Palanpur માં પાર્ટી પ્લોટના લગ્નમાંથી ચોરી કરનાર તસ્કરને પોલીસે દબોચ્યો
મહેસાણામાં રહેતા સુરેશકુમાર જોઈતારામ પટેલના બહેનના દિકરા રાજના લગ્ન હોઈ પાલનપુર આવેલ. જ્યાં પાલનપુરમાં અમદાવાદ હાઈવે ગઠામણ પાટીયા નજીક આવેલ મંગલમૂર્તિ પાર્ટી પ્લોટમાં મામેરા અને હલ્દી સહિતના કાર્યક્રમ હોય દાગીના અને રોકડ રકમ સહિતનો સામાન લઈ ત્યાં ગયેલ.મામેરાના પ્રસંગ બાદના પ્રસંગ માટે પહેરવા માટે રાખેલ કુલ 21.50 તોલા સોનાના, 1.400 કિલોગ્રામ ચાંદીના દાગીના, રૂ. 35,000 રોકડ રકમ અને 800 ઓસ્ટ્રેલિયન ડોલર સહિત એટીએમ કાર્ડ અને ગાડીની ચાવી એક પર્સમાં મુકી સુરેશકુમાર તેમના પત્ની હિનાબેનને આપેલા હતા. ત્યારે હલ્દીનો કાર્યક્રમ શરૂ થતા તેમના ભાણાને દંપતી હલ્દી લગાવવા જતા પોતાનું પર્સ સોફા પર મુકીને ગયા હતા. જે પર્સ લઈ તસ્કરો ત્યાંથી ફરાર થયા હતા. જે અંગે ફરિયાદ નોંધાવતા પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ એચ.બી. ધાંધલ્યાએ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ આદરી હતી. તે દરમિયાન પોલીસને માહિતી મળેલ કે મધ્યપ્રદેશમાં આવેલ રાજગઢ જિલ્લાના કડિયા તથા ગુલખેડી ગામની સાસી ગેંગ દ્વારા કિંમતી દાગીના ભરેલ બેગની ચોરી કરી છે. તેમજ ગેંગનો સાગરીત ક્રિશ ઉર્ફે ઋષિ સિકંદર સિસોદિયાને રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં કોઈ ગુનામાં પકડાયેલ હોઈ તેની સીસીટીવી ફૂટેજ આધારે તપાસતા તે હોવાનું માલુમ પડતા પોલીસ તેની અટક કરી તેની પાસેથી ચોરીમાં લઈ ગયેલ 11,75,700ના દાગીના મળી આવ્યા હતા. પોલીસે ચોરીમાં સંડોવાયેલા બીજા ચારની શોધખોળ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણામાં રહેતા સુરેશકુમાર જોઈતારામ પટેલના બહેનના દિકરા રાજના લગ્ન હોઈ પાલનપુર આવેલ. જ્યાં પાલનપુરમાં અમદાવાદ હાઈવે ગઠામણ પાટીયા નજીક આવેલ મંગલમૂર્તિ પાર્ટી પ્લોટમાં મામેરા અને હલ્દી સહિતના કાર્યક્રમ હોય દાગીના અને રોકડ રકમ સહિતનો સામાન લઈ ત્યાં ગયેલ.
મામેરાના પ્રસંગ બાદના પ્રસંગ માટે પહેરવા માટે રાખેલ કુલ 21.50 તોલા સોનાના, 1.400 કિલોગ્રામ ચાંદીના દાગીના, રૂ. 35,000 રોકડ રકમ અને 800 ઓસ્ટ્રેલિયન ડોલર સહિત એટીએમ કાર્ડ અને ગાડીની ચાવી એક પર્સમાં મુકી સુરેશકુમાર તેમના પત્ની હિનાબેનને આપેલા હતા. ત્યારે હલ્દીનો કાર્યક્રમ શરૂ થતા તેમના ભાણાને દંપતી હલ્દી લગાવવા જતા પોતાનું પર્સ સોફા પર મુકીને ગયા હતા. જે પર્સ લઈ તસ્કરો ત્યાંથી ફરાર થયા હતા. જે અંગે ફરિયાદ નોંધાવતા પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ એચ.બી. ધાંધલ્યાએ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ આદરી હતી. તે દરમિયાન પોલીસને માહિતી મળેલ કે મધ્યપ્રદેશમાં આવેલ રાજગઢ જિલ્લાના કડિયા તથા ગુલખેડી ગામની સાસી ગેંગ દ્વારા કિંમતી દાગીના ભરેલ બેગની ચોરી કરી છે. તેમજ ગેંગનો સાગરીત ક્રિશ ઉર્ફે ઋષિ સિકંદર સિસોદિયાને રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં કોઈ ગુનામાં પકડાયેલ હોઈ તેની સીસીટીવી ફૂટેજ આધારે તપાસતા તે હોવાનું માલુમ પડતા પોલીસ તેની અટક કરી તેની પાસેથી ચોરીમાં લઈ ગયેલ 11,75,700ના દાગીના મળી આવ્યા હતા. પોલીસે ચોરીમાં સંડોવાયેલા બીજા ચારની શોધખોળ હાથ ધરી છે.