Surendranagarના પાટડીમાં ગટરમાં ગુંગળામણથી બે સફાઈ કામદારના મોત, પરિવારની ન્યાયની માંગ
સુરેન્દ્રનગરના પાટડીમાં ગટરમાં ગુંગળામણથી બે સફાઈ કામદરાના મોત થયા. સફાઈ કામદારના મોતની ઘટનામાં અધિકારીઓની બેદરકારી સામે આવી. ગટરની સફાઈ કરવા ઉતરેલા બે યુવકોના મોત થતા ચીફ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરાઈ. યુવકોને સેફટીના સાધનો વિના ગટરમાં ઉતારાયા હતા. યુવકોના મોતની ઘટનામાં બેદરકારી બદલ સેનેટરી ઇન્સ્પેક્ટર, કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરાયો. યુવકોના પરિવારે ન્યાયની માંગણી સાથે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.સફાઈ કામદાર યુવાનના થયા મોતનગરપાલિકા દ્વારા શહેરની ગટરોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાટડી તાલુકામાં નગરપાલિકાના સંપની અંદર ઉતરેલા બે આશાસ્પદ યુવાન સફાઈ કામદરાનું કામગીરી દરમ્યાન મોત થયું.યુવકોના મોત પરિવારજનો અને દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો. પરિવારે અધિકારીઓ પર બેદરકારીનો આક્ષેપ લગાવતા નકકર પગલાં લેવા રજૂઆત કરી. યુવકોના મોત મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરતાં પરિવારે ફરિયાદ દાખલ કરી.જ્યાં સુધી નક્કર પગલાં નહીં લેવાય ત્યાં સુધી તેઓ યુવકોની લાશનો સ્વીકાર નહીં કરે. યુવકોના મોત મામલે પરિવારની માંગગટરની સફાઈ કરતાં બે યુવકોના મોત થતાં તેમને પાટડી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા. યુવકોના મોત થતાં દલિત સમાજના લોકો પણ હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા.દલિત સમાજને યુવકોના પરિવારને ન્યાય મળે માટે કેટલીક રજૂઆત કરી હતી. યુવકોના પરિવારને મોટું આર્થિક વળતર આપવામાં આવે. તેમજ મૃતકના પરિવારના એક સભ્યને નગરપાલિકામાં નોકરી આપવામાં આવે. અને ભવિષ્યમાં આવા કોઈ બનાવ ના બને માટે સફાઈ કરવા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી અને એફઆઇઆર કરવામાં આવે તેવી માંગ સ્વીકારવામાં આવી હતી. પરિવારની માંગ સ્વીકારવામાં આવીકલેક્ટર કેસી સંપર્ક એસ.પી ગિરીશપંડ્યા અને લખતર દસાડા ધારાસભ્ય પીકે પરમાર સુરનગર જિલ્લા પૂર્વ પ્રમુખ અને જુનાગઢ જિલ્લાના પ્રભારી દિલીપભાઈ પટેલ સરકાર તરફથી યુવકોના પરિવાર અને દલિત સમાજની માંગને સ્વીકારવામાં આવી હતી. તંત્ર તરફથી પાટડી નગરપાલિકા અધિકારી ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ અને મુખ્ય કોન્ટેક્ટ સંજયભાઈ એસ પટેલ ઉપર કાયદેસરની છોકરો સીટી એક્ટ મુજબ એફઆઇ નોંધી કાર્યવાહી કરવાની બાહેધરી આપ્યા બાદ બંને લાશોને પરિવારજનો દ્વારા સ્વીકારાવામાં આવી હતી. બંને યુવાનોની પાટડી હોસ્પિટલ ખાતેથી લાશોનો કબજો પરિવાર દ્વારા મેળવી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી આ ઘટનામાં પાટડી શહેરની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના પાટડીમાં ગટરમાં ગુંગળામણથી બે સફાઈ કામદરાના મોત થયા. સફાઈ કામદારના મોતની ઘટનામાં અધિકારીઓની બેદરકારી સામે આવી. ગટરની સફાઈ કરવા ઉતરેલા બે યુવકોના મોત થતા ચીફ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરાઈ. યુવકોને સેફટીના સાધનો વિના ગટરમાં ઉતારાયા હતા. યુવકોના મોતની ઘટનામાં બેદરકારી બદલ સેનેટરી ઇન્સ્પેક્ટર, કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરાયો. યુવકોના પરિવારે ન્યાયની માંગણી સાથે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
સફાઈ કામદાર યુવાનના થયા મોત
નગરપાલિકા દ્વારા શહેરની ગટરોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાટડી તાલુકામાં નગરપાલિકાના સંપની અંદર ઉતરેલા બે આશાસ્પદ યુવાન સફાઈ કામદરાનું કામગીરી દરમ્યાન મોત થયું.યુવકોના મોત પરિવારજનો અને દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો. પરિવારે અધિકારીઓ પર બેદરકારીનો આક્ષેપ લગાવતા નકકર પગલાં લેવા રજૂઆત કરી. યુવકોના મોત મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરતાં પરિવારે ફરિયાદ દાખલ કરી.જ્યાં સુધી નક્કર પગલાં નહીં લેવાય ત્યાં સુધી તેઓ યુવકોની લાશનો સ્વીકાર નહીં કરે.
યુવકોના મોત મામલે પરિવારની માંગ
ગટરની સફાઈ કરતાં બે યુવકોના મોત થતાં તેમને પાટડી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા. યુવકોના મોત થતાં દલિત સમાજના લોકો પણ હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા.દલિત સમાજને યુવકોના પરિવારને ન્યાય મળે માટે કેટલીક રજૂઆત કરી હતી. યુવકોના પરિવારને મોટું આર્થિક વળતર આપવામાં આવે. તેમજ મૃતકના પરિવારના એક સભ્યને નગરપાલિકામાં નોકરી આપવામાં આવે. અને ભવિષ્યમાં આવા કોઈ બનાવ ના બને માટે સફાઈ કરવા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી અને એફઆઇઆર કરવામાં આવે તેવી માંગ સ્વીકારવામાં આવી હતી.
પરિવારની માંગ સ્વીકારવામાં આવી
કલેક્ટર કેસી સંપર્ક એસ.પી ગિરીશપંડ્યા અને લખતર દસાડા ધારાસભ્ય પીકે પરમાર સુરનગર જિલ્લા પૂર્વ પ્રમુખ અને જુનાગઢ જિલ્લાના પ્રભારી દિલીપભાઈ પટેલ સરકાર તરફથી યુવકોના પરિવાર અને દલિત સમાજની માંગને સ્વીકારવામાં આવી હતી. તંત્ર તરફથી પાટડી નગરપાલિકા અધિકારી ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ અને મુખ્ય કોન્ટેક્ટ સંજયભાઈ એસ પટેલ ઉપર કાયદેસરની છોકરો સીટી એક્ટ મુજબ એફઆઇ નોંધી કાર્યવાહી કરવાની બાહેધરી આપ્યા બાદ બંને લાશોને પરિવારજનો દ્વારા સ્વીકારાવામાં આવી હતી. બંને યુવાનોની પાટડી હોસ્પિટલ ખાતેથી લાશોનો કબજો પરિવાર દ્વારા મેળવી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી આ ઘટનામાં પાટડી શહેરની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.