Gandhinagar સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ હસ્તક આશ્રમ શાળા શિક્ષણને હવાલે

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે 272 ગ્રાન્ડેટ આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગને હસ્તક સોંપવા નિર્ણય કર્યો છે.ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2005થી ચાલતા કેસ એક તબક્કે જાહેરહિતની અરજીમાં પરિવર્તિત થતા આ વર્ષના આરંભ માર્ચ મહિનામાં જ હાઈકોર્ટે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર- 2009ના મૂળભૂત ઉદ્દેશ્યો સિદ્ધ થાય તે હેતુસર યોગ્ય વ્યવસ્થા ગોઠવવા ચૂકાદો આપ્યો હતો. જે અનુસંધાને વિભાગે એક ઠરાવ મારફતે આ નિર્ણય કર્યાનું જાહેર થયુ છે. આશ્રમ શાળાઓમાં પહેલાથી જ ગ્રાન્ટ અને શિક્ષણને મુદ્દે ભ્રષ્ટાચાર અને ગુણવત્તાને લઈને ફરિયાદો રહી છે. એ તબક્કે લાંબા સમયથી ગ્રાન્ટેડ આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગને જ સોંપવા માંગણીઓ ઉઠતી રહી હતી. તેવામાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના કાયદાના અમલ મુદ્દે હાઈકોર્ટે આદેશ આપતા અધિક મુખ્ય સચિવના અધ્યક્ષપદે રચાયેલી એક સમિતિની ભલામણ બાદ હાલની યોજનામા ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાવ અને વિકસિતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળની અનુદાનિત આશ્રમશાળાઓમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ પુરું પાડવાની જવાબદારી હવેથી શિક્ષણ વિભાગની રહેશે. જ્યારે આશ્રમ શાળાઓમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા- જમવાની સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને હસ્તક રહેશે.

Gandhinagar સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ હસ્તક આશ્રમ શાળા શિક્ષણને હવાલે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે 272 ગ્રાન્ડેટ આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગને હસ્તક સોંપવા નિર્ણય કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2005થી ચાલતા કેસ એક તબક્કે જાહેરહિતની અરજીમાં પરિવર્તિત થતા આ વર્ષના આરંભ માર્ચ મહિનામાં જ હાઈકોર્ટે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર- 2009ના મૂળભૂત ઉદ્દેશ્યો સિદ્ધ થાય તે હેતુસર યોગ્ય વ્યવસ્થા ગોઠવવા ચૂકાદો આપ્યો હતો. જે અનુસંધાને વિભાગે એક ઠરાવ મારફતે આ નિર્ણય કર્યાનું જાહેર થયુ છે.

આશ્રમ શાળાઓમાં પહેલાથી જ ગ્રાન્ટ અને શિક્ષણને મુદ્દે ભ્રષ્ટાચાર અને ગુણવત્તાને લઈને ફરિયાદો રહી છે. એ તબક્કે લાંબા સમયથી ગ્રાન્ટેડ આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગને જ સોંપવા માંગણીઓ ઉઠતી રહી હતી. તેવામાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના કાયદાના અમલ મુદ્દે હાઈકોર્ટે આદેશ આપતા અધિક મુખ્ય સચિવના અધ્યક્ષપદે રચાયેલી એક સમિતિની ભલામણ બાદ હાલની યોજનામા ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાવ અને વિકસિતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળની અનુદાનિત આશ્રમશાળાઓમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ પુરું પાડવાની જવાબદારી હવેથી શિક્ષણ વિભાગની રહેશે. જ્યારે આશ્રમ શાળાઓમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા- જમવાની સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને હસ્તક રહેશે.