Botad ખાતેથી માર્ગ સલામતી-2025નો થયો શુભારંભ, પ્રવાહ ઓફ કેરની થીમ સાથે ઉજવણી

સુરક્ષા અને સલામતી માટે સરકારશ્રી દ્વારા દર વર્ષે માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે સરકાર દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૫ સુધી માર્ગ સલામતી માસ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, બોટાદ ખાતે આર.ટી.ઓ કચેરી-બોટાદ, બોટાદ પોલીસ તથા ટ્રાફિક પોલિસના સહયોગથી માર્ગ સલામતી માસ-૨૦૨૫નો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યરત નેત્રમ કક્ષની મુલાકાત જેમાં બોટાદ જિલ્લાની શાળાના બાળકોને માર્ગ સલામતી અંગે સમજણ આપવામાં આવી હતી. તેમજ શાળાના બાળકોને એસ.પી. કચેરી ખાતે કાર્યરત નેત્રમ કક્ષની મુલાકાત કરાવવામાં આવી હતી. “પ્રવાહ ઓફ કેર”ની થીમ સાથે માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે.કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "રોડ અકસ્માત સમયે અકસ્માતનો ભોગ બનનારને મદદ કરે, હોસ્પિટલ સુધી લઈ જાય કે પછી એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર કરાવે તો તેવા લોકોને પ્રોત્સાહન આપવા “ગુડ સમરીટન કાયદો” અમલી છે. તમામ લોકો સુરક્ષિત રહે જેના અનુસંધાને અકસ્માતમાં ભોગ બનનારની મદદ કરનાર વ્યક્તિને પોલીસ તંત્ર કે કાયદેસર વ્યવસ્થાનો સામનો ન કરવો પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અકસ્માત થવાની એક કલાક (ગોલ્ડન અવર)માં મદદ કરવામાં આવે તો તેવા લોકોને ગુડ સમરીટન એવોર્ડ પણ આપવામાં આવે છે." વધુમાં કલેક્ટર દ્વારા રોડ સેફ્ટી શા માટે જરૂરી છે, તેનું શું મહત્વ છે, રોડ સેફ્ટી માટે કેવી રીતે જાગૃતિ ફેલાવી શકાય તેવા પરીબળો પર તમામ ઉપસ્થિતોને માર્ગદર્શિત કર્યા હતાં. રોડ સેફ્ટી માસની ઉજવણી અંતર્ગત તમામ લોકો સુરક્ષિત રહે અને રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરે તેવો કલેક્ટર દ્વારા લોકોને સંદેશ પાઠવાયો હતો.બોટાદ જિલ્લા એસ.પી. કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાએ પણ ઉપસ્થિતોને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શિત કર્યા હતા. કાર્યક્રમમાં ડી.વાય.એસ.પીશ્રી સહિત મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓ-કર્મચારીઓ તેમજ શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.વાહનો પર સ્ટીકર લગાવવામાં આવ્યા ટ્રાફીક શાખા દ્વારા બોટાદ જિલ્લાની ૩૫ જેટલી શાળા/કોલેજોમાં ટ્રાફીક સેમીનાર કરી રોડ સેફટી અંગે માહિતી આપવામાં આવી જે સેમીનારમાં ગુડ સમરીટન એવોર્ડ, તથા હિટ એન્ડ રન કેસોમાં મળતા સરકારદ્વારા લાભો આપવા બાબતે માહિતી આપવામાં આવી.બોટાદ જિલ્લાનાં ૨૮૦૦૦ જેટલા વાહનોમાં રેડીયમ રીફલેકટર લગાવવાની કામગીરી ટ્રાફીક પોલીસ દ્વારા કરાઈ.બોટાદ જિલ્લા કષ્ટભંજન મંદિર સાંળગપુરધામ, બી.એ.પી.એસ મંદિર સાળંગપુર ગઢડા સ્વામીનારાયણ મંદીર તથા પાળીયાદ વિહળાનાથ મંદિર ખાતે ધાર્મિક તહેવારો દરમિયાન બહારથી આવતા દર્શનાર્થી વાહન ચાલકોને ટ્રાફીક જાગૃતિ અંગેની પત્રીકા તથા સ્ટીકર બનાવી આશરે ૧૦,૦૦૦ જેટલા વાહનો ઉપર સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમજ બોટાદ જિલ્લામાં ટ્રાફીકનાં નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને વાહન સાથેનાં ફોટોસ પાડીને ટ્રાફીક પોલીસ દ્વારા લગાવવામાં આવેલા એલ.ઇ.ડી સ્કીન સારી કામગીરી કરનારનાં નામ સારનામાં સાથેના ફોટો અપલોડ કરવામાં કરવામાં આવ્યા હતા. જેથી બીજા વાહન ચાલકોમાં ટ્રાફીકનાં નિયમોનું પ્રોત્સાહન મળે. હાલમાં પણ આ કામગીરી ચાલુ છે. તેમજ ટ્રાફીકના નિયમોનું પાલન કરનારને કી-ચેઈન તથા ગુલાબનું ફુલ આપી સન્માનિત કરવામાં આવે છે. જે કાર્યક્રમ પણ હાલમાં પણ કાર્યરત છે. આમ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક અંગે અનેકવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

Botad ખાતેથી માર્ગ સલામતી-2025નો થયો શુભારંભ, પ્રવાહ ઓફ કેરની થીમ સાથે ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરક્ષા અને સલામતી માટે સરકારશ્રી દ્વારા દર વર્ષે માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે સરકાર દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૫ સુધી માર્ગ સલામતી માસ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, બોટાદ ખાતે આર.ટી.ઓ કચેરી-બોટાદ, બોટાદ પોલીસ તથા ટ્રાફિક પોલિસના સહયોગથી માર્ગ સલામતી માસ-૨૦૨૫નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

કાર્યરત નેત્રમ કક્ષની મુલાકાત

જેમાં બોટાદ જિલ્લાની શાળાના બાળકોને માર્ગ સલામતી અંગે સમજણ આપવામાં આવી હતી. તેમજ શાળાના બાળકોને એસ.પી. કચેરી ખાતે કાર્યરત નેત્રમ કક્ષની મુલાકાત કરાવવામાં આવી હતી. “પ્રવાહ ઓફ કેર”ની થીમ સાથે માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે.કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "રોડ અકસ્માત સમયે અકસ્માતનો ભોગ બનનારને મદદ કરે, હોસ્પિટલ સુધી લઈ જાય કે પછી એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર કરાવે તો તેવા લોકોને પ્રોત્સાહન આપવા “ગુડ સમરીટન કાયદો” અમલી છે.

તમામ લોકો સુરક્ષિત રહે

જેના અનુસંધાને અકસ્માતમાં ભોગ બનનારની મદદ કરનાર વ્યક્તિને પોલીસ તંત્ર કે કાયદેસર વ્યવસ્થાનો સામનો ન કરવો પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અકસ્માત થવાની એક કલાક (ગોલ્ડન અવર)માં મદદ કરવામાં આવે તો તેવા લોકોને ગુડ સમરીટન એવોર્ડ પણ આપવામાં આવે છે." વધુમાં કલેક્ટર દ્વારા રોડ સેફ્ટી શા માટે જરૂરી છે, તેનું શું મહત્વ છે, રોડ સેફ્ટી માટે કેવી રીતે જાગૃતિ ફેલાવી શકાય તેવા પરીબળો પર તમામ ઉપસ્થિતોને માર્ગદર્શિત કર્યા હતાં. રોડ સેફ્ટી માસની ઉજવણી અંતર્ગત તમામ લોકો સુરક્ષિત રહે અને રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરે તેવો કલેક્ટર દ્વારા લોકોને સંદેશ પાઠવાયો હતો.બોટાદ જિલ્લા એસ.પી. કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાએ પણ ઉપસ્થિતોને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શિત કર્યા હતા. કાર્યક્રમમાં ડી.વાય.એસ.પીશ્રી સહિત મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓ-કર્મચારીઓ તેમજ શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાહનો પર સ્ટીકર લગાવવામાં આવ્યા

ટ્રાફીક શાખા દ્વારા બોટાદ જિલ્લાની ૩૫ જેટલી શાળા/કોલેજોમાં ટ્રાફીક સેમીનાર કરી રોડ સેફટી અંગે માહિતી આપવામાં આવી જે સેમીનારમાં ગુડ સમરીટન એવોર્ડ, તથા હિટ એન્ડ રન કેસોમાં મળતા સરકારદ્વારા લાભો આપવા બાબતે માહિતી આપવામાં આવી.બોટાદ જિલ્લાનાં ૨૮૦૦૦ જેટલા વાહનોમાં રેડીયમ રીફલેકટર લગાવવાની કામગીરી ટ્રાફીક પોલીસ દ્વારા કરાઈ.બોટાદ જિલ્લા કષ્ટભંજન મંદિર સાંળગપુરધામ, બી.એ.પી.એસ મંદિર સાળંગપુર ગઢડા સ્વામીનારાયણ મંદીર તથા પાળીયાદ વિહળાનાથ મંદિર ખાતે ધાર્મિક તહેવારો દરમિયાન બહારથી આવતા દર્શનાર્થી વાહન ચાલકોને ટ્રાફીક જાગૃતિ અંગેની પત્રીકા તથા સ્ટીકર બનાવી આશરે ૧૦,૦૦૦ જેટલા વાહનો ઉપર સ્ટીકર લગાવવામાં આવ્યા હતા.

જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી

તેમજ બોટાદ જિલ્લામાં ટ્રાફીકનાં નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને વાહન સાથેનાં ફોટોસ પાડીને ટ્રાફીક પોલીસ દ્વારા લગાવવામાં આવેલા એલ.ઇ.ડી સ્કીન સારી કામગીરી કરનારનાં નામ સારનામાં સાથેના ફોટો અપલોડ કરવામાં કરવામાં આવ્યા હતા. જેથી બીજા વાહન ચાલકોમાં ટ્રાફીકનાં નિયમોનું પ્રોત્સાહન મળે. હાલમાં પણ આ કામગીરી ચાલુ છે. તેમજ ટ્રાફીકના નિયમોનું પાલન કરનારને કી-ચેઈન તથા ગુલાબનું ફુલ આપી સન્માનિત કરવામાં આવે છે. જે કાર્યક્રમ પણ હાલમાં પણ કાર્યરત છે. આમ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક અંગે અનેકવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.