Ahmedabad: રાજ્યના પ્રથમ સહકારી સુપર માર્કેટની સાયન્સ સિટી રોડ પર શરૂઆત

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર રાજ્યના પ્રથમ સહકારી સુપર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો છે. દશેરાના પવિત્ર દિવસે અમદાવાદ ખાતે ગુજકો માર્ટની શરુઆત જીએસસી બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદનાં સાયન્સ સીટી રોડ પર રાજ્યનો પ્રથમ ગુજકો માર્ટ બન્યો છે. આવનારા સમયમાં રાજ્યમાં 250 ગુજકો માર્ટ બનાવવાનું લક્ષ્યાંક છે. ગુજકોમાર્ટ મોટા શહેરોની સાથે નાના તાલુકાઓમાં પણ કાર્યરત થશે. રેડી ટુ ઇટ અને રેડી ટુ કુક, મધ, જંગલની જડીબુટ્ટીઓ વિસરાયેલા ચોખા પણ ઉપલબ્ધ થશે. ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે 25 પ્રકારની હેલ્થ કીટનું પણ વેચાણ થશે. ગુજકો માર્ટ દ્વારા ઓનલાઇન એપ્લિકેશન મારફતે પણ વેચાણ કરવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં અમદાવાદ સાથે રાજકોટ સુરત અને વડોદરામાં પણ ગુજકોમાર્ટ કાર્યરત થશે. પીપીપી મોડેલ દ્વારા 150 થી 200 કરોડના ખર્ચે સ્ટોરની શરૂઆત થશે. બજાર ભાવ કરતાં સાતથી માંડીને 22 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ગુજકોમાસોલની યોજના છે. ગૂજકોમોસોલના ચેરમેન દિલીપ સંઘાણી, કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સહકારી સંસ્થા ગુજકોમાસોલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરમાં સહકારી સંસ્થા ગુજકોમાસોલ દ્વારા 250 નવા મોલ શરૂ કરવામાં આવશે. મેગા સીટી, તાલુકા અને ગ્રામીણ કક્ષાએ આ મોલ શરૂ કરાશે. જેમાં સારી ક્વોલિટી અને ઓછી કિંમતની વસ્તુઓ ગુજકોમસોલના મોલમાંથી મળશે. કોર્પોરેટ મોલને ટક્કર માટે તે પ્રકારના મોલ શરૂ કરવાનું આયોજન કરાયું છે. ગુજકોમાસોલ મોલના નામે મોલ શરૂ કરાશે. ગુજકોમાસોલ 10 હજારની વસ્તી હોય તેવા વિસ્તારમાં શોપિંગ મોલ શરૂ કરશે. ગુજકોમાસોલ દ્વારા પ્રથમ મોલ અમદાવાદ ખાતે શરૂ કરાયો છે. ગુજકોમાસોલ મોલ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત અને ગ્રાહકોને ફાયદો કરાવવાનો છે. કઈ કઈ ખાદ્ય ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે? ગુજકોમાસોલ દ્વારા સીંગતેલ, કપાસિયા તેલ, મગ દાળ, અડદ દાળ, તુવેર દાળ, ચણા દાળ, ચોખા, હળદલ, મરચું, હિંગ, સંભાળ મસાલા, ચા, ચાટ મસાલા, પુલાવ મસાલા, છોલે મસાલા, પાવભાજી મસાલા, પાણીપુરી મસાલા, ઢોસા, ઇડલી, ખમણ, દાળવડા, ઉપમા, ગુલાબજાંબુ, દહીંવડા જેવી વસ્તુઓ બનાવવા માટેનું પેકેજીંગ મટિરિયલ વેચાણ કરે છે. ગુજકોમસોલના ટર્ન ઓવરમાં થયો વધારો• 2016-17માં ગુજકોમસોલ ટર્ન ઓવર 1626.94 કરોડ હતું. • 110 ટકા વધારા સાથે 2022-23માં 4700 કરોડ સુધી પહોંચ્યું. • ગુજકોમસોલના ગ્રોસ નફો 2017-18મા 39.86 કરોડ અને 2022-23માં 76 ટકા વધારા સાથે 70 કરોડ પહોંચ્યો. • ગુજકોમસોલના નેટ નફો 2017-18મા 7.77 કરોડ અને 2022-23માં 209 ટકા વધારા સાથે 24 કરોડ પહોંચ્યો. • ગુજકોમસોલે 2017-18મા 1584 કરોડ અને 2022-23માં 15 ટકા વધારા સાથે 1821.73 કરોડનું ખાતર વેચાણ કર્યું. • ગુજકોમસોલે 2017-18મા 1156 કરોડ અને 2022-23માં 826 ટકા વધારા સાથે 107 કરોડનું બિયારણનું વેચાણ કર્યું. • જંતુનાશક દવાના વેચાણમાં થયો ઘટાડો 2017-18માં 1.73 કરોડ સામે 2022-23માં 1.27 કરોડ થયું. • ગુજકોમસોલ ઇન્વેટમાં 59 ટકા વધારા સાથે 2022-23માં 29.50 કરોડ થયું. • 2017-18માં 38 કરોડ ફિક્સ ડિપોઝીટમાં 2022-23માં 184 ટકાના વધારા સાથે 108 કરોડનું થયું. • ગુજકોમસોલે ડીવીડન્ડમાં પણ અગાઉ 12થી 15 ટકાના દર સામે હવે 22 ટકા કરે છે,ચુકવણી. • ગુજકોમસોલના 2017માં દિલીપ સંઘાણી નેતૃત્વમાં ઓવરઓલ 110 ટકાનો થયો વધારો. ગ્રાહકોને શોપિંગ મોલથી શું ફાયદો થશે ગુજકોમાસોલ પાસે પ્રોસેસિંગ અને પેકેજીંગ યુનિટ હોવાથી ગ્રાહકોને માર્કેટ કરતા ઓછા ભાવે અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ મોલમાં મળી રહેશે. તમને જણાવી દઈએ કે, જીવન જરૂરિયાત વસ્તુઓ પર કંપનીઓ પોતાનો નફો મેળવતા હોય છે. દરેક વસ્તુની ટકાવારી પ્રમાણે કંપની નફો મેળવે છે. જેમ કે, ટ્રેાન્સપોર્ટ ખર્ચ, મેન્યુફેક્ચરિંગ ખર્ચ, પ્રોસેસિંગ ખર્ચ અને પેકેજીંગ ખર્ચ લગાવતા હોય છે. ખેડૂતને શું ફાયદો થશે ગુજકોમાસોલ ખેડૂતો પાસેથી સારા ભાવે ખેત પેદાશની ખરીદી કરશે અને તેનું વેચાણ મોલમાં કરવામાં આવશે. જેમ કે, હાલ મગફળી, કઠોર, શાકભાજી સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. આ મોલ થકી ખેડૂતોને પોતાની પેદાશનો ઉંચો ભાવ મળશે. આ ઉપરાંત ખેત પેદાશમાંથી તૈયાર થતી ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. કમિશન પ્રથા બંધ થશે અત્યાર સુધી વેપારીઓ ખેડૂતો પાસેથી નીચા ભાવે ખેત પેદાશ ખરીદતા અને તેમાં પોતાનું કમિશન ઉમેરીને બજારમાં ઉંચા ભાવે વેચાણ કરતા હતા. જેથી ખેડૂતોને પોતાના પાકના યોગ્ય પોષણતમ ભાવ મળતા નહોતા. પરંતુ હવે તેવું નહીં બને, ગુજકોમાસોલ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી તેનું વેચાણ ગુજકોમાસોલ મોલમાં કરશે, જેથી ખેડૂતોને ફાયદો થશે.

Ahmedabad: રાજ્યના પ્રથમ સહકારી સુપર માર્કેટની સાયન્સ સિટી રોડ પર શરૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર રાજ્યના પ્રથમ સહકારી સુપર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો છે. દશેરાના પવિત્ર દિવસે અમદાવાદ ખાતે ગુજકો માર્ટની શરુઆત જીએસસી બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદનાં સાયન્સ સીટી રોડ પર રાજ્યનો પ્રથમ ગુજકો માર્ટ બન્યો છે. આવનારા સમયમાં રાજ્યમાં 250 ગુજકો માર્ટ બનાવવાનું લક્ષ્યાંક છે. ગુજકોમાર્ટ મોટા શહેરોની સાથે નાના તાલુકાઓમાં પણ કાર્યરત થશે. રેડી ટુ ઇટ અને રેડી ટુ કુક, મધ, જંગલની જડીબુટ્ટીઓ વિસરાયેલા ચોખા પણ ઉપલબ્ધ થશે. ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે 25 પ્રકારની હેલ્થ કીટનું પણ વેચાણ થશે. ગુજકો માર્ટ દ્વારા ઓનલાઇન એપ્લિકેશન મારફતે પણ વેચાણ કરવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં અમદાવાદ સાથે રાજકોટ સુરત અને વડોદરામાં પણ ગુજકોમાર્ટ કાર્યરત થશે. પીપીપી મોડેલ દ્વારા 150 થી 200 કરોડના ખર્ચે સ્ટોરની શરૂઆત થશે. બજાર ભાવ કરતાં સાતથી માંડીને 22 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ગુજકોમાસોલની યોજના છે. ગૂજકોમોસોલના ચેરમેન દિલીપ સંઘાણી, કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સહકારી સંસ્થા ગુજકોમાસોલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરમાં સહકારી સંસ્થા ગુજકોમાસોલ દ્વારા 250 નવા મોલ શરૂ કરવામાં આવશે. મેગા સીટી, તાલુકા અને ગ્રામીણ કક્ષાએ આ મોલ શરૂ કરાશે. જેમાં સારી ક્વોલિટી અને ઓછી કિંમતની વસ્તુઓ ગુજકોમસોલના મોલમાંથી મળશે. કોર્પોરેટ મોલને ટક્કર માટે તે પ્રકારના મોલ શરૂ કરવાનું આયોજન કરાયું છે. ગુજકોમાસોલ મોલના નામે મોલ શરૂ કરાશે.

ગુજકોમાસોલ 10 હજારની વસ્તી હોય તેવા વિસ્તારમાં શોપિંગ મોલ શરૂ કરશે. ગુજકોમાસોલ દ્વારા પ્રથમ મોલ અમદાવાદ ખાતે શરૂ કરાયો છે. ગુજકોમાસોલ મોલ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત અને ગ્રાહકોને ફાયદો કરાવવાનો છે.

કઈ કઈ ખાદ્ય ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે?

ગુજકોમાસોલ દ્વારા સીંગતેલ, કપાસિયા તેલ, મગ દાળ, અડદ દાળ, તુવેર દાળ, ચણા દાળ, ચોખા, હળદલ, મરચું, હિંગ, સંભાળ મસાલા, ચા, ચાટ મસાલા, પુલાવ મસાલા, છોલે મસાલા, પાવભાજી મસાલા, પાણીપુરી મસાલા, ઢોસા, ઇડલી, ખમણ, દાળવડા, ઉપમા, ગુલાબજાંબુ, દહીંવડા જેવી વસ્તુઓ બનાવવા માટેનું પેકેજીંગ મટિરિયલ વેચાણ કરે છે.

ગુજકોમસોલના ટર્ન ઓવરમાં થયો વધારો

• 2016-17માં ગુજકોમસોલ ટર્ન ઓવર 1626.94 કરોડ હતું.

