Ankleshwarની આવકાર કંપનીમાંથી કોકેઈન ઝડપાવાના કેસમાં ત્રણ ડાયરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ

ભરૂચના અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.દિલ્હી અને ગુજરાત પોલીસે આ સંયુક્ત ઓપરેશન પાર પાડયું છે.અંકલેશ્વરમાં આવેલી આવકાર ફાર્મા કંપનીમાંથી 5 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું છે.518 કિલો કોકેઈન અને 40 કિલો અન્ય હાઇડ્રોપોનિક ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.કંપનીના ત્રણ ડાયરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરાઈ છે અને અનેક કુલાસા થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.10 ઓક્ટોબરે દિલ્હીના રમેશનગરમાં ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ હતી. દિલ્હીના રમેશનગરમાં પકડાયેલા ડ્રગ્સ કેસમાં તપાસ આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 10 ઓકટોબરે દિલ્હીના રમેશનગરમાં પકડાયેલા ડ્રગ્સ કેસમાં તપાસ કરતા આ ફેકટરીની બાતમી સામે આવી હતી જેમાં પોલીસે તપાસ કરતા અનેક ખુલાસાઓ થયા હતા.અશ્વિન રામાણી, વિજય ભેસાણીયા,બ્રિજેશ કોથીયા સહિત અન્ય લોકોની ધરપકડ કરવામા આવી છે.ચોક્કસ માહિતીના આધારે પોલીસને મળી સફળતા.આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5000 કરોડ રૂપિયા છે. તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે દિલ્હી કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ ગુજરાતના અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેઇન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો મળી આવ્યો છે, જેની કુલ કિંમત 13000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. પાંચ મહિના પહેલા પોરબંદર પાસે ભારતીય બોટમાંથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું પાંચ મહિના પહેલાં અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરીનો સુરક્ષા એજન્સી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 8 એપ્રિલના રોજ અરબી સમુદ્રમાંથી 14 જેટલા પાકિસ્તાની શખ્સની બોટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 600 કરોડ જેવી હતી. ત્યાં કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અરબી સમુદ્રમાંથી પસાર થતી એક ભારતીય બોટને શંકાના આધારે રોકીને એની તલાશી લેતાં એમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો.  

Ankleshwarની આવકાર કંપનીમાંથી કોકેઈન ઝડપાવાના કેસમાં ત્રણ ડાયરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચના અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.દિલ્હી અને ગુજરાત પોલીસે આ સંયુક્ત ઓપરેશન પાર પાડયું છે.અંકલેશ્વરમાં આવેલી આવકાર ફાર્મા કંપનીમાંથી 5 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું છે.518 કિલો કોકેઈન અને 40 કિલો અન્ય હાઇડ્રોપોનિક ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.કંપનીના ત્રણ ડાયરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરાઈ છે અને અનેક કુલાસા થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.10 ઓક્ટોબરે દિલ્હીના રમેશનગરમાં ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ હતી.

દિલ્હીના રમેશનગરમાં પકડાયેલા ડ્રગ્સ કેસમાં તપાસ

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 10 ઓકટોબરે દિલ્હીના રમેશનગરમાં પકડાયેલા ડ્રગ્સ કેસમાં તપાસ કરતા આ ફેકટરીની બાતમી સામે આવી હતી જેમાં પોલીસે તપાસ કરતા અનેક ખુલાસાઓ થયા હતા.અશ્વિન રામાણી, વિજય ભેસાણીયા,બ્રિજેશ કોથીયા સહિત અન્ય લોકોની ધરપકડ કરવામા આવી છે.ચોક્કસ માહિતીના આધારે પોલીસને મળી સફળતા.આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5000 કરોડ રૂપિયા છે.


તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે

દિલ્હી કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ ગુજરાતના અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેઇન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો મળી આવ્યો છે, જેની કુલ કિંમત 13000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

પાંચ મહિના પહેલા પોરબંદર પાસે ભારતીય બોટમાંથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું

પાંચ મહિના પહેલાં અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરીનો સુરક્ષા એજન્સી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 8 એપ્રિલના રોજ અરબી સમુદ્રમાંથી 14 જેટલા પાકિસ્તાની શખ્સની બોટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 600 કરોડ જેવી હતી. ત્યાં કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અરબી સમુદ્રમાંથી પસાર થતી એક ભારતીય બોટને શંકાના આધારે રોકીને એની તલાશી લેતાં એમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો.