Bharuchના વાલિયામાં ભારે વરસાદ, ડહેલી ગામે 87 લોકો સંપર્ક વિહોણા
કાછોટા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યાંગામમાં કીમ નદીના પાણી ફરી વળતા હાલાકી તંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી કરાશે રાજ્યમાં ગઈકાલે રાતથી વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ભરૂચના વાલિયામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે અને જેન પગલે ડહેલી ગામે 87 લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભારે વરસાદ વરસતા કાછોટા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યા છે અને ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી છે અને સમીક્ષા પણ કરી છે અને થોડા સમયમાં જ તંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. વાલિયા પંથકમાં 16 ઈંચ વરસાદ ખાબકતા જન જીવન પ્રભાવિત તમને જણાવી દઈએ કે વાલિયા પંથકમાં 16 ઈંચ વરસાદ ખાબકતા જન જીવન પ્રભાવિત થયું છે અને ડહેલી ગામે અનેક ફળિયામાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ગામના સ્મશાને જવાના માર્ગ પર પણ નદીના પાણી ફરી વળ્યા છે અને કાછી ફળિયામાં 70 લોકો ફસાયા છે. ભારે વરસાદના કારણે અનેક ગામમાં પાણી ભરાયા હોવાના કારણે અને કોઈ પણ સ્થાનિક નેતાઓ નહીં પહોંચતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ પાણીના ભારે પ્રવાહમાં 2 કાર ચાલક પણ ફસાયા હતા અને ટ્રેક્ટરની મદદથી આ કારને પાણીની બહાર કાઢવામાં આવી હતી. આજે 12 વાગ્યા સુધી રાજ્યના 154 તાલુકામાં વરસાદ ખાબક્યો આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ભરુચના વાલિયામાં સાડા 6 ઈંચ વરસાદ અને ભરુચના નેત્રંગમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે તો સુરતના ઉમરપાડામાં સાડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 4 ઈંચ, વાપીમાં 3.5 ઈંચ વરસાદ, પલસાણામાં અને પારડીમાં પણ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 5 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ તો 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ અને 117 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કાછોટા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યાં
- ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા હાલાકી
- તંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી કરાશે
રાજ્યમાં ગઈકાલે રાતથી વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ભરૂચના વાલિયામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે અને જેન પગલે ડહેલી ગામે 87 લોકો સંપર્ક વિહોણા બન્યા છે.
ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી
ભારે વરસાદ વરસતા કાછોટા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યા છે અને ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી છે અને સમીક્ષા પણ કરી છે અને થોડા સમયમાં જ તંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
વાલિયા પંથકમાં 16 ઈંચ વરસાદ ખાબકતા જન જીવન પ્રભાવિત
તમને જણાવી દઈએ કે વાલિયા પંથકમાં 16 ઈંચ વરસાદ ખાબકતા જન જીવન પ્રભાવિત થયું છે અને ડહેલી ગામે અનેક ફળિયામાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ગામના સ્મશાને જવાના માર્ગ પર પણ નદીના પાણી ફરી વળ્યા છે અને કાછી ફળિયામાં 70 લોકો ફસાયા છે. ભારે વરસાદના કારણે અનેક ગામમાં પાણી ભરાયા હોવાના કારણે અને કોઈ પણ સ્થાનિક નેતાઓ નહીં પહોંચતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ પાણીના ભારે પ્રવાહમાં 2 કાર ચાલક પણ ફસાયા હતા અને ટ્રેક્ટરની મદદથી આ કારને પાણીની બહાર કાઢવામાં આવી હતી.
આજે 12 વાગ્યા સુધી રાજ્યના 154 તાલુકામાં વરસાદ ખાબક્યો
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ભરુચના વાલિયામાં સાડા 6 ઈંચ વરસાદ અને ભરુચના નેત્રંગમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે તો સુરતના ઉમરપાડામાં સાડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 4 ઈંચ, વાપીમાં 3.5 ઈંચ વરસાદ, પલસાણામાં અને પારડીમાં પણ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 5 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ તો 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ અને 117 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.