Chhotaudepur: સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એક લાખની લાંચ લેતા ઝડપાયા

છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર લાંચ લેતા ઝડપાયા છે. છોટાઉદેપુર ACB એ કાર્યપાલક ઈજનેરને એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અમિત મિશ્રાએ તળાવના કામના બિલ મંજૂર કરવા માટે દોઢ લાખ રૂપિયા માગ્યા હતા. અમિત મિશ્રા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર છે. ગુરુકૃપા વિસ્તારમાં ભાડાના નિવાસ સ્થાને લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. સુરેન્દ્રનગરમાં જુની. ક્લાર્ક 10 હજારની લાંચ લેતા ઝડપાયો સરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ કચેરીના જુની.કલાર્ક રૂ.૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતા. એસીબીની ટીમે ખાણ ખનીજ કચેરીના ગેઈટ પાસે જ છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધા હતા. લાંચિયા કર્મચારીએ આરટીઆઈ અંતર્ગત માંગેલી માહિતી અધુરી હોવાથી બાકીની માહિતી પુરી પાડવા ફરિયાદી પાસે લાંચ માગી હતી. જિલ્લા ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી રંગેહાથે રોકડ રકમની લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આરટીઆઈ અંતર્ગત લાંચ લેવાનો સમગ્ર રાજ્યમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સરકારી કચેરીમાં અરજદારોને નાના-મોટા દરેક કામો માટે કર્મચારીઓથી લઈ અધિકારીઓ સુધી લાંચ આપવી પડતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેમજ અગાઉ પણ જિલ્લાની અનેક સરકારી કચેરીઓમાંથી એસીબી ટીમ દ્વારા લાંચ લેતા અધિકારીઓ સહિત કર્મચારીઓને ઝડપી પાડ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા જુની.કલાર્ક એસીબીના રંગેહાથે રોકડ રકમની લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે જે અંગે એસીબી ટીમે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે સમગ્ર રાજ્યમાં આરટીઆઈ અંતર્ગત લાંચ લેવાનો આ પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે.

Chhotaudepur: સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એક લાખની લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર લાંચ લેતા ઝડપાયા છે. છોટાઉદેપુર ACB એ કાર્યપાલક ઈજનેરને એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અમિત મિશ્રાએ તળાવના કામના બિલ મંજૂર કરવા માટે દોઢ લાખ રૂપિયા માગ્યા હતા. અમિત મિશ્રા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર છે. ગુરુકૃપા વિસ્તારમાં ભાડાના નિવાસ સ્થાને લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.

સુરેન્દ્રનગરમાં જુની. ક્લાર્ક 10 હજારની લાંચ લેતા ઝડપાયો

સરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ કચેરીના જુની.કલાર્ક રૂ.૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતા. એસીબીની ટીમે ખાણ ખનીજ કચેરીના ગેઈટ પાસે જ છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધા હતા. લાંચિયા કર્મચારીએ આરટીઆઈ અંતર્ગત માંગેલી માહિતી અધુરી હોવાથી બાકીની માહિતી પુરી પાડવા ફરિયાદી પાસે લાંચ માગી હતી. જિલ્લા ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી રંગેહાથે રોકડ રકમની લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આરટીઆઈ અંતર્ગત લાંચ લેવાનો સમગ્ર રાજ્યમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સરકારી કચેરીમાં અરજદારોને નાના-મોટા દરેક કામો માટે કર્મચારીઓથી લઈ અધિકારીઓ સુધી લાંચ આપવી પડતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેમજ અગાઉ પણ જિલ્લાની અનેક સરકારી કચેરીઓમાંથી એસીબી ટીમ દ્વારા લાંચ લેતા અધિકારીઓ સહિત કર્મચારીઓને ઝડપી પાડ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા જુની.કલાર્ક એસીબીના રંગેહાથે રોકડ રકમની લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે જે અંગે એસીબી ટીમે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે સમગ્ર રાજ્યમાં આરટીઆઈ અંતર્ગત લાંચ લેવાનો આ પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે.