Gujaratમાં છેલ્લા 2 વર્ષમાં 7 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા

વાયુ-પ્રદુષણ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે.આ પ્રદુષણ ઘટાડવા માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. બાયોગેસ પ્લાન્ટ વાયુ પ્રદુષણ ઘટાડવા આવો જ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 7 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે.આ પ્લાન્ટથી ગામડાના પરિવારોને વિશેષ લાભ થઈ રહ્યો છે. ખેતીમાં સારી આવક થઈ ગુજરાતના ગામડાની સમૃદ્ધિમાં શ્વેત ક્રાંતિનું અમૂલ્ય યોગદાન છે.આ શ્વેત ક્રાંતિ ગામડાઓમાં ઉર્જા માટેના વિકલ્પમાં પણ ઉપયોગી બની રહી છે.સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ ગોબરધન યોજના અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 7400થી વધુ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે.જેના કારણે કચરાના વ્યવસ્થાપનના પ્રશ્નો ઉકેલાયા છે, બહેનોને સ્વચ્છ ઈંધણ મળ્યું છે અને ખેતીમાં ઉત્તમ ખાતર મળ્યું છે. સ્વચ્છ ઉર્જાની ક્રાંતિ જે પરિવારોની આવક ઓછી છે તેમને બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાના ખર્ચ માટે સરકાર અંદાજે 90 ટકા નાણાકીય સહાય આપે છે. બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કર્યા બાદ તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે પણ જરૂરી છે. આ પ્લાન્ટના કાર્યક્ષમ ઉપયોગ માટે લોકજાગૃતિ અને શિક્ષણનું કાર્ય પણ ચાલી રહ્યું છે.ગુજરાતના ગામડાઓ આ સ્વચ્છ ઉર્જાની ક્રાંતિમાં સહભાગી થઈ રહ્યા છે. જેનાથી આપણી આવતીકાલ હરિયાળી બનશે. આ મિશનના પગલે આપણું હરિયાળા ભારતનું સ્વપ્ન તો સાકાર થશે જ, સાથો-સાથ વિશ્વ માટેના ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં પણ સહાય મળશે. 

Gujaratમાં છેલ્લા 2 વર્ષમાં 7 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાયુ-પ્રદુષણ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે.આ પ્રદુષણ ઘટાડવા માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. બાયોગેસ પ્લાન્ટ વાયુ પ્રદુષણ ઘટાડવા આવો જ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 7 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે.આ પ્લાન્ટથી ગામડાના પરિવારોને વિશેષ લાભ થઈ રહ્યો છે.

ખેતીમાં સારી આવક થઈ

ગુજરાતના ગામડાની સમૃદ્ધિમાં શ્વેત ક્રાંતિનું અમૂલ્ય યોગદાન છે.આ શ્વેત ક્રાંતિ ગામડાઓમાં ઉર્જા માટેના વિકલ્પમાં પણ ઉપયોગી બની રહી છે.સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ ગોબરધન યોજના અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 7400થી વધુ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે.જેના કારણે કચરાના વ્યવસ્થાપનના પ્રશ્નો ઉકેલાયા છે, બહેનોને સ્વચ્છ ઈંધણ મળ્યું છે અને ખેતીમાં ઉત્તમ ખાતર મળ્યું છે.

સ્વચ્છ ઉર્જાની ક્રાંતિ

જે પરિવારોની આવક ઓછી છે તેમને બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાના ખર્ચ માટે સરકાર અંદાજે 90 ટકા નાણાકીય સહાય આપે છે. બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કર્યા બાદ તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે પણ જરૂરી છે. આ પ્લાન્ટના કાર્યક્ષમ ઉપયોગ માટે લોકજાગૃતિ અને શિક્ષણનું કાર્ય પણ ચાલી રહ્યું છે.ગુજરાતના ગામડાઓ આ સ્વચ્છ ઉર્જાની ક્રાંતિમાં સહભાગી થઈ રહ્યા છે. જેનાથી આપણી આવતીકાલ હરિયાળી બનશે. આ મિશનના પગલે આપણું હરિયાળા ભારતનું સ્વપ્ન તો સાકાર થશે જ, સાથો-સાથ વિશ્વ માટેના ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં પણ સહાય મળશે.