Amreliમાં કપાસ અને મગફળીનું વાવેતર કરતા ખેડૂતો વળ્યા સોયાબીનના પાક તરફ
દિવસેને દિવસે મોંઘવારી વધી ગઈ છે ત્યારે ખેડૂતો પણ હવે આ બાબતનું ધ્યાન રાખીને સરળતાથી પાક લઈ શકાય અને નુકસાની ના થાય એ બાબતનું ધ્યાન રાખતા થયા છે.કપાસ અને મગફળીના પાકનું વાવેતર કરતા ખેડૂતો હવે સોયાબીન પાક તરફ વળ્યા છે.અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે. ખેડૂતોએ અપનાવી નવી ટેકનિક અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે ત્યારે ખેડૂતો હવે નવી પેટર્ન તરફ વળી રહ્યા છે અને કપાસ અને મગફળીને છોડીને ખેડૂતો હવે સોયાબીનની ખેતી તરફ વળ્યા છે.સોયાબીનની ખેતીમાં ખેડૂતોને કપાસ મગફળી અને અન્ય ખેત જણસો જેટલો ખર્ચો થતો નથી. ઓછા ખર્ચે પાક કેમ લઈ શકાય તે બાબતનું ધ્યાન હવે ખેડૂતો લઈ રહ્યા છે અને સોયાબીનનું વાવેતર કરી રહ્યા છે. સોયાબીનનું સારું ઉત્પાદન સોયાબીનના વાવેતરમાં દેશી ખાતર અને નેનો યુરિયાનો ઉપયોગ કરીને ખેડૂતો સોયાબીનનું સારું ઉત્પાદન લઈ રહ્યા છે સોયાબીનની ખેતીમાં ભારે વરસાદ થાય ખેતરોમાં પાણી ભરાઈ જાય તો પણ સોયાબીનના પાકને નુકસાન થતું નથી સારું પાણી મળવાથી સોયાબીન ઉત્પાદન પણ સારું આવે છે.સોયાબીનની ખેતીમાં અન્ય પાક જેટલો ખર્ચો થતો નથી.સોયાબીનના પાકમાં 1 વિઘા દીઠ 25 થી 30 મણનો ઉતારો આવે છે.જ્યારે કપાસના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે. મગફળીના પાકમાં મુંડા મગફળીના પાકમાં મુંડા પણ થઈ જતા હોય છે આથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી જાય છે.આથી હવે ખેડૂતો સોયાબીનનો પાક તરફ વળ્યા છે.કપાસ અને મગફળીના પાકમા વધુ વરસાદ થાય તો પાક બળી જવાની શકયતા રહે છે જ્યારે સોયાબીનના પાકમાં કોઈ નુકસાન થતું નથી.સોયાબીનના પાકમાં ખેતરોમાં વરસાદના પાણી ભરાઈ જાય તો પણ પાકને નુકસાન થતું નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે.આવનારા દિવસોમાં ખેડૂતો સોયાબીનની ખેતી તરફ વળે તો નવાઈ નહીં કારણકે સોયાબીનના પાકમાં ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈ નુકસાન થતું નથી અને ઓછા ખર્ચે વધારે પાક લઈ શકે છે.ત્યારે નેનો યુરિયા અને દેશી ખાતરનો ઉપયોગ કરી ઉત્પાદનમાં કમાલ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવસેને દિવસે મોંઘવારી વધી ગઈ છે ત્યારે ખેડૂતો પણ હવે આ બાબતનું ધ્યાન રાખીને સરળતાથી પાક લઈ શકાય અને નુકસાની ના થાય એ બાબતનું ધ્યાન રાખતા થયા છે.કપાસ અને મગફળીના પાકનું વાવેતર કરતા ખેડૂતો હવે સોયાબીન પાક તરફ વળ્યા છે.અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે.
ખેડૂતોએ અપનાવી નવી ટેકનિક
અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે ત્યારે ખેડૂતો હવે નવી પેટર્ન તરફ વળી રહ્યા છે અને કપાસ અને મગફળીને છોડીને ખેડૂતો હવે સોયાબીનની ખેતી તરફ વળ્યા છે.સોયાબીનની ખેતીમાં ખેડૂતોને કપાસ મગફળી અને અન્ય ખેત જણસો જેટલો ખર્ચો થતો નથી. ઓછા ખર્ચે પાક કેમ લઈ શકાય તે બાબતનું ધ્યાન હવે ખેડૂતો લઈ રહ્યા છે અને સોયાબીનનું વાવેતર કરી રહ્યા છે.
સોયાબીનનું સારું ઉત્પાદન
સોયાબીનના વાવેતરમાં દેશી ખાતર અને નેનો યુરિયાનો ઉપયોગ કરીને ખેડૂતો સોયાબીનનું સારું ઉત્પાદન લઈ રહ્યા છે સોયાબીનની ખેતીમાં ભારે વરસાદ થાય ખેતરોમાં પાણી ભરાઈ જાય તો પણ સોયાબીનના પાકને નુકસાન થતું નથી સારું પાણી મળવાથી સોયાબીન ઉત્પાદન પણ સારું આવે છે.સોયાબીનની ખેતીમાં અન્ય પાક જેટલો ખર્ચો થતો નથી.સોયાબીનના પાકમાં 1 વિઘા દીઠ 25 થી 30 મણનો ઉતારો આવે છે.જ્યારે કપાસના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે.
મગફળીના પાકમાં મુંડા
મગફળીના પાકમાં મુંડા પણ થઈ જતા હોય છે આથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી જાય છે.આથી હવે ખેડૂતો સોયાબીનનો પાક તરફ વળ્યા છે.કપાસ અને મગફળીના પાકમા વધુ વરસાદ થાય તો પાક બળી જવાની શકયતા રહે છે જ્યારે સોયાબીનના પાકમાં કોઈ નુકસાન થતું નથી.સોયાબીનના પાકમાં ખેતરોમાં વરસાદના પાણી ભરાઈ જાય તો પણ પાકને નુકસાન થતું નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે.આવનારા દિવસોમાં ખેડૂતો સોયાબીનની ખેતી તરફ વળે તો નવાઈ નહીં કારણકે સોયાબીનના પાકમાં ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈ નુકસાન થતું નથી અને ઓછા ખર્ચે વધારે પાક લઈ શકે છે.ત્યારે નેનો યુરિયા અને દેશી ખાતરનો ઉપયોગ કરી ઉત્પાદનમાં કમાલ કરી છે.