વડોદરામાં મગરોએ રાત માથે લીધી, એક જ રાતમાં 9 મગરોનું રેસ્ક્યુ, બંગલાના કમ્પાઉન્ડમાં 12 ફૂટનો મગર

Vadodara Crocodile Rescue : વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરોએ તંત્ર તેમજ લોકો માટે જોખમ વધારી દીધું છે. ગઈકાલે રાતે કલાકોના ગાળામાં જુદા-જુદા વિસ્તારોમાંથી 9 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પૂરના પાણી ઉતરી ગયા પછી પણ અનેક સ્થળોએ મગરો તેમજ અન્ય જળચરો પાણીમાં પરત ફરતા નથી. પરિણામે મગરો રહેણાંક વિસ્તારોમાં મકાનો સુધી આવી જવાના બનાવો બની રહ્યા છે. જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ જીવદયા કાર્યકરોની મદદ થી ત્રણ દિવસથી મગર અને જળચરોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલ સુધી 23 જેટલા મગર અને 80 થી વધુ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં ગઈ મોડી રાતે જુદા-જુદા વિસ્તારમાં મગરો આવી જવાના બનાવ બનતા 9 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે પૈકી જાંબુવાના શુભ બંગ્લોના કમ્પાઉન્ડમાં 12 ફૂટનો મગર આવી જતા તેનું ભારે જહમત બાદ ફોરેસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત ખિસકોલી સર્કલ, ખાસવાડી, નવલખી કુત્રિમ તળાવ, મુજમહુડા, ગુજરાત ટ્રેક્ટર નજીક, જાંબુઆ સહિતના વિસ્તારોમાંથી બીજા આઠ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કમાટીબાગમાં એક મોટો કાચબો આવી જતા તેમને પણ સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યો હતો.આ પણ વાંચો : પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડૉઝર પર, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી કૂતુહલ

વડોદરામાં મગરોએ રાત માથે લીધી, એક જ રાતમાં 9 મગરોનું રેસ્ક્યુ, બંગલાના કમ્પાઉન્ડમાં 12 ફૂટનો મગર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Crocodile Rescue : વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરોએ તંત્ર તેમજ લોકો માટે જોખમ વધારી દીધું છે. ગઈકાલે રાતે કલાકોના ગાળામાં જુદા-જુદા વિસ્તારોમાંથી 9 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

પૂરના પાણી ઉતરી ગયા પછી પણ અનેક સ્થળોએ મગરો તેમજ અન્ય જળચરો પાણીમાં પરત ફરતા નથી. પરિણામે મગરો રહેણાંક વિસ્તારોમાં મકાનો સુધી આવી જવાના બનાવો બની રહ્યા છે. જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. 

ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ જીવદયા કાર્યકરોની મદદ થી ત્રણ દિવસથી મગર અને જળચરોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલ સુધી 23 જેટલા મગર અને 80 થી વધુ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

દરમિયાનમાં ગઈ મોડી રાતે જુદા-જુદા વિસ્તારમાં મગરો આવી જવાના બનાવ બનતા 9 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે પૈકી જાંબુવાના શુભ બંગ્લોના કમ્પાઉન્ડમાં 12 ફૂટનો મગર આવી જતા તેનું ભારે જહમત બાદ ફોરેસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. 

આ ઉપરાંત ખિસકોલી સર્કલ, ખાસવાડી, નવલખી કુત્રિમ તળાવ, મુજમહુડા, ગુજરાત ટ્રેક્ટર નજીક, જાંબુઆ સહિતના વિસ્તારોમાંથી બીજા આઠ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કમાટીબાગમાં એક મોટો કાચબો આવી જતા તેમને પણ સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડૉઝર પર, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી કૂતુહલ