Dahodમાં પર પુરુષ સાથેના પ્રેમ સંબંધમાં પરિણીતાને અર્ધનગ્ન કરી ગામમાં કાઢ્યો વરઘોડો

દાહોદમાં પરિણીત મહિલા પર જુલમ કરવામાં આવ્યો. દાહોદના સંજેલી તાલુકાના એક ગામમાં પરિણીત મહિલા પર ટોળાએ અત્યાચાર કરતો હોવાનો કિસ્સા સામે આવ્યો. ગામમાં રહેતી એક પરિણીતાને પરપુરુષ સાથે પ્રેમસંબંધને લઈને ગામલોકોએ મારમારી બાઈકના કેરિયર પર સાંકળ વડે બાંધી રોડ ઉપર ઢસડી. આટલેથી ના અટકતાં આ મહિલા પર વધુ જુલમ કરતાં ટોળાએ તેને અર્ધનગ્ન કરી ગામમાં વરઘોડો કાઢ્યો. ઘટનાની જાણ થતાં પોલીસે જુલમ કરતાં ટોળાને કાબૂમાં લઈ. પીડિત મહિલાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી.સંજેલી તાલુકાના એક ગામમાં પરપુરુષના પ્રેમમાં પડેલી પરિણીતાને લોકોએ તાલીબાની સજા આપી. પરિણીત મહિલા પર જુલમ કરતાં ટોળાએ મહિલાને ઘરમાંથી બહાર કાઢી ખૂબ માર માર્યો. ત્યારબાદ જુલમ કરનારા તત્ત્વોએ આટલેથી ના અટકતાં બાઈકના કેરિયર પર સાંકળ વડે બાંધી રોડ ઉપર ઢસડી અને અર્ધનગ્ન કરી ગામમાં મહિલાનો વરઘોડો કાઢ્યો. પરિણીત મહિલાને પરપુરુષ સાથે પ્રેમ સંબંધ રાખવાને લઈને ગામના લોકો ઉશ્કેરાયેલા હતા. કેટલાક લોકોને પરિણીત મહિલાનો પર પુરુષ સાથેનો પ્રેમસંબંધ સહન ના થતાં તેના પર તાલીબાનોની જેમ ક્રૂર જુલમ કર્યો. મહિલાને 15 જેટલા ઈસમોના ટોળાએ ઘરમાંથી કાઢી ક્રૂર રીતે માર માર્યો. આ ટોળાએ મહિલાનો અર્ધનગ્ન હાલતમાં આખા ગામમાં વરઘોડો કાઢી સમગ્ર વિડીયો મોબાઈલ ફોનમાં ઉતારી દઈ સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો. 28મી જાન્યુઆરીના રોજ સંજેલીમાં પરિણીત મહિલા પર અત્યાચાર થયો. સંજેલી તાલુકાના એક ગામ મા પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ પરણિત મહિલાને માર માર્યો. 28 જાન્યુઆરીના રોજ ભર બપોરે મહિલા પર જુલમ કર્યાનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી. સંજેલી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. પોલીસે જુલમી ખોરોને કાબૂમાં લઈ મહિલાના આપત્તિજનક વીડિયો વાયરલ કરનારા સામે કડક વલણ અપનાવતા પહેલા મોબાઈલમાંથી વીડિયો ડીલીટ કરાવી કાયદાનો ડર બતાવ્યો. પીડિત મહિલાની ફરિયાદ પર સસરા અને દિયર સહિત 15 વ્યક્તિ સામે ગુનો નોંધાયો. પીડિતાએ 11 પુરુષ અને 4 મહિલા સહિત ટોળા સામે ફરિયાદ દાખલ કરી. ટોળાની તાલીબાની સજાના ભોગ બનનાર મહિલાના નિવેદનના આધારે પોલીસ તપાસ શરૂ કરી. અગાઉ પણ એક તાલીબાની સજા અપાઈ હોવાના કિસ્સા સામે આવેલા છે. ખાસ કરીને પ્રેમ સંબંધમાં યુવક અને યુવતી તેમજ લગ્નેતર સંબંધને લઈને મહિલા તેમજ પુરુષોને લોકો દ્વારા તાલીબાની સજા આપવામાં આવતી હોય છે. વર્ષ પહેલા પણ તાલીબાની સજાનો વીડિયો વાયરલ થયો હતો. તાલીબાન દેશમાં લોકોમાં કાયદાનો ડર બેસાડવા હાથ કાપવા, જાહેરમાં કરોડો ઝીંકવા તેમજ ફાંસી પર ચઢાવવા જેવી ક્રૂર સજાઓ આપવામાં આવે છે. દાહોદ ઉપરાંત રાજ્યમાં અનેક વખત લોકોને આવી રીતે ક્રૂર તાલીબાની સજા અપાઈ હોવાના કિસ્સા અનેક વખત સામે આવેલા છે.

