Ahmedabad: નવરાત્રિમાં બહારનું ખાતા ચેતજો! પટેલ ફાર્મના ફૂડ સ્ટોલમાંથી અખાદ્ય જથ્થો મળ્યો
નવરાત્રિના તહેવાર દરમિયાન અનેક પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડ સહિત વિવિધ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા નવરાત્રિના પ્રથમ દિવસે વિવિધ જગ્યાએ કરવામાં આવેલા ચેકિંગમાં એસજી હાઇ-વે પર કર્ણાવતી ક્લબની સામે આવેલા R M પટેલ ફાર્મમાં કાર્નિવલના નવરાત્રી મહોત્સવમાં આવેલા ફૂડ સ્ટોલમાંથી અખાદ્ય જથ્થો મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો અને રૂ. 10,000ની પેનલ્ટી કરવામાં આવી હતી. લાઇસન્સ નહીં હોય તો પેનલ્ટી ફટકારવામાં આવશે 3 ઓક્ટોબરના રોજ AMC ફૂડ વિભાગની ટીમ દ્વારા કર્ણાવતી ક્લબ, નિકોલ ખોડલ ફાર્મ આપણું ગામઠી સહિત અલગ-અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સેમ્પલ લેવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે કુલ 13 કિલો અને 17 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. આજે પણ ફૂડ વિભાગની ટીમ દ્વારા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અલગ-અલગ પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડ પર આવેલા ફૂડ સ્ટોલમાં ચેકિંગ કરવામાં આવશે. જો તેમની પાસે અખાદ્ય જથ્થો અથવા તો લાઇસન્સ નહીં હોય તો તેમની સામે પેનલ્ટી સહિતની કાર્યવાહી થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રિના તહેવાર દરમિયાન અનેક પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડ સહિત વિવિધ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા નવરાત્રિના પ્રથમ દિવસે વિવિધ જગ્યાએ કરવામાં આવેલા ચેકિંગમાં એસજી હાઇ-વે પર કર્ણાવતી ક્લબની સામે આવેલા R M પટેલ ફાર્મમાં કાર્નિવલના નવરાત્રી મહોત્સવમાં આવેલા ફૂડ સ્ટોલમાંથી અખાદ્ય જથ્થો મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો અને રૂ. 10,000ની પેનલ્ટી કરવામાં આવી હતી.
લાઇસન્સ નહીં હોય તો પેનલ્ટી ફટકારવામાં આવશે 3 ઓક્ટોબરના રોજ AMC ફૂડ વિભાગની ટીમ દ્વારા કર્ણાવતી ક્લબ, નિકોલ ખોડલ ફાર્મ આપણું ગામઠી સહિત અલગ-અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સેમ્પલ લેવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે કુલ 13 કિલો અને 17 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. આજે પણ ફૂડ વિભાગની ટીમ દ્વારા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અલગ-અલગ પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડ પર આવેલા ફૂડ સ્ટોલમાં ચેકિંગ કરવામાં આવશે. જો તેમની પાસે અખાદ્ય જથ્થો અથવા તો લાઇસન્સ નહીં હોય તો તેમની સામે પેનલ્ટી સહિતની કાર્યવાહી થશે.