Khyati Hospitalનો કાંડ, 2023માં દસ્ક્રોઇના કાંકજ ગામે વગર જાણે લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક મહાકૌભાંડ ખૂલ્યું છે જેમાં,દસ્ક્રોઈ તાલુકામાં કરેલી કરતૂતોનો પર્દાફાશ થયો છે.પાલડી કાંકજ ગામમાં ઓપરેશન કર્યાની વાત સામે આવી છે જેમાં પરિજનોને જાણ કર્યા વગર ઓપરેશન કર્યાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે.કાંકજ ગામમાં 10 લોકોના ઓપેરશન કર્યાની માહિતી સામે આવી છે.ઘૂંટણની તકલીફવાળા દર્દીઓને સ્ટેન્ટ મૂક્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જેમાં 25 ડિસેમ્બર 2023એ કરાઈ હતી સર્જરી.ખ્યાતિએ નથી છોડયા કોઈને ખ્યાતિ હોસ્પિટલને લઈ વધુ એક કૌંભાડ સામે આવ્યું છે જેમાં દસ્ક્રોઈના કાંકજ ગામે ગ્રામજનોની જાણ બહાર ઓપરેશન કર્યુ હોવાની માહિતી સામે આવી છે જેમાં ગામમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો અને બસ ભરીને ગ્રામજનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા,,હોસ્પિટલ લઈ ગયા બાદ તમામની એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.કેટલાય લોકોને બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી દીધી છે જેમાં પરિજનોને જાણ કર્યા વગર ઓપરેશન કર્યાનો આક્ષેપ લાગ્યો છે.કાંકજ ગામમાં 10 લોકોના ઓપેરશન કર્યાની માહિતી કાંકજ ગામમાં કેમ્પ યોજાયો હતો જેમાં ઘૂંટણની તકલીફવાળા દર્દીઓને સ્ટેન્ટ મૂક્યાનો આક્ષેપ લાગ્યો છે,ગ્રામજનોએ આજે ભેગા મળીને ખ્યાતિ હોસ્પિટલના નામે છાજીયા લીધા હતા,અને કહ્યું કે જે બીમારી હતી તે બીમારી તો દૂર નહી કરી પરંતુ બીજી બિમારી ઘર કરી ગઈ છે.ત્યારે પોલીસ પણ કાંકેજ ગામના લોકોની વાત સાંભળે અને જરૂર લાગે તો ફરિયાદ નોંધે તે જરૂરી બન્યું છે. ખ્યાતિ મોતકાંડમાં મૃતકોના પીએમ રિપોર્ટના ઠાગાઠૈયા ખ્યાતિ મોતકાંડને લઈ મૃતકોના પીએમ રિપોર્ટના પણ ઠેકાણ નથી જેને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું કહેવું છે કે, રિપોર્ટ આવવામાં લાગશે સમય તેમજ 3 તબીબની પેનલમાં થયું હતું પોસ્ટમોર્ટમ તો વીડિયોગ્રાફી સાથે કરાયું હતું પોસ્ટમોર્ટમ,સિવિલ સુપ્રિટેન્ડેન્ટના જવાબ સવાલ ઉભા થઈ રહ્યાં છે કે,11 નવેમ્બરે બંને મૃતકોનું કરાયું હતું પોસ્ટમોર્ટમ તો 5 દિવસ બાદ પણ પીએમ રિપોર્ટ કેમ નહીં ? શું કોઈનું દબાણ છે કે પછી સિવિલ પણ ભીનું સંકેલે છે?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -