Bharuch News: કાકડીઆંબા-ચાપડવાવ ડેમ છલકાતાં ખુશી છવાઈ

સાગબારા તાલુકાના કાકડીઆંબા ડેમ 13 સે.મી. ચોપડવાવ ડેમ 5 સેમી ઓવરફ્લો થયોપાણી વધવાના કારણે સભંવતઃ અસરગ્રસ્ત ગામોના લોકોને સાવધ રહેવા જણાવાયું સાગબારા તાલુકામાં આવેલો ચાપડવાવડેમ ઓવરફ્લો થયો હતો. સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલો કાકડીઆંબા ડેમ તા.2 2 મીથી ઓવરફ્લો થયો છે અને તે આજદિન સુધી સતત ઓવરફ્લો છે. ડેમની સપાટી ગઇકાલે 187.72 મીટરે નોંધાઇ હતી. આ ડેમ હાલમાં 13 સે.મી. ઓવરફ્લો છે તેમજ 973 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યકાંત વસાવા તરફ્થી પ્રાપ્ત થઈ છે. જ્યારે સાગબારા તાલુકાના ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમની સપાટી 187.45 મીટર છે. ચોપડવાવ ડેમ આજે 5 સે.મી. થી ઓવરફ્લો થયો છે. હાલમાં આ ડેમ 5 સે.મી. ઓવરફ્લો છે અને હાલમાં ડેમમાં પાણીની 150 ક્યુસેકની આવક સામે 150 કયુસેક પાણીની જાવક ચાલુ છે.  કાકડીઆંબા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં 7.31 ક્યુબિક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ 15 જેટલા ગામોને ખરીફ્-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે. ચોપડવાવ ડેમ છલકાવાના લીધે (ઓવરફ્લો થવાને લીધે) સભંવતઃ અસરગ્રસ્ત સીમઆમલી, ભવરીસવર, કેલ, પાટ અને પાંચપીપરી જેવા કુલ-5 ગામોના લોકોને નદી કિનારે નાહવા ધોવા, કપડા ધોવા, માછીમારી માટે કે અન્ય કોઇ કારણોસર અવર-જવર ન કરવા માટે વહિવટીતંત્ર તરફ્થી જરૂરી સૂચનાઓ આપવાની સાથે સાવધ રહેવા જણાવાયું છે. ઉલ્લેખનિય છે કે સમગ્ર નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં બપોર પછી મેઘરાજાનું આગમન થતાં સમગ્ર જિલ્લામાં વરસાદ પડી રહ્યાના અહેવાલો મળ્યા હતા. રાજપીપળામાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાનું જાણવા મળે છે. જ્યારે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.

Bharuch News: કાકડીઆંબા-ચાપડવાવ ડેમ છલકાતાં ખુશી છવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાગબારા તાલુકાના કાકડીઆંબા ડેમ 13 સે.મી. ચોપડવાવ ડેમ 5 સેમી ઓવરફ્લો થયો
  • પાણી વધવાના કારણે સભંવતઃ અસરગ્રસ્ત ગામોના લોકોને સાવધ રહેવા જણાવાયું
  • સાગબારા તાલુકામાં આવેલો ચાપડવાવડેમ ઓવરફ્લો થયો હતો.

સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલો કાકડીઆંબા ડેમ તા.2 2 મીથી ઓવરફ્લો થયો છે અને તે આજદિન સુધી સતત ઓવરફ્લો છે. ડેમની સપાટી ગઇકાલે 187.72 મીટરે નોંધાઇ હતી. આ ડેમ હાલમાં 13 સે.મી. ઓવરફ્લો છે તેમજ 973 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યકાંત વસાવા તરફ્થી પ્રાપ્ત થઈ છે.

જ્યારે સાગબારા તાલુકાના ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમની સપાટી 187.45 મીટર છે. ચોપડવાવ ડેમ આજે 5 સે.મી. થી ઓવરફ્લો થયો છે. હાલમાં આ ડેમ 5 સે.મી. ઓવરફ્લો છે અને હાલમાં ડેમમાં પાણીની 150 ક્યુસેકની આવક સામે 150 કયુસેક પાણીની જાવક ચાલુ છે.

 કાકડીઆંબા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં 7.31 ક્યુબિક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ 15 જેટલા ગામોને ખરીફ્-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે. ચોપડવાવ ડેમ છલકાવાના લીધે (ઓવરફ્લો થવાને લીધે) સભંવતઃ અસરગ્રસ્ત સીમઆમલી, ભવરીસવર, કેલ, પાટ અને પાંચપીપરી જેવા કુલ-5 ગામોના લોકોને નદી કિનારે નાહવા ધોવા, કપડા ધોવા, માછીમારી માટે કે અન્ય કોઇ કારણોસર અવર-જવર ન કરવા માટે વહિવટીતંત્ર તરફ્થી જરૂરી સૂચનાઓ આપવાની સાથે સાવધ રહેવા જણાવાયું છે.

ઉલ્લેખનિય છે કે સમગ્ર નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં બપોર પછી મેઘરાજાનું આગમન થતાં સમગ્ર જિલ્લામાં વરસાદ પડી રહ્યાના અહેવાલો મળ્યા હતા. રાજપીપળામાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાનું જાણવા મળે છે. જ્યારે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.