Sayla: સાયલા હાઇવે પરથી ગેરકાયદે રિવોલ્વર, કારતૂસ સાથે 1 ઝડપાયો
સાયલા પંથકમાં ગેરકાયદે હથિયારો ધરાવતા ફ્ટાકડીના શોખીનો સામે કાર્યવાહી કરવાની જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલ સૂચનાઓને લઇ સુરેન્દ્રનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે સાયલા - લીંબડી હાઇવે પર આવેલ દુકાનમાંથી એક શખ્સને દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લીધો હતો.સાયલા- લીંબડી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલ SOGની ટીમને બાતમી મળતા કોમલ ઓટો ગ્લાસ નામની દુકાનમાં છાપો મારી મહેશ જેશીંગભાઇ કણજરિયા મૂળ રહે. સુજાનગઢ, તા. મૂળી. હાલ રહે.સોમનાથ સોસાયટીવાળાને દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા આરોપી પાસેથી મળી આવેલ ગેરકાયદે દેશી હથીયાર રિવોલ્વરમાં બે જીવતા કારતૂસ પણ જપ્ત કરાયા હતા. આ બાબતે SOG દ્વારા ગેરકાયદે રિવોલ્વર, બે જીવતા કારતૂસ કિં. રૂ. 20,200ના મુદ્દામાલ સાથે આરોપી મહેશ વિરૂદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલા પંથકમાં ગેરકાયદે હથિયારો ધરાવતા ફ્ટાકડીના શોખીનો સામે કાર્યવાહી કરવાની જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલ સૂચનાઓને લઇ સુરેન્દ્રનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે સાયલા - લીંબડી હાઇવે પર આવેલ દુકાનમાંથી એક શખ્સને દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લીધો હતો.
સાયલા- લીંબડી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલ SOGની ટીમને બાતમી મળતા કોમલ ઓટો ગ્લાસ નામની દુકાનમાં છાપો મારી મહેશ જેશીંગભાઇ કણજરિયા મૂળ રહે. સુજાનગઢ, તા. મૂળી. હાલ રહે.સોમનાથ સોસાયટીવાળાને દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા આરોપી પાસેથી મળી આવેલ ગેરકાયદે દેશી હથીયાર રિવોલ્વરમાં બે જીવતા કારતૂસ પણ જપ્ત કરાયા હતા. આ બાબતે SOG દ્વારા ગેરકાયદે રિવોલ્વર, બે જીવતા કારતૂસ કિં. રૂ. 20,200ના મુદ્દામાલ સાથે આરોપી મહેશ વિરૂદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.