વાસદ ટોલ ટેક્સથી 3.38 લાખના દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
- એસઓજીની વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ- દારૂની 779 બોટલો સહિત રૂા. 8.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના શખ્સની ધરપકડઆણંદ : આણંદના વાસદ ટોલ ટેક્સ ખાતેથી રૂા. ૩.૩૮ લાખનો દારૂ ભરેલી કાર સાથે એક રાજસ્થાનનનો શખ્સ ઝડપાયો હતો. એસઓજી ટીમે રૂા. ૮.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાસદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.આણંદ એસઓજી ટીમ તા. ૧૪મીએ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વડોદરા તરફથી કાર વાસદ ટોલટેક્સ ખાતે આવી હતી. ત્યારે આડસથી કોર્ડન કરી કારને રોકી હતી. કારના ડ્રાઈવરની પૂછપરછ કરતા તે કિરણકુમાર ચંદુલાલ તબિયાડ રહે. પાટિયા, જુવારવા, તા. નયાગામ, જિ. ઉદેપુર- રાજસ્થાનવાળો હોવાનું જણાવ્યું હતું. બાદમાં કારમાં તપાસ કરતા રૂા. ૩.૩૮ લાખનની વિવિધ બ્રાન્ડની દારૂની ૭૭૯ બોટલો, અંગઝડતીમાંથી ૨,૩૬૦ રોકડ, રૂા. બે હજારના ત્રણ મોબાઈલ, રૂા. પાંચ લાખની કાર સહિત રૂા. ૮.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસઓજી પોલીસે ઝડપાયેલા શખ્સ વિરૂદ્ધ વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા સાથે કાર્યવાહી હાથ ધરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- એસઓજીની વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
- દારૂની 779 બોટલો સહિત રૂા. 8.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના શખ્સની ધરપકડ
આણંદ એસઓજી ટીમ તા. ૧૪મીએ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વડોદરા તરફથી કાર વાસદ ટોલટેક્સ ખાતે આવી હતી. ત્યારે આડસથી કોર્ડન કરી કારને રોકી હતી. કારના ડ્રાઈવરની પૂછપરછ કરતા તે કિરણકુમાર ચંદુલાલ તબિયાડ રહે. પાટિયા, જુવારવા, તા. નયાગામ, જિ. ઉદેપુર- રાજસ્થાનવાળો હોવાનું જણાવ્યું હતું.
બાદમાં કારમાં તપાસ કરતા રૂા. ૩.૩૮ લાખનની વિવિધ બ્રાન્ડની દારૂની ૭૭૯ બોટલો, અંગઝડતીમાંથી ૨,૩૬૦ રોકડ, રૂા. બે હજારના ત્રણ મોબાઈલ, રૂા. પાંચ લાખની કાર સહિત રૂા. ૮.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસઓજી પોલીસે ઝડપાયેલા શખ્સ વિરૂદ્ધ વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા સાથે કાર્યવાહી હાથ ધરી હતી.