Chhotaudaipurના નસવાડીમાં અશ્વિન નદીના કોઝવેની હાલત બની દયનીય, સ્થાનિકો કંટાળ્યા

નસવાડીમાં અશ્વિન નદીના કોઝવેની દયનીય હાલત બની ગઈ છે.કોઝવેની પાઈપોમાં ગંદકીને લઈ ત્રણ ગામના લોકો પરેશાન થયા છે.તંત્ર દ્વારા સાફસફાઈના અભાવને લઈ અવરજવર બંધ થઈ ગઈ છે,સફાઈના અભાવે કોઝવે પરથી પાણી ઓસરતા નથી જેના કારણે દૂરદૂર ફરીને જવાનો વારો આવ્યો છે.તંત્રને અનેક રજૂઆતો કરી તેમ છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી.ગ્રામજનો થયા હેરાન છોટાઉદેપુરના નસવાડીના ગ્રામજનો હેરાન થયા છે.અશ્વિન નદીના કોઝવેની હાલત ખરાબ છે કેમ કે કોઝવે પર કચરો જોવા મળે છે અને તેના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે.કોઝવે પર કચરો હોવાથી તે પાણીની સાથે વહી જાય છે અને ત્યારબાદ ગંદકીના દ્રશ્યો સર્જાય છે,હાલ તો પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી કોઝવે પર નહી પણ ત્યાંથી ફરીને જવાનો વારો આવ્યો છે,વિધાર્થીઓને શાળાએ જવુ હોય તો ફરીને જવાનો વારો આવ્યો છે. પાઈપલાઈનની સફાઈ થવી જરૂરી કૂકાવટીથી વાઘીયામહુડા જવાના અશ્વિન નદીના લો લેવલ કોઝવેમા 13 પાઇપમાં કચરો જોવા મળ્યો છે અને પાઈપલાઈનમાં કચરો પણ સાફ કરવામાં આવતો નથી તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે.નસવાડી પંચાયત આર એન્ડ બી વિભાગ પાઇપ લાઈનની સફાઈ ન કરતું હોવાતી કોઝવે ઉપરથી અવર જવર બંધ થઈ છે,ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને નસવાડી આવુ હોય તો દસ કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે.કોઝવેની પાઇપ સફાઈ થાય તો પાણી ઉતરી જાય છતાંય બે જવાબદાર તંત્ર ધ્યાન નથી આપતું.રોડની પણ છે સમસ્યા નસવાડી તાલુકાના સાંકળ ગામેથી માથા જુલધાની ગામે જવાનો 2 કિલો મીટરનો માર્ગ 10 વર્ષ પેહલા પંચાયત માર્ગ મકાન વિભાગે બનાવ્યો હતો. જે રોડમાં હાલ મેટલો ઉખડી ગયા છે. આખો રસ્તો તૂટી ગયો છે. ઢાળ વાળો રસ્તો હોવાથી ભારે વાહન અને એમ્બ્યુલન્સ પણ જઈ શકતા નથી. જયારે રોડના મેટલ ઉખડી જતા લોકોને પગપાળા ચાલીને ગામમાં જવું પડે છે. માથા જુલધાની ગામ પાસે લો લેવલનો કોઝવે છે. ચોમાસામાં કોતરમાં પાણી આવી જાય તો બે બે દિવસ સુધી ગામ સંપર્ક વિહોણો બની જાય છે. જયારે ગ્રામજનોના જણાવ્યા મુજબ 108 એમ્બ્યુલન્સ ન આવતી હોવાથી ગામમાં કોઈ બીમાર પડે તો તેને જોળીમાં નાખીને બે કિલો મીટર પગપાળા ચાલવું પડે છે.  

Chhotaudaipurના નસવાડીમાં અશ્વિન નદીના કોઝવેની હાલત બની દયનીય, સ્થાનિકો કંટાળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નસવાડીમાં અશ્વિન નદીના કોઝવેની દયનીય હાલત બની ગઈ છે.કોઝવેની પાઈપોમાં ગંદકીને લઈ ત્રણ ગામના લોકો પરેશાન થયા છે.તંત્ર દ્વારા સાફસફાઈના અભાવને લઈ અવરજવર બંધ થઈ ગઈ છે,સફાઈના અભાવે કોઝવે પરથી પાણી ઓસરતા નથી જેના કારણે દૂરદૂર ફરીને જવાનો વારો આવ્યો છે.તંત્રને અનેક રજૂઆતો કરી તેમ છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી.

ગ્રામજનો થયા હેરાન

છોટાઉદેપુરના નસવાડીના ગ્રામજનો હેરાન થયા છે.અશ્વિન નદીના કોઝવેની હાલત ખરાબ છે કેમ કે કોઝવે પર કચરો જોવા મળે છે અને તેના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે.કોઝવે પર કચરો હોવાથી તે પાણીની સાથે વહી જાય છે અને ત્યારબાદ ગંદકીના દ્રશ્યો સર્જાય છે,હાલ તો પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી કોઝવે પર નહી પણ ત્યાંથી ફરીને જવાનો વારો આવ્યો છે,વિધાર્થીઓને શાળાએ જવુ હોય તો ફરીને જવાનો વારો આવ્યો છે.


પાઈપલાઈનની સફાઈ થવી જરૂરી

કૂકાવટીથી વાઘીયામહુડા જવાના અશ્વિન નદીના લો લેવલ કોઝવેમા 13 પાઇપમાં કચરો જોવા મળ્યો છે અને પાઈપલાઈનમાં કચરો પણ સાફ કરવામાં આવતો નથી તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે.નસવાડી પંચાયત આર એન્ડ બી વિભાગ પાઇપ લાઈનની સફાઈ ન કરતું હોવાતી કોઝવે ઉપરથી અવર જવર બંધ થઈ છે,ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને નસવાડી આવુ હોય તો દસ કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે.કોઝવેની પાઇપ સફાઈ થાય તો પાણી ઉતરી જાય છતાંય બે જવાબદાર તંત્ર ધ્યાન નથી આપતું.

રોડની પણ છે સમસ્યા

નસવાડી તાલુકાના સાંકળ ગામેથી માથા જુલધાની ગામે જવાનો 2 કિલો મીટરનો માર્ગ 10 વર્ષ પેહલા પંચાયત માર્ગ મકાન વિભાગે બનાવ્યો હતો. જે રોડમાં હાલ મેટલો ઉખડી ગયા છે. આખો રસ્તો તૂટી ગયો છે. ઢાળ વાળો રસ્તો હોવાથી ભારે વાહન અને એમ્બ્યુલન્સ પણ જઈ શકતા નથી. જયારે રોડના મેટલ ઉખડી જતા લોકોને પગપાળા ચાલીને ગામમાં જવું પડે છે. માથા જુલધાની ગામ પાસે લો લેવલનો કોઝવે છે. ચોમાસામાં કોતરમાં પાણી આવી જાય તો બે બે દિવસ સુધી ગામ સંપર્ક વિહોણો બની જાય છે. જયારે ગ્રામજનોના જણાવ્યા મુજબ 108 એમ્બ્યુલન્સ ન આવતી હોવાથી ગામમાં કોઈ બીમાર પડે તો તેને જોળીમાં નાખીને બે કિલો મીટર પગપાળા ચાલવું પડે છે.