Becharaji: નવરચિત સુઝુકી મોટર કામદાર યુનિયનના ધ્વજ અનાવરણ,સ્નેહમિલન યોજાઈ ગયું

ઔદ્યોગિક કલ્ચરમાં કંપની સામાન્યતઃ કર્મચારીઓનું યુનિયન બને તેના વિરોધમાં હોય છે, પરંતુ બહુચરાજી પાસેના હાંસલપુર સ્થિત સુઝુકી મોટર કંપનીના કર્મચારીઓ પોતાની રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ પર કરી શકે તે માટે કંપનીના સહકારથી જ સુઝુકી મોટર કામદાર યુનિયનની રચના કરવામાં આવી છે.યુનિયનના ધ્વજ અને તકતીનું અનાવરણ સાથે સ્નેહમિલન પ્રસંગે કંપનીના પ્લાન્ટ હેડ એ.કે. સિંહ અને એચઆર હેડ વિકાસ સિરકે તેમજ જાપાનીઝ એચઆર હેડ સસાગાવા ખાસ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નવરચિત યુનિયનના પ્રેસીડેન્ટ તરીકે કિષ્ણપાલસિંહ રાઠોડ તેમજ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કપિલ પરમાર, નિકુંજ દવે અને કેતનભાઇ તેમજ જનરલ સેક્રેટરી તરીકે પવન મિશ્રા સહિત 16 સભ્યોની ટીમની જાહેરાત કરાઇ હતી.  યુનિયનના હોદ્દેદારોએ જણાવ્યું કે, ઔદ્યોગિક જગતની આ પ્રથમ ઘટના છે કે, કંપનીના સહયોગથી યુનિયનની રચના થઈ હોય. અમે મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે વિશ્વાસની કડી બનવાનું કામ કરીશું. કામદારોના હિતોનું રક્ષણ સાથે જવાબદારીનું સુપેરે નિર્વહન થાય તેનું પણ ધ્યાન રાખીશું. કંપનીના એ .કે.સિંહ અને વિકાસ સિરકેએ જણાવ્યું કે, કંપની અને કર્મચારીઓ વચ્ચે વિશ્વાસનો સારો માહોલ જરૂરી છે, જે આ જે દેખાઇ રહ્યો છે.

Becharaji: નવરચિત સુઝુકી મોટર કામદાર યુનિયનના ધ્વજ અનાવરણ,સ્નેહમિલન યોજાઈ ગયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઔદ્યોગિક કલ્ચરમાં કંપની સામાન્યતઃ કર્મચારીઓનું યુનિયન બને તેના વિરોધમાં હોય છે, પરંતુ બહુચરાજી પાસેના હાંસલપુર સ્થિત સુઝુકી મોટર કંપનીના કર્મચારીઓ પોતાની રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ પર કરી શકે તે માટે કંપનીના સહકારથી જ સુઝુકી મોટર કામદાર યુનિયનની રચના કરવામાં આવી છે.

યુનિયનના ધ્વજ અને તકતીનું અનાવરણ સાથે સ્નેહમિલન પ્રસંગે કંપનીના પ્લાન્ટ હેડ એ.કે. સિંહ અને એચઆર હેડ વિકાસ સિરકે તેમજ જાપાનીઝ એચઆર હેડ સસાગાવા ખાસ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નવરચિત યુનિયનના પ્રેસીડેન્ટ તરીકે કિષ્ણપાલસિંહ રાઠોડ તેમજ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કપિલ પરમાર, નિકુંજ દવે અને કેતનભાઇ તેમજ જનરલ સેક્રેટરી તરીકે પવન મિશ્રા સહિત 16 સભ્યોની ટીમની જાહેરાત કરાઇ હતી.

 યુનિયનના હોદ્દેદારોએ જણાવ્યું કે, ઔદ્યોગિક જગતની આ પ્રથમ ઘટના છે કે, કંપનીના સહયોગથી યુનિયનની રચના થઈ હોય. અમે મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે વિશ્વાસની કડી બનવાનું કામ કરીશું. કામદારોના હિતોનું રક્ષણ સાથે જવાબદારીનું સુપેરે નિર્વહન થાય તેનું પણ ધ્યાન રાખીશું. કંપનીના એ .કે.સિંહ અને વિકાસ સિરકેએ જણાવ્યું કે, કંપની અને કર્મચારીઓ વચ્ચે વિશ્વાસનો સારો માહોલ જરૂરી છે, જે આ જે દેખાઇ રહ્યો છે.