અને જીવદયા સંસ્થાઓના કાર્યકરોની મદદ લેવામાં આવી છે. જો કે હાલમાં વિશ્વામિત્રી નદીમાં 450થી વધુ મગરોનો વસવાટનો અંદાજ છે.
2024ના ઓગસ્ટ માસમાં વડોદરામાં 3 પૂર આવ્યા જેમાં વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળ્યાં જેનાથી લોકો પાલિકા અને સરકાર પર રોષે ભરાયા હતા. વિનાશક પૂર બાદ પાલિકા એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે સરકાર પાસે મદદ માંગવામાં આવી. બાદમાં કમિટીએ અંદાજિત 1200 કરોડનો પ્રોજેક્ટ પ્રાથમિક ધોરણે નક્કી કર્યો.
આ કારણે થઈ રહી છે વસતી ગણતરી
આ પ્રોજેક્ટ અંતર્ગત હવે નદીને પહોળી અને ઊંડી કરવામાં આવશે. પરંતુ નદીમાં મશીનરી ઉતારવામાં આવે તો નદીમાં વસતા મગરો કર્મચારીઓ પર હુમલા કરી શકે અથવા મગરોને પણ નુકસાન થઇ શકે. જેથી હવે નદીમાં હાલ કેટલા મગરો છે અને આ મગરોને અન્ય સ્થળે ખસેડવા હોય તો તેની ગણતરી આવશ્યક છે. જેથી આજથી ગીર ફાઉન્ડેશન દ્વારા મગરોની ગણતરી હાથ ધરાઈ છે જેમાં વન વિભાગ, અને જીવદયા સંસ્થાઓ ના સ્વયં સેવકો મળી 25 ટિમો બની છે અને નદી ના 25 કિલોમીટર વિસ્તાર માં બે દિવસ મગરો ની ગણતરી કરશે.