Vadodara : વિદ્યુત સહાયકો આંદોલનના માર્ગે, ભરતી મામલે ગોટાળાનો આક્ષેપ
વડોદરામાં વિદ્યુત સહાયકોએ પોતાની માંગ મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવ્યો. વિદ્યુત સહાયકો પોતાની માંગને લઈને અલકાપુરી જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યુત સહાયકોની ભરતીમાં મોટો છબરડો થયાનો આક્ષેપ લગાવ્યો. વિદ્યુત સહાયકોએ ત્રણ ઝોનમાં ભરતી મામલે ગોટાળાનો આક્ષેપ કરતાં નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. જો કે તેમની રજૂઆત કાને ના ધરતાં આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું.મેરીટ પ્રમાણે ભરતી ન થઇ હોવાના આરોપ ત્રણેય ઝોન માં એક સરખી ભરતી ના થઇ 40 ટકા લાવનાર ને પણ નિમણુંક આપી દેવાઈ 60 ટકા લાવનાર નિમણૂંક થી વંચિત રજુઆત બાદ પણ નિરાકરણ ન આવતા આંદોલન વિદ્યુત સહાયકોની ભરતીમળતી માહિતી મુજબ સપ્ટેમ્બર 2023માં વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં મેહસાણા, રાજકોટ અને ભરૂચ એમ ત્રણ સ્થાનો પર વિદ્યુત સહાયકોની ભરતી કરાઈ હતી. પરંતુ આ ભરતીમાં મોટો છબરડો થયાનું સામે આવ્યા બાદ વિદ્યતુ સહાયકો દ્વારા તેનો ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. તેમનો આક્ષેપ છે કે સપ્ટેમ્બર 2023માં ત્રણ ઝોનમાં મેરીટ પ્રમાણે ભરતી કરવામાં આવી નથી. વધુ ટકા લાવનાર નિમણૂંકથી વંચિતભરતી પ્રક્રિયામાં 40 ટકા લાવનારને નિમણુંક આપી દેવાઈ છે જ્યારે 60 ટકા લાવનાર નિમણૂંકથી વંચિત હોવાનું જોવા મળ્યું.રાજકોટ અને ભરૂચમાં 40 ટકા એ ભરતી કરવામાં આવી જ્યારે મહેસાણામાં 60 ટકા હોવા છતાં પણ ઉમેદવારની પસંદગી કરવામાં આવી નહીં. આ હકીકત ધ્યાનમાં આવતા જીયુવીએનએલમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી. છતાં પણ તેમની રજૂઆતને ધ્યાન પર ના ધરતાં આખરે વિદ્યુત સહાયકોએ આંદોલન પર ઉતરતાં જેટકો ઓફિસ બહાર જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યુત સહાયકોની ભરતીનો વિવાદ ગત વર્ષે પણ સમાન સમયગાળામાં વિદ્યુત સહાયકોની ભરતીનો વિવાદ સામે આવ્યો હતો. ગત વર્ષે રાજકોટમાં વિદ્યુત સહાયકોએ PGVCL કચેરી બહાર ધરણાં કર્યા હતા. રાજકોટમાં અંદાજે 300થી વધુ યુવાનો PGVCL કચેરી સામે ન્યાયની માંગ કરતા કડકડતી ઠંડીમાં ધરણાં પર બેઠા હતા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ આ મુદ્દે સરકારની ટીકા કરવામાં આવી હતી. યુવાનોએ વિદ્યુત સહાયક માટે જુદા-જુદા વર્ગને લઈને પરીક્ષા આપી હતી.અને PGVCLમાં ખાલી જગ્યાઓ હોવા છતાં પણ ભરતી ના કરાતા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ રોષે ભરતા આંદોલન છેડયું હતું. ત્યારે હવે ફરી ફેબ્રુઆરી મહિનામાં PGVCL વિવાદમાં છે. ગત સપ્ટેમ્બર 2023માં વિદ્યુત સહાયકોની ભરતીમાં ગોટાળાને લઈને જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. લાગે છે PGVCLમાં કરાતી ભરતી હંમેશા વિવાદાસ્પદ બને છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં વિદ્યુત સહાયકોએ પોતાની માંગ મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવ્યો. વિદ્યુત સહાયકો પોતાની માંગને લઈને અલકાપુરી જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યુત સહાયકોની ભરતીમાં મોટો છબરડો થયાનો આક્ષેપ લગાવ્યો. વિદ્યુત સહાયકોએ ત્રણ ઝોનમાં ભરતી મામલે ગોટાળાનો આક્ષેપ કરતાં નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. જો કે તેમની રજૂઆત કાને ના ધરતાં આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું.
