Ahmedabadના ગોતા બ્રિજ નજીક અકસ્માત સર્જનાર ફરાર નબીરો પોલીસ સમક્ષ થયો હાજર

અમદાવાદ ગોતા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ટુ વ્હીલર ચાલક પુત્રી અને તેમની માતા કે જેઓ એસજી હાઈવે તરફથી વેજલપુર તરફ જઈ રહ્યાં હતા ત્યારે ફુલ સ્પીડમાં આવી રહેલી કારે આ વાહનને ટક્કર મારતા માતા અને પુત્રી બન્ને વાહન પરથી નીચે પડયા હતા,જેમાં માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી,માતાને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.આ સમગ્ર ઘટનામાં બે દિવસ બાદ આરોપી શ્લોક મેહુલ પટેલ પોલીસ સમક્ષ હાજર થયો છે. અકસ્માત સર્જી આરોપી થયો હતો ફરાર સમગ્ર ઘટનામાં અકસ્માત સર્જી આરોપી ફરાર થયો હતો,અને પોલીસે પણ તેને શોધવાની તસ્દી લીધી ના હતી,આવા નબીરાઓને જાણે ખુલ્લુ મેદાન મળી રહ્યું હોય તેમ કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે,બે દિવસ બાદ સોમવારે આરોપી એસજી ટ્રાફિક-1 પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો,પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર જપ્ત કરી છે,આરોપીની માનસિકતા છત્તી થાય તેવો પુરાવો કારમાંથી મળી આવ્યો છે,જેમાં આરોપીની કારમાં અલગ-અલગ ટેટૂ બનાવ્યા છે અને કારમાંથી નકલી પ્લાસ્ટિકની હાથકડી પણ દેખાઈ આવી છે,શું આરોપીની માનસિકતા પહેલેથી જ ક્રાઈમ કરવાની છે કે શું ? શું આરોપી અગાઉ પણ કોઈ ગુનામાં સંકડાયેલો છે કે નહી તેની પણ પોલીસ તપાસ કરે તો સત્ય સામે આવી શકે છે. અમદાવાદના એસજી હાઈવે પર બની હતી ઘટના અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના સામાન્ય બનતી જાય છે અને નબીરાઓ છાટકા બનીને અકસ્માત સર્જતા હોય છે,ત્યારે વધુ એક અકસ્માત થતા મહિલાનું મોત થયું છે,મહત્વની વાત તો એ છે કે,અકસ્માત સર્જી મેહુલ પટેલ નામનો આરોપી ઘટના સ્થળે કાર છોડીને ફરાર થઈ ગયો હતો,આરોપી નશામાં હતો કે નહી તેની કોઈ માહિતી હજી સામે આવી નથી પરંતુ એસજી ટ્રાફિક-1 પોલીસે આ બાબતને લઈ ઉંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે,આરોપી કોઈ નશો કરે છે કે નહી અથવા તો તેણે નશો કરીને આ અકસ્માત સર્જયો કે શું તેને લઈ હજી કોઈ તથ્ય સામે આવ્યું નથી. પોલીસે નોંધ્યો ગુનો ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળે ટોળા ઉમટી પડતા હતા આરોપીને લોકો ઝડપે તે પહેલા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.મૃતક મહિલા કે જેઓ વેજલપુરના રહેવાસી છે.પોલીસે હાલ કારને ગુના અર્થે જપ્ત કરી છે અને આરોપીની વધુ પૂછપરછ હાથધરી છે,આસપાસના સીસીટીવીની પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે તે જરૂરી છે.આવા આરોપીઓ બેફામ બનીને કાર હંકારતા હોય છે જેના કારણે નિર્દોષ વાહનચાલકોના જીવ જાય છે અને પરિવારને તેમનો સભ્ય ગુમાવવાનો વારો આવતો હોય છે.એસજી ટ્રાફિક-1 પોલીસ ગુનાની ગંભીરતાથી તપાસ કરે અને ઉદાહરણ સમાજમાં બેસાડે તે જરૂરી બન્યું છે. 6 સપ્ટેમ્બર 2024ના રોજ પણ એસજી હાઈવે પર બની અકસ્માતની ઘટના એક્સિડન્ટ ઝોન બની રહેલા એસજી હાઇવેના સ‌ર્વિસ રોડ પર કારચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધા બાદ રોકાવાને બદલે ભાગવા લાગ્યો હતો. ટુ વ્હીલર ચાલકે તેનો પીછો કરતાં કારચાલકે ફરીથી પ્રહલાદનગર નજીક તેને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત ટુ વ્હીલર ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે કારચાલકને ઝડપી લેવા કવયાત શરૂ કરી હતી.અમદાવાદના એસજી હાઈવેને કાર ચાલકો પ્લેનનો રન-વે સમજીને ચલાવતા હોય છે પરંતુ કયારેક આ પ્રકારની સ્પીડ જીવલેણ સાબિત થતી હોય છે.