Dahodમાં પર પુરુષ સાથેના પ્રેમ સંબંધમાં પરિણીતાને અર્ધનગ્ન કરી ગામમાં કાઢ્યો વરઘોડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં પરિણીત મહિલા પર જુલમ કરવામાં આવ્યો. દાહોદના સંજેલી તાલુકાના એક ગામમાં પરિણીત મહિલા પર ટોળાએ અત્યાચાર કરતો હોવાનો કિસ્સા સામે આવ્યો. ગામમાં રહેતી એક પરિણીતાને પરપુરુષ સાથે પ્રેમસંબંધને લઈને ગામલોકોએ મારમારી બાઈકના કેરિયર પર સાંકળ વડે બાંધી રોડ ઉપર ઢસડી. આટલેથી ના અટકતાં આ મહિલા પર વધુ જુલમ કરતાં ટોળાએ તેને અર્ધનગ્ન કરી ગામમાં વરઘોડો કાઢ્યો. ઘટનાની જાણ થતાં પોલીસે જુલમ કરતાં ટોળાને કાબૂમાં લઈ. પીડિત મહિલાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી.

સંજેલી તાલુકાના એક ગામમાં પરપુરુષના પ્રેમમાં પડેલી પરિણીતાને લોકોએ તાલીબાની સજા આપી. પરિણીત મહિલા પર જુલમ કરતાં ટોળાએ મહિલાને ઘરમાંથી બહાર કાઢી ખૂબ માર માર્યો. ત્યારબાદ જુલમ કરનારા તત્ત્વોએ આટલેથી ના અટકતાં બાઈકના કેરિયર પર સાંકળ વડે બાંધી રોડ ઉપર ઢસડી અને અર્ધનગ્ન કરી ગામમાં મહિલાનો વરઘોડો કાઢ્યો. પરિણીત મહિલાને પરપુરુષ સાથે પ્રેમ સંબંધ રાખવાને લઈને ગામના લોકો ઉશ્કેરાયેલા હતા. કેટલાક લોકોને પરિણીત મહિલાનો પર પુરુષ સાથેનો પ્રેમસંબંધ સહન ના થતાં તેના પર તાલીબાનોની જેમ ક્રૂર જુલમ કર્યો. મહિલાને 15 જેટલા ઈસમોના ટોળાએ ઘરમાંથી કાઢી ક્રૂર રીતે માર માર્યો. આ ટોળાએ મહિલાનો અર્ધનગ્ન હાલતમાં આખા ગામમાં વરઘોડો કાઢી સમગ્ર વિડીયો મોબાઈલ ફોનમાં ઉતારી દઈ સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો.

28મી જાન્યુઆરીના રોજ સંજેલીમાં પરિણીત મહિલા પર અત્યાચાર થયો. સંજેલી તાલુકાના એક ગામ મા પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ પરણિત મહિલાને માર માર્યો. 28 જાન્યુઆરીના રોજ ભર બપોરે મહિલા પર જુલમ કર્યાનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી. સંજેલી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. પોલીસે જુલમી ખોરોને કાબૂમાં લઈ મહિલાના આપત્તિજનક વીડિયો વાયરલ કરનારા સામે કડક વલણ અપનાવતા પહેલા મોબાઈલમાંથી વીડિયો ડીલીટ કરાવી કાયદાનો ડર બતાવ્યો.

પીડિત મહિલાની ફરિયાદ પર સસરા અને દિયર સહિત 15 વ્યક્તિ સામે ગુનો નોંધાયો. પીડિતાએ 11 પુરુષ અને 4 મહિલા સહિત ટોળા સામે ફરિયાદ દાખલ કરી. ટોળાની તાલીબાની સજાના ભોગ બનનાર મહિલાના નિવેદનના આધારે પોલીસ તપાસ શરૂ કરી.

અગાઉ પણ એક તાલીબાની સજા અપાઈ હોવાના કિસ્સા સામે આવેલા છે. ખાસ કરીને પ્રેમ સંબંધમાં યુવક અને યુવતી તેમજ લગ્નેતર સંબંધને લઈને મહિલા તેમજ પુરુષોને લોકો દ્વારા તાલીબાની સજા આપવામાં આવતી હોય છે. વર્ષ પહેલા પણ તાલીબાની સજાનો વીડિયો વાયરલ થયો હતો. તાલીબાન દેશમાં લોકોમાં કાયદાનો ડર બેસાડવા હાથ કાપવા, જાહેરમાં કરોડો ઝીંકવા તેમજ ફાંસી પર ચઢાવવા જેવી ક્રૂર સજાઓ આપવામાં આવે છે. દાહોદ ઉપરાંત રાજ્યમાં અનેક વખત લોકોને આવી રીતે ક્રૂર તાલીબાની સજા અપાઈ હોવાના કિસ્સા અનેક વખત સામે આવેલા છે.