- મેરીટ પ્રમાણે ભરતી ન થઇ હોવાના આરોપ
- ત્રણેય ઝોન માં એક સરખી ભરતી ના થઇ
- 40 ટકા લાવનાર ને પણ નિમણુંક આપી દેવાઈ
- 60 ટકા લાવનાર નિમણૂંક થી વંચિત
- રજુઆત બાદ પણ નિરાકરણ ન આવતા આંદોલન
વિદ્યુત સહાયકોની ભરતી
મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર 2023માં વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં મેહસાણા, રાજકોટ અને ભરૂચ એમ ત્રણ સ્થાનો પર વિદ્યુત સહાયકોની ભરતી કરાઈ હતી. પરંતુ આ ભરતીમાં મોટો છબરડો થયાનું સામે આવ્યા બાદ વિદ્યતુ સહાયકો દ્વારા તેનો ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. તેમનો આક્ષેપ છે કે સપ્ટેમ્બર 2023માં ત્રણ ઝોનમાં મેરીટ પ્રમાણે ભરતી કરવામાં આવી નથી.
વધુ ટકા લાવનાર નિમણૂંકથી વંચિત
ભરતી પ્રક્રિયામાં 40 ટકા લાવનારને નિમણુંક આપી દેવાઈ છે જ્યારે 60 ટકા લાવનાર નિમણૂંકથી વંચિત હોવાનું જોવા મળ્યું.રાજકોટ અને ભરૂચમાં 40 ટકા એ ભરતી કરવામાં આવી જ્યારે મહેસાણામાં 60 ટકા હોવા છતાં પણ ઉમેદવારની પસંદગી કરવામાં આવી નહીં. આ હકીકત ધ્યાનમાં આવતા જીયુવીએનએલમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી. છતાં પણ તેમની રજૂઆતને ધ્યાન પર ના ધરતાં આખરે વિદ્યુત સહાયકોએ આંદોલન પર ઉતરતાં જેટકો ઓફિસ બહાર જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
વિદ્યુત સહાયકોની ભરતીનો વિવાદ
ગત વર્ષે પણ સમાન સમયગાળામાં વિદ્યુત સહાયકોની ભરતીનો વિવાદ સામે આવ્યો હતો. ગત વર્ષે રાજકોટમાં વિદ્યુત સહાયકોએ PGVCL કચેરી બહાર ધરણાં કર્યા હતા. રાજકોટમાં અંદાજે 300થી વધુ યુવાનો PGVCL કચેરી સામે ન્યાયની માંગ કરતા કડકડતી ઠંડીમાં ધરણાં પર બેઠા હતા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ આ મુદ્દે સરકારની ટીકા કરવામાં આવી હતી. યુવાનોએ વિદ્યુત સહાયક માટે જુદા-જુદા વર્ગને લઈને પરીક્ષા આપી હતી.અને PGVCLમાં ખાલી જગ્યાઓ હોવા છતાં પણ ભરતી ના કરાતા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ રોષે ભરતા આંદોલન છેડયું હતું. ત્યારે હવે ફરી ફેબ્રુઆરી મહિનામાં PGVCL વિવાદમાં છે. ગત સપ્ટેમ્બર 2023માં વિદ્યુત સહાયકોની ભરતીમાં ગોટાળાને લઈને જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. લાગે છે PGVCLમાં કરાતી ભરતી હંમેશા વિવાદાસ્પદ બને છે.