Bet Dwarkaના દરિયાકિનારેથી ફરી બિનવારસી અફઘાની ચરસ મળ્યું
બેટ દ્વારકાના દરિયાકિનારે બિનવારસી ચરસ મળ્યું છે. જેમાં પૂર્વના કિનારે અફઘાની ચરસના બે પેકેટ મળી આવ્યાં છે. તેમાં 1.866 કિલોનું 93,30,000 રૂપિયાનું ચરસ મળ્યું છે. પોલીસને કોસ્ટલ પેટ્રોલ દરમિયાન પેકેટ મળ્યા છે. દેવભૂમિ દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બેટ દ્વારકાના દરિયા કિનારેથી બિનવારસુ ચરસ પેકેટ મળી આવ્યા બેટ દ્વારકાના દરિયા કિનારેથી બિનવારસુ ચરસ પેકેટ મળી આવ્યા છે. જેમાં એસ.ઓ.જી દેવભૂમિ દ્વારકા દ્વારા કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન બેટ દ્વારકાના પૂર્વ કાંઠા તરફ દરિયા કિનારેથી બિનવારસી અફઘાની ચરસના બે પેકેટ મળી આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ વજન 1.866 અને કુલ કિંમત રૂપિયા 93,30,000 નો મુદ્દામાલ મળી આવેલ છે. જેમાં વધુ તપાસ દેવભૂમિ જિલ્લાના એસપી નિતેશ પાંડે સુચના અનુસાર હાથ ધરાઇ છે. દ્વારકાના દરિયા કિનારાના વિસ્તારોમાં અગાઉ ચરસ મળવાના કિસ્સાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ પોલીસની ટીમો દ્વારા દરિયા કિનારા વિસ્તારોના સ્ટેસ્ટિક પોઈન્ટ નક્કી કરીને પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી છે. આશરે 57 કરોડની કિંમતનું બિનવારસી ચરસના 115 પેકેટ મળી આવ્યા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મીઠાપુર વિસ્તારના મોજપ ગામના દરિયા કિનારાના વિસ્તારોમાં મીઠાપુર પોલીસ સ્ટાફ અને SRDની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મોજપના દરિયા કિનારેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા. દરિયા કિનારેથી બીનવારસી 23.68 કિલો ચરસ મળી આવતા પોલીસે આશરે 12 કરોડનું ચરસ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચરસની તસ્કરીને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા દ્વારકાના તાબાના વાંચ્છુ અને ગોરિંજા ગામના દરિયા કિનારાના વિસ્તારોમાંથી 64 પેકેટ ચરસ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં આશરે 30 કરોડ કિંમતનું ચરસ પોલીસે જપ્ત કર્યું હતું. જ્યારે દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આશરે 57 કરોડની કિંમતનું બિનવારસી ચરસના 115 પેકેટ મળી આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બેટ દ્વારકાના દરિયાકિનારે બિનવારસી ચરસ મળ્યું છે. જેમાં પૂર્વના કિનારે અફઘાની ચરસના બે પેકેટ મળી આવ્યાં છે. તેમાં 1.866 કિલોનું 93,30,000 રૂપિયાનું ચરસ મળ્યું છે. પોલીસને કોસ્ટલ પેટ્રોલ દરમિયાન પેકેટ મળ્યા છે. દેવભૂમિ દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બેટ દ્વારકાના દરિયા કિનારેથી બિનવારસુ ચરસ પેકેટ મળી આવ્યા
બેટ દ્વારકાના દરિયા કિનારેથી બિનવારસુ ચરસ પેકેટ મળી આવ્યા છે. જેમાં એસ.ઓ.જી દેવભૂમિ દ્વારકા દ્વારા કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન બેટ દ્વારકાના પૂર્વ કાંઠા તરફ દરિયા કિનારેથી બિનવારસી અફઘાની ચરસના બે પેકેટ મળી આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ વજન 1.866 અને કુલ કિંમત રૂપિયા 93,30,000 નો મુદ્દામાલ મળી આવેલ છે. જેમાં વધુ તપાસ દેવભૂમિ જિલ્લાના એસપી નિતેશ પાંડે સુચના અનુસાર હાથ ધરાઇ છે. દ્વારકાના દરિયા કિનારાના વિસ્તારોમાં અગાઉ ચરસ મળવાના કિસ્સાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ પોલીસની ટીમો દ્વારા દરિયા કિનારા વિસ્તારોના સ્ટેસ્ટિક પોઈન્ટ નક્કી કરીને પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી છે.
આશરે 57 કરોડની કિંમતનું બિનવારસી ચરસના 115 પેકેટ મળી આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મીઠાપુર વિસ્તારના મોજપ ગામના દરિયા કિનારાના વિસ્તારોમાં મીઠાપુર પોલીસ સ્ટાફ અને SRDની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મોજપના દરિયા કિનારેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા. દરિયા કિનારેથી બીનવારસી 23.68 કિલો ચરસ મળી આવતા પોલીસે આશરે 12 કરોડનું ચરસ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચરસની તસ્કરીને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા દ્વારકાના તાબાના વાંચ્છુ અને ગોરિંજા ગામના દરિયા કિનારાના વિસ્તારોમાંથી 64 પેકેટ ચરસ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં આશરે 30 કરોડ કિંમતનું ચરસ પોલીસે જપ્ત કર્યું હતું. જ્યારે દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આશરે 57 કરોડની કિંમતનું બિનવારસી ચરસના 115 પેકેટ મળી આવ્યા હતા.