Rajkotમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો, ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક માર

રાજકોટમાં 15 દિવસમાં પામતેલના ભાવમાં રૂપિયા 240નો વધારો થયો છે.15 દિવસમાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 110નો વધારો થયો છે.સીંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો થયો છે જયારે સીંગતેલનો ડબ્બાનો ભાવ રૂ 2645એ પહોંચ્યો છે.આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણા ચાલી રહી છે જેને લઈને ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો નોંધાયો છે. ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.15 દિવસમાં ફરીથી ભાવ વધારો થતા લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.સાથે સાથે ગત અઠવાડિયે પણ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.ગત અઠવાડિયે પણ ભાવમાં રૂપિયા 20થી 40નો વધારો થયો હતો. જાણો કયારે વધ્યો તેલનો ભાવ અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજી અને જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે.7 સપ્ટેમ્બર - સિંગતેલમાં 60 રૂપિયા અને કપાસિયા તેલમાં 70 રૂપિયાનો વધારો,29 જુલાઈ - 80 રૂપિયાનો વધારો,16 જુલાઈ - 40 રૂપિયાનો વધારો,4 જુલાઈ - 70 રૂપિયાનો વધારો,29 જુન - 30 રૂપિયાનો વધારો,5 મે- 10 રૂપિયાનો વધારો. મગફળીના પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જો કે,સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. મગફળીમાં મુંડા આવવાના કારણે મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે.  

Rajkotમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો, ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં 15 દિવસમાં પામતેલના ભાવમાં રૂપિયા 240નો વધારો થયો છે.15 દિવસમાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 110નો વધારો થયો છે.સીંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો થયો છે જયારે સીંગતેલનો ડબ્બાનો ભાવ રૂ 2645એ પહોંચ્યો છે.આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણા ચાલી રહી છે જેને લઈને ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો નોંધાયો છે.

ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.15 દિવસમાં ફરીથી ભાવ વધારો થતા લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.સાથે સાથે ગત અઠવાડિયે પણ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.ગત અઠવાડિયે પણ ભાવમાં રૂપિયા 20થી 40નો વધારો થયો હતો.

જાણો કયારે વધ્યો તેલનો ભાવ

અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજી અને જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે.7 સપ્ટેમ્બર - સિંગતેલમાં 60 રૂપિયા અને કપાસિયા તેલમાં 70 રૂપિયાનો વધારો,29 જુલાઈ - 80 રૂપિયાનો વધારો,16 જુલાઈ - 40 રૂપિયાનો વધારો,4 જુલાઈ - 70 રૂપિયાનો વધારો,29 જુન - 30 રૂપિયાનો વધારો,5 મે- 10 રૂપિયાનો વધારો.

મગફળીના પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ

સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જો કે,સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. મગફળીમાં મુંડા આવવાના કારણે મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે.