Bharuch News: ઝઘડિયા પંથકમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી
મઘા નક્ષત્રમાં વરસાદ પડતાં ખુશીનો માહોલઝઘડિયા પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે પાણી ભરાતાં વાહન ચાલકો અટવાયાં હતાં. એક કલાકમાં એક ઇંચ વરસાદથી નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ ઝઘડિયા પંથકમાં લાંબા સમયનો વિરામ લીધા બાદ આજે વહેલી સવારના સમયે મેઘરાજાએ તોફાની એન્ટ્રી મારી હતી. મઘા નક્ષત્રમાં વિજળીના કડાકા ભડાકા સાથે મેધરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી. લાંબા સમયના ઉકળાટ બાદ વહેલી સવારે એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસતા પંથકના નીચાણવળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા હતા. ઝઘડિયા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વહેલી સવારના સમયે અચાનક કાળા ડીબાંગ વાદળોની ફોજ ધસી આવતા પંથકમાં અંધારુ છવાયું હતુ. અને મોડીસાંજે મેઘરાજાએ વિજળીના ચમકારા સાથે એન્ટ્રી મારતા નગરજનોમાં ખુશીની લહેર ફેલાય હતી. ફરી એક વાર પાણી સ્વરૂપે મેઘરાજાએ હેત વરસાવતા ભીની ધરતીની સુગંધથી વાતાવરણ પ્રફુલિત થઇ ઉઠયું હતું. આજે સવારથી જ ઝઘડિયા તાલુકામાં મેઘો ગેરહાજર રહેતા વાતાવરણમાં પુનઃ ઉકળાટે સામ્રાજ્ય કાયમ કર્યું હતું. જો કે હાલ મઘા નક્ષત્ર ચાલતું હોય નગરજનો મેઘાના વરસવાની રાહ જોઈ રહ્યા હતા. જેમાં કેટલાય લોકોએ મઘા નક્ષત્રમાં વરસેલા મેઘાનું પાણી સંગ્રહ કર્યું હતું. જોકે બપોર પછી મેઘાએ જમાવટ કરતાં એક કલાકમાં એક ઇંચ વરસાદને પગલે ખેતી લાયક વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતર થયા હતા. ખેતી લાયક વિસ્તારોમાં પણ પડી રહેલા ભારે વરસાદને પગલે ધરતી પુત્રોમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી હતી. ઝઘડિયા પંથકમાં એક રીવાજ રહ્યો છે કે જેવી વરસાદની એન્ટ્રી થાય કે તરત જ વીજળી રીસાય જાય છે. અને સમગ્ર પંથકમાં વાઈટો દુલ થઈ હતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. સતત વરસાદ પડવાના કારણે ઘણા વિસ્તારોમાં લાઈટો જતી રહેવાના બનાવોથી નગરજનોએ અંધારામાં રહેવું પડયું હતું. જો કે આજરોજ સમગ્ર ઝઘડિયા પંથકમાં આખો દિવસ સતત વરસાદ પડતાં લોકોએ અનોખી ઠંડક અનુભવી હતી. અને ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. અને ખેતરમાં પાકને જીવત દાન મળતાં ચિંતામુક્ત બન્યા હતા. રેલવે ગરનાળામાં છ થી આઠ ફૂટ પાણી ભરાયા મેઘરાજાએ બોલાવેલી ધબધબાટીને પગલે ઝઘડિયા તાલુકાના આંતરિયાળ ગામોને જોડતા કે જ્યાં રેલવે દ્વારા ગરનાળીં બનાવવામાં આવ્યા છે ત્યાં મોટે ભાગેનાછ થી આઠ ફુટ જેટલા પાણી ભરાયા હતા. જાણવા મળતી માહિતી અનુસાર ખરચી, બોરિદ્રા, ઉંચેડીયા, રાણીપુરા, લીમોદરા, અવિધા, કરાડ, રાજપારડી વગેરે ગામોના બનાવેલા રેલવે ગરનાળાઓમાં આઠથી દસ ફુટ જેટલા પાણી ભરાયા હતા. જેમાં જે તે ગ્રામજનો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીના ભોગ બનવું પડયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મઘા નક્ષત્રમાં વરસાદ પડતાં ખુશીનો માહોલ
- ઝઘડિયા પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે પાણી ભરાતાં વાહન ચાલકો અટવાયાં હતાં.
- એક કલાકમાં એક ઇંચ વરસાદથી નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
ઝઘડિયા પંથકમાં લાંબા સમયનો વિરામ લીધા બાદ આજે વહેલી સવારના સમયે મેઘરાજાએ તોફાની એન્ટ્રી મારી હતી. મઘા નક્ષત્રમાં વિજળીના કડાકા ભડાકા સાથે મેધરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી. લાંબા સમયના ઉકળાટ બાદ વહેલી સવારે એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસતા પંથકના નીચાણવળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા હતા.
ઝઘડિયા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વહેલી સવારના સમયે અચાનક કાળા ડીબાંગ વાદળોની ફોજ ધસી આવતા પંથકમાં અંધારુ છવાયું હતુ. અને મોડીસાંજે મેઘરાજાએ વિજળીના ચમકારા સાથે એન્ટ્રી મારતા નગરજનોમાં ખુશીની લહેર ફેલાય હતી. ફરી એક વાર પાણી સ્વરૂપે મેઘરાજાએ હેત વરસાવતા ભીની ધરતીની સુગંધથી વાતાવરણ પ્રફુલિત થઇ ઉઠયું હતું.
આજે સવારથી જ ઝઘડિયા તાલુકામાં મેઘો ગેરહાજર રહેતા વાતાવરણમાં પુનઃ ઉકળાટે સામ્રાજ્ય કાયમ કર્યું હતું. જો કે હાલ મઘા નક્ષત્ર ચાલતું હોય નગરજનો મેઘાના વરસવાની રાહ જોઈ રહ્યા હતા.
જેમાં કેટલાય લોકોએ મઘા નક્ષત્રમાં વરસેલા મેઘાનું પાણી સંગ્રહ કર્યું હતું. જોકે બપોર પછી મેઘાએ જમાવટ કરતાં એક કલાકમાં એક ઇંચ વરસાદને પગલે ખેતી લાયક વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતર થયા હતા. ખેતી લાયક વિસ્તારોમાં પણ પડી રહેલા ભારે વરસાદને પગલે ધરતી પુત્રોમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી હતી.
ઝઘડિયા પંથકમાં એક રીવાજ રહ્યો છે કે જેવી વરસાદની એન્ટ્રી થાય કે તરત જ વીજળી રીસાય જાય છે. અને સમગ્ર પંથકમાં વાઈટો દુલ થઈ હતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. સતત વરસાદ પડવાના કારણે ઘણા વિસ્તારોમાં લાઈટો જતી રહેવાના બનાવોથી નગરજનોએ અંધારામાં રહેવું પડયું હતું.
જો કે આજરોજ સમગ્ર ઝઘડિયા પંથકમાં આખો દિવસ સતત વરસાદ પડતાં લોકોએ અનોખી ઠંડક અનુભવી હતી. અને ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. અને ખેતરમાં પાકને જીવત દાન મળતાં ચિંતામુક્ત બન્યા હતા.
રેલવે ગરનાળામાં છ થી આઠ ફૂટ પાણી ભરાયા
મેઘરાજાએ બોલાવેલી ધબધબાટીને પગલે ઝઘડિયા તાલુકાના આંતરિયાળ ગામોને જોડતા કે જ્યાં રેલવે દ્વારા ગરનાળીં બનાવવામાં આવ્યા છે ત્યાં મોટે ભાગેનાછ થી આઠ ફુટ જેટલા પાણી ભરાયા હતા. જાણવા મળતી માહિતી અનુસાર ખરચી, બોરિદ્રા, ઉંચેડીયા, રાણીપુરા, લીમોદરા, અવિધા, કરાડ, રાજપારડી વગેરે ગામોના બનાવેલા રેલવે ગરનાળાઓમાં આઠથી દસ ફુટ જેટલા પાણી ભરાયા હતા. જેમાં જે તે ગ્રામજનો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીના ભોગ બનવું પડયું હતું.