• 110 ટકા વધારા સાથે 2022-23માં 4700 કરોડ સુધી પહોંચ્યું.

• ગુજકોમસોલના ગ્રોસ નફો 2017-18મા 39.86 કરોડ અને 2022-23માં 76 ટકા વધારા સાથે 70 કરોડ પહોંચ્યો.

• ગુજકોમસોલના નેટ નફો 2017-18મા 7.77 કરોડ અને 2022-23માં 209 ટકા વધારા સાથે 24 કરોડ પહોંચ્યો.

• ગુજકોમસોલે 2017-18મા 1584 કરોડ અને 2022-23માં 15 ટકા વધારા સાથે 1821.73 કરોડનું ખાતર વેચાણ કર્યું.

• ગુજકોમસોલે 2017-18મા 1156 કરોડ અને 2022-23માં 826 ટકા વધારા સાથે 107 કરોડનું બિયારણનું વેચાણ કર્યું.

• જંતુનાશક દવાના વેચાણમાં થયો ઘટાડો 2017-18માં 1.73 કરોડ સામે 2022-23માં 1.27 કરોડ થયું.

• ગુજકોમસોલ ઇન્વેટમાં 59 ટકા વધારા સાથે 2022-23માં 29.50 કરોડ થયું.

• 2017-18માં 38 કરોડ ફિક્સ ડિપોઝીટમાં 2022-23માં 184 ટકાના વધારા સાથે 108 કરોડનું થયું.

• ગુજકોમસોલે ડીવીડન્ડમાં પણ અગાઉ 12થી 15 ટકાના દર સામે હવે 22 ટકા કરે છે,ચુકવણી.

• ગુજકોમસોલના 2017માં દિલીપ સંઘાણી નેતૃત્વમાં ઓવરઓલ 110 ટકાનો થયો વધારો.

ગ્રાહકોને શોપિંગ મોલથી શું ફાયદો થશે

ગુજકોમાસોલ પાસે પ્રોસેસિંગ અને પેકેજીંગ યુનિટ હોવાથી ગ્રાહકોને માર્કેટ કરતા ઓછા ભાવે અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ મોલમાં મળી રહેશે. તમને જણાવી દઈએ કે, જીવન જરૂરિયાત વસ્તુઓ પર કંપનીઓ પોતાનો નફો મેળવતા હોય છે. દરેક વસ્તુની ટકાવારી પ્રમાણે કંપની નફો મેળવે છે. જેમ કે, ટ્રેાન્સપોર્ટ ખર્ચ, મેન્યુફેક્ચરિંગ ખર્ચ, પ્રોસેસિંગ ખર્ચ અને પેકેજીંગ ખર્ચ લગાવતા હોય છે.

ખેડૂતને શું ફાયદો થશે

ગુજકોમાસોલ ખેડૂતો પાસેથી સારા ભાવે ખેત પેદાશની ખરીદી કરશે અને તેનું વેચાણ મોલમાં કરવામાં આવશે. જેમ કે, હાલ મગફળી, કઠોર, શાકભાજી સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. આ મોલ થકી ખેડૂતોને પોતાની પેદાશનો ઉંચો ભાવ મળશે. આ ઉપરાંત ખેત પેદાશમાંથી તૈયાર થતી ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

કમિશન પ્રથા બંધ થશે

અત્યાર સુધી વેપારીઓ ખેડૂતો પાસેથી નીચા ભાવે ખેત પેદાશ ખરીદતા અને તેમાં પોતાનું કમિશન ઉમેરીને બજારમાં ઉંચા ભાવે વેચાણ કરતા હતા. જેથી ખેડૂતોને પોતાના પાકના યોગ્ય પોષણતમ ભાવ મળતા નહોતા. પરંતુ હવે તેવું નહીં બને, ગુજકોમાસોલ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી તેનું વેચાણ ગુજકોમાસોલ મોલમાં કરશે, જેથી ખેડૂતોને ફાયદો થશે.