Mahisagar News: લુણાવાડાની પ્રા.શાળામાં ભૂતિયા શિક્ષિકા હોવાનો ખુલ્યો ભેદ!

રાજ્યમાં એક બાદ એક ડુપ્લીકેટોની ભરમાર જોવા મળી રહી છે. શિક્ષકો વિદેશમાં, શિક્ષકો પોન્ઝી સ્કીમમાં શિક્ષકો ગેરહાજર એવીજ એક શિક્ષકના સ્થાને અન્ય ભૂતિયા શિક્ષિકા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ડુપલીકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા છે.મહિસાગરના લુણાવાડા તાલુકાની તણછીયા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકના સ્થાને ભૂતિયા શિક્ષિકા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષથી આમ ચાલી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.  મુખ્ય શિક્ષક મુકેશ પટેલની જગ્યા પર ફરજ બજાવે છે અન્ય મહિલા જીનલ પટેલ...રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના જિલ્લામાં જ ભૂતિયા શિક્ષિકા હોવાનો ભેદ ખુલ્યો છે. એક બાજુ શિક્ષણને લઇ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આવા ભૂતિયા શિક્ષકો બેફામ બનીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અભ્યાસમાં આવતા અનેક ઉદારણોને હવે આ ભૂતિયા શિક્ષકોએ તો શિક્ષણ જગતને શર્મશાર કર્યું હોય તેવું લાગી રહ્યું છે. લુણાવાડાની તણછીયા પ્રા.શાળામાં મુખ્ય શિક્ષિકાના સ્થાને ભૂતિયા શિક્ષિકા જીનલ પટેલ છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. મુખ્ય શિક્ષક મુકેશ પટેલના સ્થાને  ભૂતિયા શિક્ષિકા જીનલ પટેલ ફરજ બજાવતા હોવાનું ખુલ્યું છે. શિક્ષણમંત્રીના જિલ્લામાં જ ભૂતિયા શિક્ષકોને લઇ સ્થાનિકો અને વાલીઓ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.

Mahisagar News: લુણાવાડાની પ્રા.શાળામાં ભૂતિયા શિક્ષિકા હોવાનો ખુલ્યો ભેદ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં એક બાદ એક ડુપ્લીકેટોની ભરમાર જોવા મળી રહી છે. શિક્ષકો વિદેશમાં, શિક્ષકો પોન્ઝી સ્કીમમાં શિક્ષકો ગેરહાજર એવીજ એક શિક્ષકના સ્થાને અન્ય ભૂતિયા શિક્ષિકા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ડુપલીકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા છે.
મહિસાગરના લુણાવાડા તાલુકાની તણછીયા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકના સ્થાને ભૂતિયા શિક્ષિકા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષથી આમ ચાલી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.  મુખ્ય શિક્ષક મુકેશ પટેલની જગ્યા પર ફરજ બજાવે છે અન્ય મહિલા જીનલ પટેલ...રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના જિલ્લામાં જ ભૂતિયા શિક્ષિકા હોવાનો ભેદ ખુલ્યો છે. એક બાજુ શિક્ષણને લઇ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આવા ભૂતિયા શિક્ષકો બેફામ બનીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અભ્યાસમાં આવતા અનેક ઉદારણોને હવે આ ભૂતિયા શિક્ષકોએ તો શિક્ષણ જગતને શર્મશાર કર્યું હોય તેવું લાગી રહ્યું છે. 
લુણાવાડાની તણછીયા પ્રા.શાળામાં મુખ્ય શિક્ષિકાના સ્થાને ભૂતિયા શિક્ષિકા જીનલ પટેલ છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. મુખ્ય શિક્ષક મુકેશ પટેલના સ્થાને  ભૂતિયા શિક્ષિકા જીનલ પટેલ ફરજ બજાવતા હોવાનું ખુલ્યું છે. શિક્ષણમંત્રીના જિલ્લામાં જ ભૂતિયા શિક્ષકોને લઇ સ્થાનિકો અને વાલીઓ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.