Amreli: લીલીયામાં ઘરમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો, આસપાસમાં ભારે ચકચાર
અમરેલીના લીલીયાના મોટા કણકોટ ગામે 55 વર્ષીય પુરુષે પોતાના જ ઘરમાં છરીના ઘા મારી આત્મહત્યા કરતા આસપાસમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી વિગત પ્રમાણે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે માનસિક સ્થિરતા ગુમાવતા આ પગલુ ભર્યુ છે.ઘરમાં પોતે જાતે છરીના ઘા મારી લોહી લુહાણ અવસ્થામાં ઢળી પડ્યા આશરે 55 વર્ષીય ઉગાભાઈ ખુમાણ નામના વ્યક્તિએ પોતાના જ ઘરમાં પોતે જાતે છરીના ઘા મારી લોહી લુહાણ અવસ્થામાં ઢળી પડ્યા હતા, બાજુમાં જ રહેતા લોકોને બનાવની જાણ થતાં તાત્કાલિક અમરેલી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યા ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા માતમ પ્રસરી ગયો હતો. મૃતક કેટલાક વર્ષોથી પોતાના પરિવાર સાથે સુરત રહે છે આસપાસના લોકોના જણાવ્યા પ્રમાણે મૃતક ઉગાભાઈ વીરાભાઈ ખુમાણ, જેમની ઉંમર આશરે 55 વર્ષ જે કેટલાક વર્ષોથી પોતાના પરિવાર સાથે સુરત રહે છે અને જે પોતાના કોઈ કામથી તારીખ 23 સપ્ટેમ્બરે પોતાના ગામ મોટા કણકોટ આવ્યા હતા. ત્યારે અચાનક ગઈકાલે રાત્રે મગજમાં ફેરફાર જણાતા તેમના મોટા ભાઈએ સુરત રહેતા તેમના પુત્રને જાણ કરી અને તેમનો પુત્ર રાત્રે જ સુરતથી કણકોટ આવવા રવાના થઈ ગયા હતા. ડીવાયએસપી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો જો કે પુત્ર ઘરે પહોંચે તે પહેલા જ સવારે 8 વાગ્યે પોતે પોતાના જ શરીર ઉપર છરીના ઘા ઝીંકી દેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, હાલ ડીવાયએસપી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ હત્યા કે આત્મહત્યા છે, તે સમગ્ર મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જો કે હત્યા કે આત્મહત્યા તે તો હવે સમગ્ર તપાસ બાદ જ જાણવા મળશે. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધ્યો આ સમગ્ર મામલે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે લીલીયા પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતનો ગુન્હો નોંધી મૃતદેહને ભાવનગર ફોરેન્સિક પેનલ પીએમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના લીલીયાના મોટા કણકોટ ગામે 55 વર્ષીય પુરુષે પોતાના જ ઘરમાં છરીના ઘા મારી આત્મહત્યા કરતા આસપાસમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી વિગત પ્રમાણે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે માનસિક સ્થિરતા ગુમાવતા આ પગલુ ભર્યુ છે.
ઘરમાં પોતે જાતે છરીના ઘા મારી લોહી લુહાણ અવસ્થામાં ઢળી પડ્યા
આશરે 55 વર્ષીય ઉગાભાઈ ખુમાણ નામના વ્યક્તિએ પોતાના જ ઘરમાં પોતે જાતે છરીના ઘા મારી લોહી લુહાણ અવસ્થામાં ઢળી પડ્યા હતા, બાજુમાં જ રહેતા લોકોને બનાવની જાણ થતાં તાત્કાલિક અમરેલી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યા ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા માતમ પ્રસરી ગયો હતો.
મૃતક કેટલાક વર્ષોથી પોતાના પરિવાર સાથે સુરત રહે છે
આસપાસના લોકોના જણાવ્યા પ્રમાણે મૃતક ઉગાભાઈ વીરાભાઈ ખુમાણ, જેમની ઉંમર આશરે 55 વર્ષ જે કેટલાક વર્ષોથી પોતાના પરિવાર સાથે સુરત રહે છે અને જે પોતાના કોઈ કામથી તારીખ 23 સપ્ટેમ્બરે પોતાના ગામ મોટા કણકોટ આવ્યા હતા. ત્યારે અચાનક ગઈકાલે રાત્રે મગજમાં ફેરફાર જણાતા તેમના મોટા ભાઈએ સુરત રહેતા તેમના પુત્રને જાણ કરી અને તેમનો પુત્ર રાત્રે જ સુરતથી કણકોટ આવવા રવાના થઈ ગયા હતા.
ડીવાયએસપી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
જો કે પુત્ર ઘરે પહોંચે તે પહેલા જ સવારે 8 વાગ્યે પોતે પોતાના જ શરીર ઉપર છરીના ઘા ઝીંકી દેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, હાલ ડીવાયએસપી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ હત્યા કે આત્મહત્યા છે, તે સમગ્ર મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જો કે હત્યા કે આત્મહત્યા તે તો હવે સમગ્ર તપાસ બાદ જ જાણવા મળશે.
પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધ્યો
આ સમગ્ર મામલે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે લીલીયા પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતનો ગુન્હો નોંધી મૃતદેહને ભાવનગર ફોરેન્સિક પેનલ પીએમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.