Bhuj પોલીસે કર્યુ શસ્ત્ર પૂજન, જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તેવી કરાઈ પ્રાર્થના

દશેરાના દિવસે આજે પોલીસ દ્વારા ભુજ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજનવિધિમાં પોલીસ બેડાના હથિયારો જેવા રાયફલ, AK 47, થ્રી નોટ થ્રી જેવા અનેક હથિયારોનું શસ્ત્રપૂજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.પોલીસ દળમાં રહેલા ઘોડાને પણ કંકુ તિલક કરી પૂજન કરાયું પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ દળમાં રહેલા ઘોડાને પણ કંકુ તિલક કરીને ગોળ ખવડાવી પૂજન કરવામાં આવ્યું હતું. મહાભારત કાળમાં ક્ષત્રિયોએ લોકોના રક્ષણ માટે શસ્ત્રો ઉપાડ્યા હતાઅને આજે કળયુગમાં લોકોનું રક્ષણ પોલીસ કરી રહી છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ફાળવવામાં આવેલા શસ્ત્રોનો ઉપયોગ અસુરી તત્વો સામે થાય અને નિર્દોષ લોકોને ઈજાના પહોંચે કે તેમનો જીવ ના જાય તે માટે જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના લીંબડીના ઐતિહાસિક ટાવર બંગલા ખાતે શસ્ત્ર પૂજન સન્માન કાર્યક્રમ યોજાયો વિજયા દશમી નિમિત્તે લીંબડીના ઐતિહાસિક ટાવર બંગલા ખાતે માં શક્તિના મંદિર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજનો શસ્ત્ર પૂજન અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરિટસિંહ રાણા, લીંબડી રાજવી પરિવારના જયદીપસિંહ ઝાલા, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, પૂર્વ નાયબ કલેકટર મહાવીરસિંહ રાણા, માંગુજી ક્ષત્રિય સમાજના પ્રમુખ મહાવીરસિંહ લાલીયાદ, ડો. રૂદ્રસિંહ ઝાલા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ રાજભા ઝાલા સહિત અનેક લોકો ઉપસ્થિતિ રહ્યા હતા અને શસ્ત્રોનું પરંપરા મુજબ પુજન કર્યું હતું. કેસરીયા સાફામાં સજ્જ ઘોડે સવારો સાથે વાજતે ગાજતે ભવ્ય શૌર્યયાત્રા નીકળી આ પ્રસંગે લીંબડી તાલુકાના ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. દશેરા નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર કેસરીયા સાફામાં સજ્જ ઘોડે સવારો સાથે વાજતે ગાજતે ભવ્ય શૌર્યયાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે નિવાસસ્થાને સુરક્ષાકર્મીઓની સાથે કર્યું શસ્ત્રપૂજન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરીકોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને મુખ્યપ્રધાને નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજનમાં ભાગ લીધો હતો. મુખ્યપ્રધાને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, આંતરિક શત્રુઓ પર વિજય મેળવવા માટે જ્ઞાનરૂપી શસ્ત્ર છે, જ્યારે બાહ્ય નકારાત્મક શક્તિઓ સામે વિજય માટે પણ શસ્ત્રનો મહિમા છે.

Bhuj પોલીસે કર્યુ શસ્ત્ર પૂજન, જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તેવી કરાઈ પ્રાર્થના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દશેરાના દિવસે આજે પોલીસ દ્વારા ભુજ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજનવિધિમાં પોલીસ બેડાના હથિયારો જેવા રાયફલ, AK 47, થ્રી નોટ થ્રી જેવા અનેક હથિયારોનું શસ્ત્રપૂજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

પોલીસ દળમાં રહેલા ઘોડાને પણ કંકુ તિલક કરી પૂજન કરાયું

પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ દળમાં રહેલા ઘોડાને પણ કંકુ તિલક કરીને ગોળ ખવડાવી પૂજન કરવામાં આવ્યું હતું. મહાભારત કાળમાં ક્ષત્રિયોએ લોકોના રક્ષણ માટે શસ્ત્રો ઉપાડ્યા હતાઅને આજે કળયુગમાં લોકોનું રક્ષણ પોલીસ કરી રહી છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ફાળવવામાં આવેલા શસ્ત્રોનો ઉપયોગ અસુરી તત્વો સામે થાય અને નિર્દોષ લોકોને ઈજાના પહોંચે કે તેમનો જીવ ના જાય તે માટે જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.


સુરેન્દ્રનગરના લીંબડીના ઐતિહાસિક ટાવર બંગલા ખાતે શસ્ત્ર પૂજન સન્માન કાર્યક્રમ યોજાયો

વિજયા દશમી નિમિત્તે લીંબડીના ઐતિહાસિક ટાવર બંગલા ખાતે માં શક્તિના મંદિર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજનો શસ્ત્ર પૂજન અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરિટસિંહ રાણા, લીંબડી રાજવી પરિવારના જયદીપસિંહ ઝાલા, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, પૂર્વ નાયબ કલેકટર મહાવીરસિંહ રાણા, માંગુજી ક્ષત્રિય સમાજના પ્રમુખ મહાવીરસિંહ લાલીયાદ, ડો. રૂદ્રસિંહ ઝાલા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ રાજભા ઝાલા સહિત અનેક લોકો ઉપસ્થિતિ રહ્યા હતા અને શસ્ત્રોનું પરંપરા મુજબ પુજન કર્યું હતું.

કેસરીયા સાફામાં સજ્જ ઘોડે સવારો સાથે વાજતે ગાજતે ભવ્ય શૌર્યયાત્રા નીકળી

આ પ્રસંગે લીંબડી તાલુકાના ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. દશેરા નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર કેસરીયા સાફામાં સજ્જ ઘોડે સવારો સાથે વાજતે ગાજતે ભવ્ય શૌર્યયાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે નિવાસસ્થાને સુરક્ષાકર્મીઓની સાથે કર્યું શસ્ત્રપૂજન

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરીકોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને મુખ્યપ્રધાને નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજનમાં ભાગ લીધો હતો. મુખ્યપ્રધાને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, આંતરિક શત્રુઓ પર વિજય મેળવવા માટે જ્ઞાનરૂપી શસ્ત્ર છે, જ્યારે બાહ્ય નકારાત્મક શક્તિઓ સામે વિજય માટે પણ શસ્ત્રનો મહિમા છે.