Ahmedabad: સ્કૂલ-કોલેજમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, સંતાનોને લત લાગવાનો ભય
શાહઆલમ ટોલનાકા પાસે હોટલ સિલ્વર સ્પ્રિંગમાં કોમર્શિયલ કવોન્ટિટીમાં મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ મામલે પકડાયેલા મહારાષ્ટ્રના બરકત અલી રહેમતઉલ્લા શેખ, રૂબીના બરકતઅલી શેખ અને શાહનવાઝ ઉર્ફે શાનું આલમખાન પઠાણને અત્રેના એડિશનલ સેશન્સ જજ બી.એલ. ચોઈથાણીએ ગુનેગાર ઠરાવીને 15 વર્ષ અને 12 વર્ષની સજા ફટકારી છે. જયારે દરેક આરોપીને એક-એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે.આ કેસની વિગત એવી છે કે, મહારાષ્ટ્રથી બરકત અલી રહેમતઉલ્લા શેખ, રૂબીના બરકતઅલી શેખ અને અલીમહંમદ શફી શેખ શાહઆલમ ટોલનાકા પાસે હોટલ સિલ્વર સ્પ્રિંગમાં મેથાએમ્ફેટામાઈનનો જથ્થો શાહપુરના શાહનવાઝ ઉર્ફે શાનું આલમખાન પઠાણને આપવાના હોવાની બાતમીના આધારે ગત તા. 20-7-2020ના રોજ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા મેથાએમ્ફેટામાઈનનો 342.374 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જે ડ્રગ્સનો જથ્થો શાહપુરમાં શાહનવાઝને આપવાનો ત્રણેય આરોપીઓએ કહ્યુ હતુ. પોલીસે શાહનવાઝના ઘરે તપાસ કરતા રૂ.4.16 લાખ રોકડા અને જીપલોકવાળી થેલીઓ મળી આવી હતી. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને કોર્ટમાં ચાર્જશીટ મુકયું હતુ. જે કેસ ચાલતા સરકારી વકીલ ચૈતન્ય આર.ખત્રીએ 12 સાક્ષીઓ અને 35 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું સેવન ખૂબ જ વધી રહ્યુ છે. આરોપીઓ પાસેથી કોમર્શિયલ કવોન્ટીટીમાં ડ્ર્ગ્સનો જથ્થો મળી આવ્યો હોવાનું પુરવાર થયુ છે. ત્યારે આવા કિસ્સામાં સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ. ત્યારબાદ કોર્ટે બરકત અલી રહેમતઉલ્લા શેખને 15 વર્ષની કેદ, રૂબીના બરકતઅલી શેખ અને શાહનવાઝ ઉર્ફે શાનું આલમખાન પઠાણને 12 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જયારે જામીન પર મુકત થઈને ફરાર થઈ ગયેલા અલીમહંમદ શફી શેખનો કેસ અલગથી ચલાવવા હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ મોટા જથ્થામાં મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સની હેરાફેરી માટે સિન્ડિકેટ રચી હોવાનું પુરવાર થાય છે. નાર્કોટીકસ પદાર્થોની હેરાફેરી દરેક દેશ માટે નાસુર બની ગયો છે. આપણા દેશમાં પણ પહેલા ગલીએ ગલીએ નાકે નાકે તમાકુ પાન માવા વેચાતા હતા ત્યારબાદ દારૂ વેચાવા લાગેલ. હવે ખાસ કરીને કોલેજ, હોસ્ટેલ, યુનિવર્સિટી વગેરે કેમ્પસમાં ડ્ર્ગ્સનું દૂષણ ખૂબ વધી ગયું છે. જેના લીધે ઘણા લોકો ડ્ર્ગ્સના નશામાં ન ફકત પોતાની જિંદગી બરબાદ કરવા લાગ્યા છે. દેશનું યુવાધન આ બદીથી નાશ થવા લાગેલ છે. નશાની લત ના લાગી જાય તેવા ભય હેઠળ સતત શાળા કોલેજમાં જતા કિશોર કિશોરીઓના માતા-પિતાને હોય છે. દેશના યુવાધનને નાશ કરીને દેશમાં શસ્ત્ર વગર ગૃહયુદ્ધ ફેલાવવાનું આ એક કાવતરું છે અથવા તો તેમ કહીએ કે દેશને પાયમાલ કરવા માટે શસ્ત્ર તરીકે ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. આ ગુનો પુરવાર થાય તો સમાજમાં દાખલો બેસાડવા માટે કડક સજા કરવી જરૂરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શાહઆલમ ટોલનાકા પાસે હોટલ સિલ્વર સ્પ્રિંગમાં કોમર્શિયલ કવોન્ટિટીમાં મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ મામલે પકડાયેલા મહારાષ્ટ્રના બરકત અલી રહેમતઉલ્લા શેખ, રૂબીના બરકતઅલી શેખ અને શાહનવાઝ ઉર્ફે શાનું આલમખાન પઠાણને અત્રેના એડિશનલ સેશન્સ જજ બી.એલ. ચોઈથાણીએ ગુનેગાર ઠરાવીને 15 વર્ષ અને 12 વર્ષની સજા ફટકારી છે. જયારે દરેક આરોપીને એક-એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, મહારાષ્ટ્રથી બરકત અલી રહેમતઉલ્લા શેખ, રૂબીના બરકતઅલી શેખ અને અલીમહંમદ શફી શેખ શાહઆલમ ટોલનાકા પાસે હોટલ સિલ્વર સ્પ્રિંગમાં મેથાએમ્ફેટામાઈનનો જથ્થો શાહપુરના શાહનવાઝ ઉર્ફે શાનું આલમખાન પઠાણને આપવાના હોવાની બાતમીના આધારે ગત તા. 20-7-2020ના રોજ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા મેથાએમ્ફેટામાઈનનો 342.374 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જે ડ્રગ્સનો જથ્થો શાહપુરમાં શાહનવાઝને આપવાનો ત્રણેય આરોપીઓએ કહ્યુ હતુ. પોલીસે શાહનવાઝના ઘરે તપાસ કરતા રૂ.4.16 લાખ રોકડા અને જીપલોકવાળી થેલીઓ મળી આવી હતી. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને કોર્ટમાં ચાર્જશીટ મુકયું હતુ.
જે કેસ ચાલતા સરકારી વકીલ ચૈતન્ય આર.ખત્રીએ 12 સાક્ષીઓ અને 35 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું સેવન ખૂબ જ વધી રહ્યુ છે. આરોપીઓ પાસેથી કોમર્શિયલ કવોન્ટીટીમાં ડ્ર્ગ્સનો જથ્થો મળી આવ્યો હોવાનું પુરવાર થયુ છે. ત્યારે આવા કિસ્સામાં સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ. ત્યારબાદ કોર્ટે બરકત અલી રહેમતઉલ્લા શેખને 15 વર્ષની કેદ, રૂબીના બરકતઅલી શેખ અને શાહનવાઝ ઉર્ફે શાનું આલમખાન પઠાણને 12 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જયારે જામીન પર મુકત થઈને ફરાર થઈ ગયેલા અલીમહંમદ શફી શેખનો કેસ અલગથી ચલાવવા હુકમ કર્યો છે.
કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ મોટા જથ્થામાં મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સની હેરાફેરી માટે સિન્ડિકેટ રચી હોવાનું પુરવાર થાય છે. નાર્કોટીકસ પદાર્થોની હેરાફેરી દરેક દેશ માટે નાસુર બની ગયો છે. આપણા દેશમાં પણ પહેલા ગલીએ ગલીએ નાકે નાકે તમાકુ પાન માવા વેચાતા હતા ત્યારબાદ દારૂ વેચાવા લાગેલ. હવે ખાસ કરીને કોલેજ, હોસ્ટેલ, યુનિવર્સિટી વગેરે કેમ્પસમાં ડ્ર્ગ્સનું દૂષણ ખૂબ વધી ગયું છે. જેના લીધે ઘણા લોકો ડ્ર્ગ્સના નશામાં ન ફકત પોતાની જિંદગી બરબાદ કરવા લાગ્યા છે. દેશનું યુવાધન આ બદીથી નાશ થવા લાગેલ છે. નશાની લત ના લાગી જાય તેવા ભય હેઠળ સતત શાળા કોલેજમાં જતા કિશોર કિશોરીઓના માતા-પિતાને હોય છે. દેશના યુવાધનને નાશ કરીને દેશમાં શસ્ત્ર વગર ગૃહયુદ્ધ ફેલાવવાનું આ એક કાવતરું છે અથવા તો તેમ કહીએ કે દેશને પાયમાલ કરવા માટે શસ્ત્ર તરીકે ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. આ ગુનો પુરવાર થાય તો સમાજમાં દાખલો બેસાડવા માટે કડક સજા કરવી જરૂરી છે.