સુભાષબ્રીજ પાસે છ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા

અમદાવાદ, શુક્રવારડીસીપી ઝોન-૨ એલસીબીના સ્ટાફ દ્વારા સુભાષબ્રીજ  પાસે બાતમીને આધારે વોચ ગોઠવીને રાજસ્થાનથી રૂપિયા છ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો લાવનાર બે લુટલેગરોને ઝડપી લીધા હતા. આ ઉપરાંત, ક્રાઇમબ્રાંચે શાહપુરમાં દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો જપ્ત કરીને લાલા નામના બુટલેગર સહિતના આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે. ડીસીપી ભરત રાઠોડના સ્ક્વોડના પીએસઆઇ  કે ડી પટેલ અને તેમના સ્ટાફને ગુરૂવારે રાતના સમયે ચોક્કસ બાતમી મળી હતી કે મોહંમદ ઝરફાન શેખ  અને ઝહાન અજમેરી ઝુંડાલ સર્કલથી દારૂનો જથ્થો લઇને કારમાં સાબરમતી વિસ્તારથી થઇને સુભાષબ્રીજ આવવાના છે. જેના આધારે વોચ ગોઠવીને રસ્તો કોર્ડન કરીને એક કારને રોકી હતી. પરંતુ, કારચાલકે નાસવાનો પ્રયાસ કરતા પોલીસે લાકડીથી કારનો કાચ તોડીને કારને રોક્યા બાદ તપાસ કરતા તેમાંથી  રૂપિયા છ લાખની કિંમતની ૧૧૦૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

સુભાષબ્રીજ પાસે છ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

ડીસીપી ઝોન-૨ એલસીબીના સ્ટાફ દ્વારા સુભાષબ્રીજ  પાસે બાતમીને આધારે વોચ ગોઠવીને રાજસ્થાનથી રૂપિયા છ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો લાવનાર બે લુટલેગરોને ઝડપી લીધા હતા. આ ઉપરાંત, ક્રાઇમબ્રાંચે શાહપુરમાં દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો જપ્ત કરીને લાલા નામના બુટલેગર સહિતના આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે. ડીસીપી ભરત રાઠોડના સ્ક્વોડના પીએસઆઇ  કે ડી પટેલ અને તેમના સ્ટાફને ગુરૂવારે રાતના સમયે ચોક્કસ બાતમી મળી હતી કે મોહંમદ ઝરફાન શેખ  અને ઝહાન અજમેરી ઝુંડાલ સર્કલથી દારૂનો જથ્થો લઇને કારમાં સાબરમતી વિસ્તારથી થઇને સુભાષબ્રીજ આવવાના છે. જેના આધારે વોચ ગોઠવીને રસ્તો કોર્ડન કરીને એક કારને રોકી હતી. પરંતુ, કારચાલકે નાસવાનો પ્રયાસ કરતા પોલીસે લાકડીથી કારનો કાચ તોડીને કારને રોક્યા બાદ તપાસ કરતા તેમાંથી  રૂપિયા છ લાખની કિંમતની ૧૧૦૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.