Surat ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં, કબૂતરોના જમાવડાથી મુસાફરો હેરાન
ડાયમંડ નગરી સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કબૂતરોનો જમાવડો જોવા મળ્યો છે. એરપોર્ટ પર કબૂતરોના જમાવડાનો વીડિયો વાયરલ થયો છે.સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલનું ટેગ મળ્યા પછી પણ સુવિધાના નામે મીડું એરપોર્ટ પર કબૂતરોના જમાવડાના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, ટર્મિનલ બિલ્ડિંગમાં પક્ષીઓની સંખ્યામાં વધારો જોઈ શકાય છે. જો કે આ દ્રશ્યો જોયા બાદ સુરત એરપોર્ટના તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં અમદાવાદ એરપોર્ટ બાદ સૌથી વધુ બર્ડ હિટની ઘટનાઓ સુરત એરપોર્ટ પર જોવા મળી રહી છે. ત્યારે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલનું ટેગ મળ્યા પછી પણ સુવિધાના નામે મીડું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઘણી વખત વિવાદમાં આવી ચૂક્યુ છે. રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને ધમકીની ઘટના થોડા દિવસ પહેલા જ રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને ધમકી મળી હતી. જેને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પર તાત્કાલિક પહોંચીને તપાસ શરૂ કરી હતી. PSI એ.એસ ગળચર સહિતની ટીમોએ ચેકીંગ શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી અને બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમ પણ પહોંચી હતી. બીજી તરફ થોડા દિવસ પહેલા જ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોએ હોબાળો પણ મચાવ્યો હતો. ફ્લાઈટ ડીલે થતાં મુસાફરો પરેશાન થયા હતા અને હોબાળો મચાવ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે ફલાઈટ ડીલે થવાની ઘણી ઘટનાઓ અમદાવાદ એરપોર્ટ પર પણ સામે આવી ચૂકી છે અને જેને લઈને પેસેન્જરો ઘણી વખતો મોટો હોબાળો પણ એરપોર્ટ પર મચાવતા હોય છે. વડોદરા એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની મળી હતી ધમકી 5 ઓક્ટોબરે વડોદરા એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. CISFના ઈમેઈલ આઈડી પર ધમકીનો મેઈલ મળ્યો હતો. જેને લઈને CISFના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સવારે 11 વાગ્યે ઈમેઈલ મળ્યો હતો અને General Shiva 76.rediff mailથી ઈમેઈલ આવ્યો હતો. જો કે તપાસ કરતાં કંઈપણ વાંધાજનક વસ્તુ મળી ના હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાયમંડ નગરી સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કબૂતરોનો જમાવડો જોવા મળ્યો છે. એરપોર્ટ પર કબૂતરોના જમાવડાનો વીડિયો વાયરલ થયો છે.
સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલનું ટેગ મળ્યા પછી પણ સુવિધાના નામે મીડું
એરપોર્ટ પર કબૂતરોના જમાવડાના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, ટર્મિનલ બિલ્ડિંગમાં પક્ષીઓની સંખ્યામાં વધારો જોઈ શકાય છે. જો કે આ દ્રશ્યો જોયા બાદ સુરત એરપોર્ટના તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં અમદાવાદ એરપોર્ટ બાદ સૌથી વધુ બર્ડ હિટની ઘટનાઓ સુરત એરપોર્ટ પર જોવા મળી રહી છે. ત્યારે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલનું ટેગ મળ્યા પછી પણ સુવિધાના નામે મીડું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઘણી વખત વિવાદમાં આવી ચૂક્યુ છે.
રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને ધમકીની ઘટના
થોડા દિવસ પહેલા જ રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને ધમકી મળી હતી. જેને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પર તાત્કાલિક પહોંચીને તપાસ શરૂ કરી હતી. PSI એ.એસ ગળચર સહિતની ટીમોએ ચેકીંગ શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી અને બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમ પણ પહોંચી હતી.
બીજી તરફ થોડા દિવસ પહેલા જ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોએ હોબાળો પણ મચાવ્યો હતો. ફ્લાઈટ ડીલે થતાં મુસાફરો પરેશાન થયા હતા અને હોબાળો મચાવ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે ફલાઈટ ડીલે થવાની ઘણી ઘટનાઓ અમદાવાદ એરપોર્ટ પર પણ સામે આવી ચૂકી છે અને જેને લઈને પેસેન્જરો ઘણી વખતો મોટો હોબાળો પણ એરપોર્ટ પર મચાવતા હોય છે.
વડોદરા એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની મળી હતી ધમકી
5 ઓક્ટોબરે વડોદરા એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. CISFના ઈમેઈલ આઈડી પર ધમકીનો મેઈલ મળ્યો હતો. જેને લઈને CISFના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સવારે 11 વાગ્યે ઈમેઈલ મળ્યો હતો અને General Shiva 76.rediff mailથી ઈમેઈલ આવ્યો હતો. જો કે તપાસ કરતાં કંઈપણ વાંધાજનક વસ્તુ મળી ના હતી.