Ahmedabadના ગોતા બ્રિજ નજીક અકસ્માત સર્જનાર ફરાર નબીરો પોલીસ સમક્ષ થયો હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ગોતા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ટુ વ્હીલર ચાલક પુત્રી અને તેમની માતા કે જેઓ એસજી હાઈવે તરફથી વેજલપુર તરફ જઈ રહ્યાં હતા ત્યારે ફુલ સ્પીડમાં આવી રહેલી કારે આ વાહનને ટક્કર મારતા માતા અને પુત્રી બન્ને વાહન પરથી નીચે પડયા હતા,જેમાં માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી,માતાને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.આ સમગ્ર ઘટનામાં બે દિવસ બાદ આરોપી શ્લોક મેહુલ પટેલ પોલીસ સમક્ષ હાજર થયો છે.

અકસ્માત સર્જી આરોપી થયો હતો ફરાર

સમગ્ર ઘટનામાં અકસ્માત સર્જી આરોપી ફરાર થયો હતો,અને પોલીસે પણ તેને શોધવાની તસ્દી લીધી ના હતી,આવા નબીરાઓને જાણે ખુલ્લુ મેદાન મળી રહ્યું હોય તેમ કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે,બે દિવસ બાદ સોમવારે આરોપી એસજી ટ્રાફિક-1 પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો,પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર જપ્ત કરી છે,આરોપીની માનસિકતા છત્તી થાય તેવો પુરાવો કારમાંથી મળી આવ્યો છે,જેમાં આરોપીની કારમાં અલગ-અલગ ટેટૂ બનાવ્યા છે અને કારમાંથી નકલી પ્લાસ્ટિકની હાથકડી પણ દેખાઈ આવી છે,શું આરોપીની માનસિકતા પહેલેથી જ ક્રાઈમ કરવાની છે કે શું ? શું આરોપી અગાઉ પણ કોઈ ગુનામાં સંકડાયેલો છે કે નહી તેની પણ પોલીસ તપાસ કરે તો સત્ય સામે આવી શકે છે.


અમદાવાદના એસજી હાઈવે પર બની હતી ઘટના

અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના સામાન્ય બનતી જાય છે અને નબીરાઓ છાટકા બનીને અકસ્માત સર્જતા હોય છે,ત્યારે વધુ એક અકસ્માત થતા મહિલાનું મોત થયું છે,મહત્વની વાત તો એ છે કે,અકસ્માત સર્જી મેહુલ પટેલ નામનો આરોપી ઘટના સ્થળે કાર છોડીને ફરાર થઈ ગયો હતો,આરોપી નશામાં હતો કે નહી તેની કોઈ માહિતી હજી સામે આવી નથી પરંતુ એસજી ટ્રાફિક-1 પોલીસે આ બાબતને લઈ ઉંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે,આરોપી કોઈ નશો કરે છે કે નહી અથવા તો તેણે નશો કરીને આ અકસ્માત સર્જયો કે શું તેને લઈ હજી કોઈ તથ્ય સામે આવ્યું નથી.

પોલીસે નોંધ્યો ગુનો

ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળે ટોળા ઉમટી પડતા હતા આરોપીને લોકો ઝડપે તે પહેલા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.મૃતક મહિલા કે જેઓ વેજલપુરના રહેવાસી છે.પોલીસે હાલ કારને ગુના અર્થે જપ્ત કરી છે અને આરોપીની વધુ પૂછપરછ હાથધરી છે,આસપાસના સીસીટીવીની પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે તે જરૂરી છે.આવા આરોપીઓ બેફામ બનીને કાર હંકારતા હોય છે જેના કારણે નિર્દોષ વાહનચાલકોના જીવ જાય છે અને પરિવારને તેમનો સભ્ય ગુમાવવાનો વારો આવતો હોય છે.એસજી ટ્રાફિક-1 પોલીસ ગુનાની ગંભીરતાથી તપાસ કરે અને ઉદાહરણ સમાજમાં બેસાડે તે જરૂરી બન્યું છે.

6 સપ્ટેમ્બર 2024ના રોજ પણ એસજી હાઈવે પર બની અકસ્માતની ઘટના

એક્સિડન્ટ ઝોન બની રહેલા એસજી હાઇવેના સ‌ર્વિસ રોડ પર કારચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધા બાદ રોકાવાને બદલે ભાગવા લાગ્યો હતો. ટુ વ્હીલર ચાલકે તેનો પીછો કરતાં કારચાલકે ફરીથી પ્રહલાદનગર નજીક તેને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત ટુ વ્હીલર ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે કારચાલકને ઝડપી લેવા કવયાત શરૂ કરી હતી.અમદાવાદના એસજી હાઈવેને કાર ચાલકો પ્લેનનો રન-વે સમજીને ચલાવતા હોય છે પરંતુ કયારેક આ પ્રકારની સ્પીડ જીવલેણ સાબિત થતી હોય છે.